Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝપાક બળી જતા ખેડૂતે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પાક બળી જતા ખેડૂતે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

vegadi village
Share Now

ખેતરમાં ઉભો પાક બળી જતા ખેડૂતે જીવન ટુંકાવ્યું 

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામમાં આવેલ વેગડી GIDC મા આવેલ પ્લાસ્ટીકના કારખાનાઓમા કેમીકલયુક્ત થેલીની ધોલાઈ થાય છે. તેનાથી થતા પ્રદુષણથી ખેડૂતોના પાક બગડી રહ્યા છે. વેગડી GIDC મા આવેલ પ્લાસ્ટીકના કારખાનામા કેમીકલથી પ્લાસ્ટીકની થેલીઓની ધોલાઈ થતી જેથી ગેસનુ પ્રદુષણ હવા મારફતે ફેલાતા 200 થી 250 વીઘામા આવેલ પાક બગડી ગયો છે. ખેતરમાં ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોએ પોતાનો બગડી ગયેલા પાકને સળગાવી નાખવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાનુ નુકસાન થયું છે. ત્યારે જગતનો તાત પાયમાલ બની ગયો છે. અને હવે ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું છે.  

Vegadi village

ધોરાજીના વેગડી ગામે બની આ ઘટના

વેગડી GIDC ની પાછળ આવેલ 6 વીઘાના વાવેતરમા કપાસનો પાક નિષ્ફળ જતા કરી ગળાફાંસો ખાઇને ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. ખેડૂત ભનુભાઈ જોરીયા (ઉ.વ.47) એ પોતાના ખેતરમા જ રહેલા લીંબડાની ડાળી સાથે દોરડુ બાંધી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ભનુભાઈએ મહામહેનતે પરસેવો પાડીને વાવેલો છ વીઘાનો પાક બળી જતા ચિંતામા ને ચિંતામા આટલું મોટું પગલું ભરી લેતા સમગ્ર ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.  

Vegadi village

ખેડૂત 4-5 દિવસથી આત્મહત્યાનું વિચારી રહ્યા હતા !

આ ઘટના અંગે બાજુના ખેતર માલિકને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, ભનુભાઈ છેલ્લા 4 – 5 થી કહી રહ્યા હતા કે, “હવે પાક સંપૂર્ણ બળી ગયો છે હવે દવા પી લેવી છે કાં ગળાફાંસો ખાઈ લેવો છે”. આસપાસના ખેડૂતો ત્યારથી તેના પર નજર રાખતા હતા પરંતુ અંતે તેમને રાત્રે મોકો જોઈ આ પગલું ભરી લીધું હતું. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, વેગડી GIDC ના પ્લાસ્ટીક કારખાનાઓમાથી પ્લાસ્ટીક બેગની ધોલાઈ કરવામા આવેલ અને હવા અને ગેસ મારફત પ્રદુષણ ફેલાતા કપાસનો પાક બળી ગયો છે. ત્યારે હવે આબળેલા પાકથી ચિંતામાં પડેલા ભનુભાઈએ આત્મહત્યાનું પગલું ભરી લેતા પ્લાસ્ટીકના કારખાનાનો આ પ્રશ્ન હવે તપાસનો વિષય બન્યો છે. 

Vegadi village

પરિવાર બન્યો નોધારો 

મૃતક ખેડૂત ભનુભાઈના પરિવારમાં તેમના બા અને સંતાનમા ફકત ચાર દિકરીઓ છે તેમના પત્ની છે. ત્યારે પરિવાર પર ઘરના મોભીનો હાથ ઉઠી જતા પરીવાસ સાવ નોધારો બન્યો છે. તો બીજી તરફ ભનુભાઈ 6 વિઘાને પરિવાર માટે છોડી ગયા તેમાં પણ સારો પાક થવાની કોઈ આશા નથી જણાઈ રહી. ત્યારે જોરીયા પરીવાર માથે આફત આવી પડી છે. હજુ તાજેતરની જ વાત યાદ કરીએ તો, ખેતરોની આગળ વેગડી GIDCમાં પ્લાસ્ટીકના કારખાનામા કેમીકલયુક્ત પ્લાસ્ટીકની થેલીઓની ધોલાઈ કરવામાં આવતા પ્રદુષણ હવા મારફતે ખેતરોમા કપાસના પાકને ભારે નુકસાન કરી રહ્યું હોવાથી વેગડી ગામના સરપંચ અને સ્થાનિક ખેડૂતો પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી. ત્યારે તંત્ર દ્વારા પણ કોઈ પગલા ન લેવાયા અને કારખાનાના સંચાલકો દ્વારા કોઈ પગલા ન લેવાતા અંતે ભાનુભાઈને એક જ રસ્તો દેખાયો…જે આત્મહત્યાનો હતો.

Vegadi village

તાજેતરમાં જ ખેડૂતોએ મીડિયા સમક્ષ ઠાલવી હતી વ્યથા 

પ્લાસ્ટીકના કારખાનામા કેમીકલ યુક્ત પ્લાસ્ટીકની થેલીઓની ધોલાઈથી 200 થી 250 વીઘા જમીનમા વાવેલ પાક બગડી જતા આવા તો અનેક ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. વેગડી GIDC મા પ્લાસ્ટીકના કારખાનાના સંચાલકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોએ બગડેલો પાક સળગાવી નાખવો પડ્યો હતો. ખેડૂતોની આખા વર્ષની મહેનત બિયારણ દવાઓનો ખર્ચ બધુ માથે પડે છે. ત્યારે અન્ય કોઈ ખેડૂત આવું પગલું ન ભરે તે માટે આ સમસ્યાનું નિરાકરણ ખુબ જલદી લાવવું તે અનિવાર્ય બન્યું છે. 

આ પણ વાંચો : વેગડી ગામે અઢીસો વીઘાના પાક બગડી ગયા 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment