Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝદેશમાં સૌપ્રથમ નદી પર રનવે રાજકોટ એરપોર્ટમાં બનશે

દેશમાં સૌપ્રથમ નદી પર રનવે રાજકોટ એરપોર્ટમાં બનશે

rajkot airport file image
Share Now

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજકોટથી 22 કિમી દૂર નિર્માણ થવા જઈ રહેલા હિરાસર એરપોર્ટનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું એરપોર્ટ 2654 કરોડના ખર્ચે રાજકોટ અને ચોટીલા તાલુકાની નજીક આવેલા હિરાસર ગામ ખાતે બનવા જઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટીના નેતૃત્વ હેઠળ બનવા જઈ રહેલું એરપોર્ટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ છે જેથી તે એરપોર્ટ રાજકોટ ગ્રિંગીન્ડ ઇન્ટરનેશલ એરપોર્ટ તરીકે ઓળખાય છે. આ એરપોર્ટ ની ખાસ વાત એ છે કે આ એરપોર્ટ પર જે રનવે બનશે તે ત્યાંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તે અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એલીવેશન ડિપાર્ટમેન્ટ ના સત્તાવાળાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રકારનો રનવે અને એરપોર્ટ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે. અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન મુજબ નદીનું વહાણ જ્યાંથી પસાર થઈ રહ્યું છે તેના પર બોક્સ કલવર્ટ પદ્ધતિથી કામ થઈ રહ્યું છે. જેના કારણે જ્યારે એરપોર્ટ પર રનવે શરૂ કરવામાં આવશે ત્યારે તે નજારો જોવા લાયક અને માણવા લાયક હશે.

hirasar airport

આ પણ જુઓ : “કલા સાધકોને વંદન”

હીરાસર ખાતે રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકામ શરૂ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૩માં આ હીરાસર એરપોર્ટનું નિર્માણ થઈ જશે. હીરાસર ખાતે બનનારા એરપોર્ટનો ભોપાલની દિલીપ બિલ્ડકોન કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે અગાઉ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ જરૂરી રકમ ભરવામાં ન આવતાં કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો હતો. હાલ તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું જોરશોરથી કામ શરૂ થઈ ગયું છે.

એરપોર્ટના નિર્માણનું કામ જોરશોરથી ચાલુ છે :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્ત્વના માનવામાં આવતા પ્રોજેક્ટમાં રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા હીરાસર ગામ ખાતે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. હાલ અહીં બાઉન્ડરીનું કામ શરૂ કરાયું છે, સાથે-સાથે જમીનને પણ સમથળ બનવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રન વે બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર કરવાનું કામ ભોપાલની દિલીપ બિલ્ડકોનને સોંપવામાં આવ્યું છે.

hirasar airport

2017માં PM મોદીએ એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું હતું :

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ થશે. રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર નિર્માણ થશે. નવું એરપોર્ટ આગામી 30 મહિનામાં તૈયાર થઈ જશે. નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. નવા એરપોર્ટના કારણે 10 જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય ફાયદો થશે અને દેશનું સંભવત: સૌથી મોટું કાર્ગો સ્ટેશન નવા એરપોર્ટ ખાતે બનવાનું હોઈ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. મહત્ત્વનું છે કે વર્ષ 2017માં વડાપ્રધાન મોદી દ્વારા આ એરપોર્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં એક એરપોર્ટ હાલ તો છે. જ્યાંથી અનેક શહેર તથા રાજ્યને જોડાતી ફ્લાઇટ ઉડાન ભરે છે. પરંતુ રાજકોટમાં હિરાસર ખાતે નિર્માણ થવા જઈ રહેલા એરપોર્ટથી અનેક ફાયદાઓ રાજકોટને થશે. ઉદ્યોગની સાથે સમકક્ષ રહી ઉત્પાદન કરતા રાજકોટને વધુ વેગ મળશે.હાર દેશ – વિદેશમાં નિકાસ કરતું રાજકોટ વધારે નિકાસ કરશે. ઉપરાંત રંગીલા રાજકોટના લોકોને ફરવા જવા માટે પણ હવે અમદાવાદ, દિલ્લી કે મુંબઈ નહિ જવું પડે અને રાજકોટથી જ વિદેશ પ્રવાસ કરી શકશે. ઉપરાંત સૌરાષ્ટ્રનું સૌથી મોટું એરપોર્ટ હોવાથી અન્ય શહેર – ગામના લોકો વિમાન મારફતે બીજા દેશમાં જવા માટે રાજકોટથી જ જઈ શકશે. તેથી રાજકોટ તંત્રને આર્થિક રીતે પણ ખુબ જ મોટો ફાયદો થશે.

hirasar airport

નવું એરપોર્ટ બનવાથી અનેક સુવિધા-વ્યવસ્થા ઉપલબ્ધ થશે :

  • યાત્રીઓની અવરજવર ઝડપી બને અને જરૂર પડ્યે ટ્રાફિકને અનુરૂપ થઈ શકે એવી વ્યવસ્થા હશે.
  • ટર્મિનલમાં સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરાશે.
  • ઊર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે.
  • ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ ઝિલાય એ પ્રકારનું પ્રતિબિંબ ઊભું કરવામાં આવશે.
  • રન-વેને સમાંતર બે ટેક્સી-ટ્રેક બનાવાશે.
  • હવાઇપટ્ટી, એક્ઝિટ ટેક્સી-ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.
  • નેશનલ હાઇવે 8-એથી એરપોર્ટ સુધી પહોંચવા માટે 6 લેન રોડ.

નદી ઉપરથી રનવે થશે પસાર :

રાજકોટ નજીક હિરાસર ખાતે નિર્માણ થવા જઈ રહેલા એરપોર્ટની ખાસિયત ઘણી છે. આ એરપોર્ટની ખાસ વાત એ છે કે આ એરપોર્ટ પર જે રનવે બનશે તે ત્યાંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તે અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એલીવેશન ડિપાર્ટમેન્ટ ના સત્તાવાળાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રકારનો રનવે અને એરપોર્ટ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે. અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન મુજબ નદીનું વહાણ જ્યાંથી પસાર થઈ રહ્યું છે તેના પર બોક્સ કલવર્ટ પદ્ધતિથી કામ થઈ રહ્યું છે. જેના કારણે જ્યારે એરપોર્ટ પર રનવે શરૂ કરવામાં આવશે ત્યારે તે નજારો જોવા લાયક અને માણવા લાયક હશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment