Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝખાનગીકરણની રાહે મોદી સરકાર, વેચવા જઈ રહી છે આ બે બેંકો

ખાનગીકરણની રાહે મોદી સરકાર, વેચવા જઈ રહી છે આ બે બેંકો

indian overceas bank, cental bank of india, bank privatization
Share Now

ટેલિકોમ, ઓઈલ માર્કેટિંગ સેક્ટર બાદ હવે બેંકિંગ સેક્ટરમાં ભારતમાં કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળી રહ્યો છે. જાહેર બેંકોના એકબીજામાં મર્જર બાદ હવે સરકાર બેંકોના(BANK) ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. સરકારે ખાનગી કંપનીઓ/બેંકો/સંસ્થાને વેચવા માટે બે સરકારી ક્ષેત્રની બેંકોના નામ ફાઈનલ કર્યા છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સરકારી અધિકારીઓએ ખાનગીકરણ માટે બે બેંકોની વિગતવાર માહિતી તૈયાર કરી છે.કેબિનેટ સેક્રેટરીના નેજા હેઠળની પેનલે ખાનગીકરણ માટે કઈ બેંક શ્રેષ્ઠ રહેશે, તેની તપાસનો રીપોર્ટ આજે રજૂ કર્યો છે.પૈસા એકત્ર કરવા માટે હવે સરકારની નજર ઈન્ડિયન ઓવરસીસ બેંક અને સેન્ટલ બેંક ઓફ ઈન્ડિયા પર છે.કેબિનેટ લેવલની આ ચર્ચા સાથે નાણામંત્રાલય પણ બેંકોના ખાનગીકરણ માટે કાયદામાં જરૂરી ફેરફારો કરવા અંગે પણ અંતિમ તબક્કાની ચર્ચા કરી રહ્યું છે,તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ. આરબીઆઈના અધિકારીઓની મદદ લઈને સરકાર ખાનગીકરણ માટે બેંકિંગ એક્ટ અને અન્ય કાયદામાં જરૂરી સુધારા-વધારા આગામી ટૂંક સમયમાં કરશે.

કોણે વેચવાની આપી સલાહ ?

ભારતના જાહેર સરકારી બેંકિંગ સેક્ટરમાં કોન્સોલિડેશન બાદ હવે પ્રાઈવેટાઈઝેશનનો પવન ફૂંકાઈ રહ્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્ર બાદ હવે ઈન્ડિયન ઓવરસીસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સરકારી હિસ્સેદારી વેચાવા જઈ રહી છે. મહત્વનો સવાલ એ થાય કે સરકારને આ બેંકોમાં હિસ્સેદારી ખાનગી પ્લેયર્સને વેચવાની જવાબદારી કોણે આપી ? જવાબ છે નીતિ આયોગ. યુપીએ સરકારમાં આયોજન પંચના નામે ઓળખાતું અને આજે એનડીએ સરકારમાં નીતિ આયોગના નામે ઓળખાતા પંચે ગત સપ્તાહે આ બેંકોમાં સરકારને સંપૂર્ણ હિસ્સેદારી કે કન્ટ્રોલિંગ સ્ટેક વેચવા માટે સલાહ આપવામાં આવી છે.

banking privatization

PC- JAGRAN

 

આ પણ વાંચો:રક્ષામંત્રી કેમ છે લદ્દાખની મુલાકાતે?

પીટીઆઈ પાસેથી મળેલ માહિતી અનુસાર 24મી જુને નીતિ આયોગે આ બંને બેંકોના(BANK) નામ સૂચવ્યા હતા. ત્યારબાદ કેબિનેટ સેક્રેટરીના નેજા હેઠળની પેનલની મળેલ હાઈ લેવલ મીટિંગ બાદ આજે સરકારને લિસ્ટ મોકલવામાં આવ્યું છે. કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા થયા બાદ અંતિમ મંજૂરી મળશે,તેમ સૂત્રેઓએ કહ્યું છે.સરકારી હિસ્સેદારી પર નજર કરીએ તો ઈન્ડિયન ઓવરસીસ બેંકમાં ભારત સરકાર પાસે 95.84% સ્ટેક છે અને સેન્ટલ બેંક ઓફ ઈન્ડિયામાં પણ સરકાર પાસે 89.78% હિસ્સેદારી છે. આ અહેવાલ બાદ IOBનો શેર 6.04% વધીને 26.35 પર અને CBIનો શેર 5.65% ઉંચકાઈને 26.20 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે.

સરકારના વિનિવેશના લક્ષ્યાંક પર નજર 

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓમાં બે પીએસયુ બેંકો અને એક વીમા કંપની સહિતના શેર વેચાણથી રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી હતી. ગત નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓમાં સ્ટેક સેલ થકી ઐતિહાસિક 2.10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની જાહેરાત કરી હતી. 2019માં સરકારે જાહેર ક્ષેત્રની 10 બેંકોને(BANK) ચાર બેંકોમાં એકીકૃત કરી હતી. પરિણામે પીએસબીની કુલ સંખ્યા માર્ચ 2017ના 27થી ઘટીને 12 થઈ ગઈ છે. સરકારે છેલ્લાં ચાર વર્ષમાં 14 જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment