હાલમાં નવરાત્રીNavratri) પર્વ ચાલી રહ્યો છે. સુરતમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે (surat)સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં રહીશો પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા સાથે જ સરકારને મોંઘવારી કાબુમાં લેવા રજૂઆત કરી હતી.
બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા
એક તરફ કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને દરેક લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની હતી. પરંતુ હવે જયારે ગુજરાતમાં સંક્મ્રણ ઓછુ થઇ રહ્યું છે. અને માંડ માંડ લોકોના ધંધા રોજગાર પાટા પર ચડી રહ્યા છે. ત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને સુરતમાં અનોખો વિરોધ સામે આવ્યો છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે રહીશોએ અનોખી રીતે ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો.સુરતના પુણાગામ ખાતે આવેલી સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતા અને અનોખી રીતે વધતી જતી મોંધવારીનો વિરોધ કર્યો હતો. SUR
આ પણ વાંચો : Durga માતાજીનું વિસર્જન ક્યારે કરવુ રહેશે હિતાવહ?
અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબુમાં લેવા રજૂઆત
સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મોંઘવારી વધી રહી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબુમાં લેવા રજૂઆત કરી છે. દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ આઠમના દિવસે જ ગેસના બાટલા, ઘર વખરીની ચીજવસ્તુઓ અને પેટ્રોલ ડીઝલ લઈને ગરબે રમ્યા હતા. જેનું કારણ મોઘવારી છે. જેમ માતાજીની ગરબીઓ માથે મૂકી ગરબા રમાય છે તેમજ જ વજનદાર ગેસનો બાટલો માથે ચડાવી ગરબી રમી હતી. આ મોંઘવારીને લઈને લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ થયું છે. ત્યારે સરકાર મોંઘવારી કાબુમાં લે તેવી સોસાયટીના રહીશોની માંગ હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt