એક વર્ષ પછી કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત જવાની અપીલ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને નેતાઓને અને જનતાને પોતે કહેલ વાત યાદ અપાવી હતી બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.તો સાથે જ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.
રાહુલ ગાંધી ( Rahul Gandhi)દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, દેશના અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!તેમણે પોતાનો જુનો વિડિયો પણ શેર કર્યો હતો.જેમા તેમણે કહ્યું હતું કે સરકારને ખેડૂતોની સામે નીચે નમવું પડશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)કૃષિ કાયદો પાછો ખેંચવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.
Mark my words, the Govt will have to take back the anti-farm laws. pic.twitter.com/zLVUijF8xN
— Rahul Gandhi (@RahulGandhi) January 14, 2021
મોદીના ઘમંડની આ હાર- CM ગેહલોત
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની હાર છે. તો છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં.તો આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.તો મોદીજી દ્વારા કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો:બાળાસાહેબ ઠાકરેનું આજના દિવસે થયુ હતુ નિધન, જાણો કાર્ટૂનિસ્ટથી કિંગમેકર સુધીની સફર
અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો
અમરિંદર સિંહે ટ્વીટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.
સિદ્ધુએ કહ્યું- આ યોગ્ય દિશામાં એક પગલું છે
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, કાળા કાયદાને રદ કરવાની સાચી દિશામાં એક પગલું. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી. તમારા બલિદાનને કારણે તે શક્ય બન્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.તો સાથે જ અનેક ખેડૂતોને ફાયદો થશે તેવું જોવા મળી રહ્યું છે.
કેજરીવાલે કહ્યું- ખેડૂતોના બલિદાનને યાદ કરવામાં આવશે
આજે પ્રકાશ દિવસના દિવસે કેવા મહાન સમાચાર મળ્યા છે. ત્રણેય કાયદા રદ કરવામાં આવ્યા હતા. 700 થી વધુ ખેડૂતો શહીદ થયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ કરશે કે કેવી રીતે આ દેશના ખેડૂતોએ જીવ જોખમમાં મૂકીને ખેડૂતો અને ખેડૂતોને બચાવ્યા હતા. હું મારા દેશના ખેડૂતોને સલામ કરું છું.
હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે ટ્વીટ
તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછી ખેંચવાની જાહેરાત કરવા બદલ તમામ ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને તરત જ ધરણા ઊભા કરવા જોઈએ. તેમના ઘરે જાઓ અને તેમના નિયમિત કામમાં વ્યસ્ત રહો.
Android: http://bit.ly/3ajxBk4