Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝમંત્રીમંડળની શપથ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક

મંત્રીમંડળની શપથ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક

gujarat polirics
Share Now

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળની આજે શપથ વિધિ છે. બપોરે દોઢ વાગ્યે શોપથ વિધિ યોજાવાની છે. ત્યારે તમામ મંત્રીઓની શપથ વિધિ પૂર્ણ થયા બાદ આજે સાંજે 5 વાગ્યે ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ 1 માં કેબિનેટની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે. ગુજરાત સરકારની નવું મંત્રીમંડળ બન્યા બાદ સૌ પ્રથમ કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે.

સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠક 

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે નવા મંત્રી મંડળની શપથ વિધિ  યોજાવાની છે. જેમાં 23 જેટલા ધારાસભ્યોને મંત્રી તરીકે શપથ લેવા માટે ટેલિફોનિક જાન કરવામાં આવી છે. આજે દોઢ વાગ્યે તમામ 23 મંત્રીઓ ગાંધીનગર ખાતે શપથ લેશે. અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં તમામ કેબિનેટ મંત્રીઓ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે નવી સરકાર બન્યા બાદ પ્રથમ કેબીનેટ બેઠક મળવા જઈ રહી છે.

bhupendra patel, cabinate meeting

આ પણ વાંચો:કુંવરજી બાવળિયાનું પત્તું કપાતા વીંછીયા બંધનું એલાન, બાવળિયાએ કરી સ્પષ્ટતા

ધારાસભ્યો (MLA)ને ફોન આવ્યા

શપથગ્રહણ પહેલા ધારાસભ્યો (MLA)ને મંત્રીપદ સોંપાશે તેમના ફોન કરવામાં આવી રહ્યાં છે. નીચે આપેલા લિસ્ટ મુજબના તમામ ધારાસભ્યને ફોન આવ્યા છે.

  • હર્ષ સંઘવી, MLA, મજૂરા
  • નરેશ પટેલ, MLA, ગણદેવી
  • કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
  • અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ
  • કનુ દેસાઇ, MLA, પારડી
  • ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
  • બ્રિજેશ મેરજા, MLA, મોરબી
  • કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
  • મુકેશ પટેલ, MLA, ઓલપાડ
  • આર.સી મકવાણાં, MLA, મહુવા
  • જીતુ ચૌધરી, MLA,  કપરાડા
  • રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય
  • જીતુ વાઘાણી, MLA,  ભાવનગર
  • મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર
  • દેવાભાઇ માલમ, MLA,  કેશોદ
  • જેવી કાકડીયા, MLA,  ધારી
  • જગદીશ પંચાલ, MLA,  નિકોલ
  • ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ
  • પ્રદિપ પરમાર, MLA, અસારવા
  • નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
  • નિમાબેન આચાર્ય, MLA ભુજ
  • રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
  • કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
  • વિનોદ મોરડિયા, MLA કતાર

પાટીદાર સમાજના સૌથી વધુ 8 મંત્રી 

તમને જણાવી દઈએ કે, આજે બપોરે દોઢ વાગે ગુજરાતનાં નવા મંત્રીમંડળની શપથ વિધિ યોજાવાની છે. અને ભાજપે નો રિપીટ થીયરી અપનાવીને તમામે તમામ મંત્રીઓ બદલી નાખ્યા છે. અને સિનિયર નેતાઓનું પત્તું કાપી નાખ્યું છે. ભાજપે જાતિ ગણિતને ધ્યાને રાખીને તેના નવા મંત્રીમંડળમાં પાટીદાર સમાજના સૌથી વધુ 8 મંત્રીઓ બનાવ્યા છે. જ્યારે બ્રાહ્મણ 2,એસ ટી 4,જૈન 1,ઓબીસી 6 અને એસ સીના 2 મંત્રીઓ બનાવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment