Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 16.
Homeન્યૂઝસુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા શા માટે બની તોફાની ?

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા શા માટે બની તોફાની ?

smc
Share Now

સુરત મહાનગર પાલિકાની(SMC ) આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ ચાલી રહી હતી.દરમિયાન ઉતરાણ કોસાડ રોડ વિસ્તારમાં આવેલી નવી સુમન હાઈસ્કૂલ શાળામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેના વર્ગો વધારવા માટે ભાજપના કોર્પોરેટર દ્વારા માંગ કરાઈ હતી.જેની સામે વિરોધ પક્ષ આપ પાર્ટી દ્વારા 400 વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ વર્ગ વધારવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો.જેને લઈ સભામાં ભારે વિરોધ થતા સામાન્ય સભા મોકૂફ કરવી પડી હતી.

general board meeting

સુરત મનપાની સામાન્ય સભા બની તોફાની

સુરત મહાનગરપાલિકા(SMC )ની સામાન્ય સભા યોજાઈ હતી.શહેરના જુદા જુદા અટકી પડેલા વિકાસના કાર્યો અને નવા કાર્યો આગામી દિવસોમાં શરૂ કરવા માટે સામાન્ય સભા યોજાઈ હતી.દરમ્યાન સુધારામાં મુકેલ કર્યો અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ઉતરાણ કોસાડની સરકારી શાળા મુદ્દે શાશક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે વિરોધ થયો હતો.કતારગામ ઝોનમાં આવેલ ઉતરાણ કોસાડ વિસ્તારમાં બનાવામાં આવેલ નવી સુમન હાઈસ્કૂલ નં 19માં ધો.9ના વર્ગ વધારવા માટેની માંગ ભાજપ કોર્પોરેટર દ્વારા કરાઈ હતી.ધોરણ 8 મા 400 જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ રહયા છે તેની સામે માત્ર એક જ વર્ગ ખંડ વધારાતા આપ પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો.જેથી સભામાં આ મુદ્દે વોટિંગ કરાયું હતું.ત્યારે વર્ગની સંખ્યા વધારવા સામે વિરોધ પક્ષ ના 27 જ્યારે સામે તેના વિરોધમાં ભાજપના 93 મત મળ્યા હતા.જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.વારંવાર મેયર દ્વારા બોલવા પર પ્રતિબંધ લાગવા છતાં બોલવાનું બંધ ન કરાતા કોર્પોરેટર કનુભાઈને સભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.જેથી સમગ્ર વિરોધ પક્ષે નારેબાજી અને સુત્રોચાર સાથે વોકઆઉટ કર્યું હતું અને સામાન્ય સભાના દરેક કર્યોને માન્યતા આપી સભા મોકૂફ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : સરકારે પેગાસસ હથિયારને ખરીદ્યું કે નહીં ?? રાહુલ ગાંધી

board room

આપ પાર્ટી દ્વારા ધોરણ 9ના વર્ગોની સંખ્યા વધારવાની માંગ સામે સભામાં થયો હંગામો  

સુરત મનપાની(SMC ) સામાન્ય સભા મોકૂફ થતા વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી એ જણાવ્યું હતું કે ભાજપ શાશકો લોકોના હિતમાં ઉઠતો અવાજ દબાવવાનું જ કાર્ય કરે છે.આપ પાર્ટી દ્વારા ભાજપ દ્વારા સુમન શાળા માટે ઉઠાવેલ સુધારાને આવકારે છે. ધો. 8માંથી ધો.9માં 400 વિદ્યાર્થીઓ પાસ થઈને જશે.સુધારામાં તો એક માત્ર કલાસ શરૂ કરવાની માંગ છે અને એક કલાસમાં 60 વિદ્યાર્થીઓને સમાવામાં આવશે તો બાકીના 340 વિદ્યાર્થીઓના ભવિષ્યનું શુ…?આ પ્રકારના સવાલ સાથે વાંધો ઉઠાવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓના હિતમાં આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવતા તેનો સાથ ભાજપ દ્વારા ન આપવામાં આવતા આક્ષેપ કરાઈ રહયા છે કે શાશક પક્ષ લોકોના અને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરતી નથી.

આપ પાર્ટીના કોર્પોરેટરોનું કામ માત્ર વિરોધ કરવાનું જ છે : હેમાલીબેન ,મેયર

બીજી તરફ સુરત મનપાના(SMC ) મેયર હેમાલીબેન બોઘાવાલાને પૂછતાં તેમણે ગોળ ગોળ વાતો કરતા જણાવ્યું હતું કે વિપક્ષ કોઈ પણ બાબતમાં માત્ર વિરોધ કરવાનું કારણ શોધે છે. ભાજપ દ્વારા સુરતમાં 11 અને 12 ના પણ વર્ગો શરૂ કરાયા છે.ધોરણ 9 ના વર્ગોની સંખ્યા વધારામાં આવશે કે નાહી તે અંગે સ્પષ્ટ વાતો કરી નહીં.તેમણે કહ્યું આપ પાર્ટીના કોર્પોરેટર કનુભાઈને વારંવાર બોલવાની ના પાડવા છતાં તેઓ વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરવા પડયા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment