Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઘણા લાંબા વિરામ બાદ ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી

ઘણા લાંબા વિરામ બાદ ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી

upleta
Share Now

ગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેતરોમાં ઉભા મોલ બળી રહ્યા છે. જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ત્યારે ખુબ લાંબા સમય બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લાંબા સમયના વિરામ આજે બપોર બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. ઉપલેટાના મજેઠી, લાઠ,ગણોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થતા બાળકો, યુવાનો, વૃધ્ધો, સ્ત્રીઓ અને પશુઓ પણ આનંદમાં આવી ગયા છે. 

upleta

આ વર્ષે શરૂઆતમાં વરસાદ વહેલો આવી જતા ચોમાસું વહેલું શરુ થવાની દરેકને આશા હતી. ત્યારે ખેડૂતોએ તો આગોતરી વાવણી કરી નાખી હતી અને બાદમાં વરસાદે ખુબ મોટો વિરામ લઇ લીધો હતો. વચ્ચે એક વાર ખુબ સારો વરસાદ આવ્યો હતો ત્યારે ફરી એક વાર લોકોમાં ચોમાસું શરુ થઇ જશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ ફરી મેઘરાજા હાથતાળી દઈને રિસાઈ ગયા હતા. અસહ્ય ગરમી, તડકો અને વરસાદના કોઈ એંધાણ ન દેખાતા લોકો પણ  નિરાશ થઇ ગયા છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. સિંચાઈનું પાણી પણ નથી. તો ક્યાંક પીવાના પાણી માટે પણ સાંસા પડી રહ્યા છે. 

upleta

ઉપલેટા તાલુકામાં આજે બપોર બાદ અચનાક વરસાદના મંડાણ થયા હતા અને જોત જોતામાં વરસાદ વરસી પડતા લોકોમાં અનેરી ખુશી છવાઈ ગઈ હતી. જાણે તરસ્યાને જળ નહિ પણ દૂધ આપે ને જેવી તરસ છીપાય તેવી લાગણી દરેકના ચહેરા પર દેખાઈ રહી છે. જો કે, અચાનક વરસાદ વરસી પડતા લોકોનો ઘણો માલસામાન પણ પલળી ગયો હતો. ગૌશાળામાં ઢોર ઢાંખર સહિત ઘાસચારો પણ પલળી ગયો હતો. અસહ્ય ગરમી સામે વરસાદ આવી જતા લોકો પણ હાંશકરો અનુભવી રહ્યા છે. વરસાદ વરસતા ધરતી પુત્રો પર ફરી રોનક જોવા મળી રહી છે અને ખેતરોના પાકમાં પણ નવું જીવનદાન જોવા મળી રહ્યું છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણી રસ્તાઓ પર વહેતા થતાં જોવા મળ્યા હતા.

upleta

હજુ સૌરાષ્ટ્રભરમાં તો વરસાદ નથી ત્યારે માત્ર ઉપલેટામાં પણ વરસાદ થતા રાજ્યભરના લોકોને હવે વરસાદ થવાની આશા સેવી રહ્યા છે. વરસાદનું ફરી આગમન થયું છે ત્યારે મુરજાતા મોલ પર કાચું સોનું વરસતું જોવા મળી રહ્યું છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા સૌ કોઇના ચહેરા પર રાજીપો છવાઈ ગયો છે. 

upleta

જુઓ આ વિડીયો : વરસાદે પોલ ખોલી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment