Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝહવે ઘરઆંગણે બનશે ભારત બાયોટેકની કોરોના વેક્સિન, કેન્દ્રએ આપી મંજૂરી

હવે ઘરઆંગણે બનશે ભારત બાયોટેકની કોરોના વેક્સિન, કેન્દ્રએ આપી મંજૂરી

COVAXIN
Share Now

ગુજરાતના અંકલેશ્વર (Ankleshwar)સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સિન (Vaccine) બનવાની જાહેરાત થઇ હતી. ત્યારબાદ ભારત સરકારે (Indian Government) કોવેક્સિન (Covaxin)નું ઉત્પાદન કરવા અંગેની મંજૂરી આપી છે. હવે જલ્દીથી અંકલેશ્વરમાં કોવેક્શિન (Covaxin)નું ઉત્પાદન થશે. આ સમગ્ર બાબતની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh mandaviya)એ શેર કરી હતી.

_covaxine

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું ટ્વિટ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી (Central Health Minister) મનસુખ માંડવીયાએ ટ્વિટ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra modi)ના સબકો વેક્સિન (Vaccine)મુફ્ત વેક્સિન અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન (Vaccination)ડ્રાઇવ ચાલી રહી છે.

અંકલેશ્વરમાં ઉત્પાદનને કેન્દ્રની મંજૂરી

મહત્વનું છે કે ભારતમાં હાલમાં બે વેક્સિન (Vaccine) કાર્યરત છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ (Covishield) અને  ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિન (Covaxin). દેશમાં ઝડપી વેક્સિનેશન (Vaccination) કરાવવાને પગલે ભારતે ભારત બાયોટેક (Bharat Biotech)ના પ્લાન્ટને અંકલેશ્વરમાં લઇ આવી અને ઉત્પાદન વધારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ભારત સરકાર તરફથી હવે લીલી ઝંડી મળી ગઇ છે. જેના પગલે હવે દેશમાં વેક્સિનેશન ઝડપથી થાય તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

વર્ષમાં 200 મિલિયન ડોઝની ક્ષમતા

વેક્સિનના ઉત્પાદનની જો વાત કરીએ તો અંકલેશ્વર સ્થિત પ્લાન્ટ આશરે 200 મિલિયન ડોઝનું વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. ભારત બાયોટેકની વેક્સિન (Vaccine) કોવેક્સિનનું ઉત્પાદન હાલમાં હૈદરાબાદ અને બેંગ્લુરૂ ખાતે ચાલી રહ્યુ છે. ત્યારે હવે વધુ એક પ્લાન્ટ અંકલેશ્વર પર ઉત્પાદનની મંજૂરી મળતા જરૂર ભારત કોરોના (Corona)ને હરાવશે.

ચિરોન બેહરિંગ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

ઝાયડસ કંપનીના હાલમાં જ સૌથી વધુ અછત ઊભા થયેલા રેમડિસિવીર ઇન્જેક્શન (Injection)નું રો મટીરિયલ પણ અંકલેશ્વરમાં તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરે છે. હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવેક્સિન વેક્સિન (Vaccine)નું ઉત્પાદન કરશે. ભારત બાયોટેક (Bharat Biotech)ના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિનમાં ઉત્પાદન શરૂ કરશે.

આ પણ વાંચો: તાલિબાનનો આતંક વધ્યો, 3 દિવસમાં અફઘાનિસ્તાનની 5 પ્રાંતીય રાજધાની પર કબજો જમાવ્યો

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment