Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટપ્રિયામણીએ બોડી શેમિંગ પર જાહેર કર્યું પોતાનું દુઃખ

પ્રિયામણીએ બોડી શેમિંગ પર જાહેર કર્યું પોતાનું દુઃખ

Priyamani
Share Now

સોશિયલ મીડીયા એક એવું પ્લેટફોર્મ છે, જયાં દરેકને પોતાની વાત રજુ કરવાની સંપૂર્ણ આઝાદી હોય છે. પરંતુ ક્યારેક લોકો આ સ્વતંત્રતાનો રીતે ખોટી રીતે ઉપયોગ કરે છે. અમુક લોકો ચોક્કસ લોકોને પોતાનું નિશાન બનાવતા હોય છે. જેમાં લોકોના  નિશાને સૌથી વધુ ફિલ્મ જગતના સિતારાઓ હોય છે. લોકો ક્યારેક તેમની સ્થૂળતા પર તો ક્યારેક તેમના રંગ પર કમેન્ટ પાસ કરે છે. સોશિયલ મીડિયા પર લોકોની ટ્રોલિંગનો ભોગ બની ચુકેલી છે ‘ધ ફેમિલી મેન’ ની અભિનેત્રી પ્રિયામણી. તેમણે ‘ધ ફેમિલી મેન’ ( The Family Man ) પહેલા અને બીજા ભાગમાં મનોજ બાજપેયીની પત્ની ‘સુચિ’નું કિરદાર નિભાવ્યું છે. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.આ અભિનેત્રીએ પોતાનું દુખજણાવતા કહ્યું હતું કે પહેલા જયારે તેણી કોઈ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી ત્યારે લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા.

The Family Man

image credit : prokerala.com

વધારે વજનને લઈને ઉડાવતા હતા મજાક

દક્ષિણ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પ્રિયામણીએ જણાવ્યું હતું કે ઘણી વખત એવા સમય પણ  આવ્યા છે જ્યારે લોકોએ તેણીને  તેના વજન માટે ટ્રોલ કરી હતી. એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘સાચું કહું તો મારું વજન 65 કિલો વધ્યું હતું. ત્યારે અત્યારે જે હું છું એના મોટી દેખાતી હતી. જ્યારે પણ હું ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો પોસ્ટ કરતી ત્યારે લોકો નીચેની ટિપ્પણીઓમાં લખતા કે ‘ઓહ ટુ મોટી લાગે છે, જાડી લાગે છે.’

શ્યામ રંગને લઈને કરવામાં આવી હતી ટિપ્પણી

પ્રિયામણીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર લોકોએ તેના વજનની સાથે તેના રંગ વિશે પણ વાત કરી છે. તેમણે મારી પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે  ‘ઓહ તમે કાળા દેખાઓ છો, તમારો ચહેરો સફેદ છે પણ પગ કાળા છે. આવી ઘણી ફાલતું ટિપ્પણીઓનો હું સામનો કરતી આવી છું. હું એ લોકોને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે એમાં તમારું શું જાય છે. જો મારો રંગ કાળો હોય તો પણ તેમાં શું ખોટું છે. મને નથી લાગતું કે હું ગોરી છું, મને લાગે છે કે હું ઘઉંવર્ણી છું.

આ પણ વાંચો : ‘દુનિયાના સૌથી મોટા કબરસ્તાન’ના નામે ઓળખાય છે આ દીવાલ

The Family Man

image credit : deccanherald.com

વજન ઘટાડવા અંગે લોકોએ પૂછ્યા પ્રશ્નો

પ્રિયામણીએ વધુમાં કહ્યું હતું કે ‘મારું વજન ઓછું થયા પછી પણ લોકોના પ્રશ્નો ઓછા થયા નથી. લોકો ટિપ્પણી કરે છે અને લખે છે કે ‘તમે કેમ પાતળા છે,  અમે તમને પસંદ કરતા હતા જ્યારે તમે જાડા હતા.’ મારે તેમને ફક્ત એટલું જ કહેવું છે કે તમારું દિમાગ ઠીક કરો. જ્યારે હું જાડી હતી ત્યારે તમે મને પસંદ કરતા હતા કે જ્યારે હું પાતળીછું ત્યારે તમે મને પસંદ કરો છો. મોટા કે નાના, દરેક વ્યક્તિનું પોતાનું એક વ્યક્તિત્વ હોય છે. તો તમે કોઈને કેમ એવું કહીને શરમિંદા કરો છો કે ઓહ તમે જાડા છો, અથવા તમે પાતળાઅને કાળા છો. તમે આ શું લેવા કરવા માંગો છો?

અભદ્ર ટિપ્પણી કરનારા ટ્રોલરોને આપ્યો હતો યોગ્ય જવાબ

પ્રિયામણીએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા ટ્રોલરોને યોગ્ય જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે  ‘જો મારો રંગ ડાર્ક છે તો શું ખોટું છે. પહેલી વાત તમારે તમાર વિચારો અને અભિપ્રાયો બદલવાની જરૂર છે. કોઈને કાળા ના કહેશો કેમ કે કાળો રંગ ખૂબ જ સુંદર છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ હતા, પણ ખૂબ સુંદર હતા. આવી ટિપ્પણી કરશો નહીં. ભલે આવુ કંઈક તમારા મગજમાં આવે, તો તેને તમારી પાસે રાખો. તમારે આવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને નકારાત્મકતા શા માટે ફેલાવી છે. આવું કરશો નહીં.

The Family Man

image credit : indiancinemagallery.net

‘ફેમિલી મેન 2’ ( The Family Man 2 ) માટે મેળવી ઘણી બધી વાહવાહી

દક્ષિણથી હિન્દી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનારી પ્રિયામણીની ‘ધ ફેમિલી મેન 2’ ( The Family Man 2 )માં તેની ભૂમિકા માટે પ્રેક્ષકોએ ખૂબ વાહવાહી કરી હતી. તેણે આ શ્રેણીમાં મનોજ બાજપેયીની પત્ની ‘સુચિ’ નું પાત્ર ભજવ્યું હતું. તે આ શ્રેણીના બંને ભાગોમાં રહી ચૂકી છે. જેમાં પત્ની સાથે તે બે બાળકોની માતા પણ બની છે. જેઓ તેમના બાળકોને સારું જીવન આપવા માટે નોકરી કરે છે. પ્રિયામણીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માં એક ગીતમાં કામ પણ કર્યું છે અને તે હિન્દી અને દક્ષિણની ફિલ્મોમાં પણ સક્રિય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment