Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાજકોટની પ્રથમ સંસ્કૃત પાઠશાળા

રાજકોટની પ્રથમ સંસ્કૃત પાઠશાળા

saurastra high school
Share Now

રાજકોટમાં શરુ થશે સંસ્કૃત શાળા 

રાજકોટમાં પ્રથમ વખત સંસ્કૃત શાળા બનવા જઈ રહી છે. રાજકોટની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત શાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 121 વર્ષ જુના શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા રાજ્ય સરકાર પાસે સંસ્કુર્ત પાઠશાળા શરુ કરવા માંગણી કરાઈ હતી. ત્યારે હવે કમિશનર સ્કુલ્સ દ્વારા ધોરણ 9 ની મંજુરી આપી દેવામાં આવી છે. તો આ વર્ષે શ્રી સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થશે.

saurastra high school

tapovanepathshala

સંસ્કૃત ભવનના પ્રાધ્યાપક ડૉ.ચોટલીયા પૂરશે સંસ્કૃતના સુર 

સંસ્કૃત પાઠશાળા શરુ કરવા અંગે ટ્રસ્ટના પ્રમુખ ડો.ભદ્રાયુભાઈ વછરાજાની, હરદેવભાઈ જાડેજા, મુકેશભાઈ દોશી, ડો. નિદત્તભાઈ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં પ્રજાને એક આદર્શ પાઠશાળાની આવશ્યકતા છે. આ જરૂરિયાતની પૂર્ણ હેતુ આ વર્ષથી સંસ્કૃત પાઠશાળાનું પ્રથમ વર્ષ શરુ કરવામાં આવશે. સંસ્કૃત પાઠશાળામાં ધો.8 પાસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જેના પ્રવેશ ફોર્મ આવતીકાલ એટલે કે, ૩ ઓગસ્ટ 2021 થી ભરી શકાશે. તો આ ફોર્મ આગામી 10 દિવસ સુધી ભરી શકાશે. ત્યારબાદ પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવશે. સંસ્કૃત પાઠશાળામાં સત્ર ફી રૂ.5000 રહેશે. તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી તે સંસ્કૃત શીખવાથી રહી ન જાય તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. પાઠશાળામાં સંસ્કૃતનો સુર પુરવા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંસ્કૃત ભવનના પૂર્વ પ્રધ્યાપક ડો.ચોટલીયા માર્ગદર્શક તરીકેની સેવા આપશે. ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ટ્રસ્ટીઓએ ડો.ચોટલીયાનો આભાર વ્યકત કર્યો હતો.  

saurastra highschool

wordpress, saurastra high school

સંસ્કૃત શીખીએ અને રાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરીએ

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. જે હવે ઘણા ખરા અંશે લુપ્ત થઇ રહી છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે ભાષાઓ પણ સંસ્કૃત ભાષામાંથી જ ઉત્પન્ન થઈ છે. જો કે, આપણે ત્યાં શાળામાં સંસ્કૃતનો એક અલગ વિષય રાખવામાં આવે છે. આથી દરેકને સંસ્કૃતનું થોડું ઘણું નોલેજ હોય છે પરંતુ હવે સંસ્કૃત વિષય મરજિયાત બની ગયો છે. અને સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ હોવાથી લોકો તે શીખતા પણ નથી. ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. તેમજ ધાર્મિક કથા, શ્લોક એ બધું જ સંસ્કૃત ભાષામાં હોય છે જે આપણે ખુબ આસાનીથી બોલી શકીએ છીએ. તો જરૂરી છે માત્ર સંસ્કૃત વ્યાકરણ શીખવું. જેના માટે દરેક શાળાઓમાં સંસ્કૃતનું શિક્ષણ ફરજીયાત હોવું જોઈએ. જેથી સંસ્કૃત ભાષાની અપની સંસ્કૃતિ જળવાઈ રહે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment