Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝમાલિક હવે કર્મચારીની ભાવનાને માન આપશે : ટ્રેન્ડ

માલિક હવે કર્મચારીની ભાવનાને માન આપશે : ટ્રેન્ડ

Team Work
Share Now

કર્મચારીઓની ભાવનાઓ સમજવાનો ટ્રેન્ડ વધ્યો, અનેક કંપનીઓમાં મેનેજરોની ટ્રેનિંગ

મહામારી પછી સ્ટાફનું વધુ ધ્યાન રાખવાની શરૂઆત

કોરોના વાઈરસ મહામારીનો પ્રભાવ સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રો પર પડવા લાગ્યો છે. અમેરિકન કંપનીઓ હવે કર્મચારીઓનું પહેલાં કરતાં વધુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરવા લાગી છે. તેમની ભાવનાઓ સમજવા માટે અને તેમની સાથે વધુ સહાનુભૂતિભર્યો વ્યવહાર કરવાના વિકલ્પો વિચારાઈ રહ્યા છે. મેનેજરોને સારું વર્તન કરવાની ટ્રેનિંગ આપવાના પ્રોગ્રામ શરૂ કરાયા છે. બીજી તરફ, કર્મચારીઓને લાગે છે કે કામના સ્થળે આવી માનવતાની ભાવનાનો અભાવ જોવા મળે છે. 2021ના એક અભ્યાસ પ્રમાણે, ચારમાંથી ફક્ત એક કર્મચારી વિચારતો હતો કે તેમની કંપનીમાં કર્મચારીઓ પ્રત્યે સારી ભાવના છે.

Boss and Employee

ટાઈમ મેગેઝિને કેટલીક કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ સાથે સહાનુભૂતિ, તેમની સાથે સંબંધ વધુ મજબૂત કરવા અંગે વાતચીત કરી. તેમનું કહેવું છે કે કર્મચારીઓ પ્રત્યે ઉદારતાનો ભાવ ભવિષ્યનો એકમાત્ર વિકલ્પ છે. ટેક કંપની અડાના ચેલ્સિયા મેકડોનાલ્ડ કહે છે કે અમે શરૂઆતથી જ આ બાબત ધ્યાનમાં રાખીએ છે. સોફ્ટવેર કંપની પેગાસિસ્ટમ્સના વડા એચઆર અધિકારી એડ્રિઆના હર્ડે કહે છે કે અમે મેનેજરો માટે ત્રણ કલાકનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો હતો. હકીકતમાં કોર્પોરેટ વર્લ્ડને લાગે છે કે, જો આ સમયે કર્મચારીઓનું ધ્યાન નહીં રાખીએ તો તેઓ બીજી કંપનીમાં જઈ શકે છે. એટલું જ નહીં, તેમની હાલની નોકરીનું પર્ફોર્મન્સ પણ ઘટી શકે છે.

જોકે, કોર્પોરેટ વર્લ્ડમાં કાર્યરત અનેક કર્મચારીઓ માને છે કે આ બધી નિરર્થક બાબતો છે. અનેક લોકો તેને પાખંડ કહે છે. આ મુદ્દે વાત કરનારા તમામ કર્મચારીઓએ નોકરીની ચિંતામાં પોતાનું નામ ગુપ્ત રાખવાનો પણ આગ્રહ કર્યો હતો. વાયાકોમની એક મહિલા કર્મચારીએ કહ્યું કે અમારી કંપની માનસિક આરોગ્ય અંગે કર્મચારીઓનું ધ્યાન રાખવાની વાતનો પ્રચાર કરતી હતી, પરંતુ માનસિક આરોગ્યને લગતો તેમનો હેલ્થ પ્લાન પૂરતો નથી.

કેટલાક કર્મચારીઓએ કહ્યું કે મીટિંગોમાં મોટા અધિકારીઓ વારંવાર કર્મચારીઓના મનોભાવો સમજવા પર ભાર મૂકે છે, પરંતુ તેના પર અમલની તાલીમ સંબંધિત લોકોને નથી અપાતી. અમેરિકામાં કર્મચારીઓ સાથે રંગ અને જાતિના આધારે પણ ભેદભાવ થાય છે. એટલે અશ્વેતોના સમર્થનમાં બ્લેક લાઈવ્સ મેટર આંદોલન પછી કર્મચારીઓને સમજવાના પ્રોગ્રામ શરૂ કરાયા છે. અનેક કંપનીઓ કર્મચારીઓને સમજવાની ટ્રેનિંગ આપે છે કે, બીજા કર્મચારીઓને કામ કરતા રોબોટ ના સમજો. તેઓ માણસ છે અને તેમનાં પણ બાળકો છે, જવાબદારીઓ છે, તે સમજો.

આ પણ જુઓ : સંવેદનશીલતા – મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકો સાથે ભોજન કર્યું

અસંતોષની કિંમત

કામના સ્થળે કર્મચારીઓની નાખુશી કંપનીઓ પર ભારે પડે છે. 2013માં સરવે એજન્સી ગેલપના મતે, કર્મચારીઓમાં અસંતોષથી અમેરિકન કંપનીઓને દર વર્ષે રૂ. 3400 કરોડથી લઈને રૂ. 4 હજાર કરોડની ઉત્પાદકતાનું નુકસાન થાય છે.

ભેદભાવની ફરિયાદ માનવ સંસાધન મેનેજમેન્ટ સોસાયટીના 2021ના રિપોર્ટ પ્રમાણે, વિવિધ સોસાયટીમાં 42% અશ્વેત કર્મચારીઓ, 26% એશિયનો અને 21% હિસ્પેનિક કર્મચારીઓએ કામના સ્થળે રંગ, જાતિના આધારે ભેદભાવનો સામનો કર્યો છે.

Boss and Employee

પારદર્શકતા અને ભાગીદારી

અનેક કંપનીઓ મોટા અધિકારીઓ, કર્મચારીઓને હવે દરેક મીટિંગમાં વિસ્તૃત માહિતી આપવા લાગી છે. એ તપાસ કરાઈ છે કે, કયા કર્મચારીઓનો મોટા અધિકારીઓ સાથે સંવાદ નથી થઈ શકતો. તેવા કર્મચારીઓથી વધુ સંપર્ક થવા લાગ્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment