Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeટ્રાવેલ‘દુનિયાના સૌથી મોટા કબરસ્તાન’ના નામે ઓળખાય છે આ દીવાલ

‘દુનિયાના સૌથી મોટા કબરસ્તાન’ના નામે ઓળખાય છે આ દીવાલ

The Great Wall
Share Now

વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે ચીનની મહાન દિવાલથી પરિચિત ન હોય. આ દિવાલ જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવાલ અવકાશમાંથી પણ દેખાય છે. આ દિવાલ અંગ્રેજીમાં ‘ગ્રેટ વોલ ઓફ ચાઇના’ ( The Great Wall of China ) તરીકે જાણીતી છે. આ દિવાલ વિશ્વની સાત અજાયબીઓમાં શામેલ છે. તેનું કારણ એ છે કે તે વિશ્વની સૌથી લાંબી દિવાલ પણ છે. આ દિવાલના નિર્માણની વાર્તા બે કે ચારસો વર્ષ નહીં પણ હજારો વર્ષ જૂની છે. જો કે આવી દિવાલ બનાવવાની વિચારણા અને કલ્પના ચીનના પહેલા સમ્રાટ કિન શી હુઆંગે કરી હતી પરંતુ તે આમ કરી શક્યા નહોતા. તેમના મૃત્યુના સેંકડો વર્ષ પછી દિવાલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. માનવામાં આવે છે કે તેનું બાંધકામ પૂર્વે પાંચમી સદીમાં શરૂ થયું હતું, જે 16 મી સદી સુધી ચાલ્યું હતું. તેને જુદા જુદા સમયે એક નહીં પરંતુ ચાઇનાના ઘણા રાજાઓ દ્વારા બનાવવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવાલને ‘વિશ્વનું સૌથી મોટુ કબ્રસ્તાન’ પણ કહેવામાં આવે છે.

The Great Wall of China

image credit : britannica.com

‘ગ્રેટ વોલ ઓફ ચાઇના’ ( The Great Wall of China )ની લંબાઈ કેટલી છે એના વિશે થોડો વિવાદ છે. ખરેખરમાં વર્ષ 2009માં કરાયેલા એક સર્વેમાં દિવાલની લંબાઈ 8850 કિ.મી. બતાવવામાં આવી હતી. પરંતુ 2012માં ચાઇનામાં જ હાથ ધરવામાં આવેલા રાજ્યના સર્વેમાં આ ખોટું સાબિત થયું હતું. તે સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનની દિવાલની કુલ લંબાઈ 21,196 કિ.મી. છે. સર્વેક્ષણનો આ અહેવાલ ચીનના અગ્રણી અખબાર શિન્હુઆમાં પણ પ્રકાશિત થયો હતો. એવું કહેવામાં આવે છે કે આ દિવાલ ચીનને દુશ્મનોથી બચાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. ઇસવીસન 121માં મોંગોલ શાસક ચંગેઝ ખાને એક જગ્યાએ દિવાલ તોડી તેને પાર કરી ચીન પર હુમલો કર્યો હતો.

The Great Wall of China

image credit : archdaily.com

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરાઈ છે આ દીવાલ

ચીનમાં આ દિવાલ ‘વાન લી ચાંગ ચાંગ’ તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવાલની પહોળાઇ એવી છે કે તેના પર એક સાથે પાંચ ઘોડા અથવા 10 સૈનિકો ચાલી શકે છે. યુનેસ્કો દ્વારા આ દિવાલને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. ચીનની મહાન દિવાલથી સંબંધિત ઘણી વાર્તાઓ છે. એવું કહેવામાં આવે છે કે આશરે 20 લાખ મજૂરો આ વિશાળ દિવાલના નિર્માણમાં રોકાયેલા હતા, જેમાંથી લગભગ 10 લાખ લોકોએ તેના નિર્માણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં મૃતકોને દિવાલની નીચે જ દફનાવવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે ચીનની આ મહાન અને વિશાળ દિવાલને ‘વિશ્વનું સૌથી મોટુ કબ્રસ્તાન’ પણ કહેવામાં આવે છે. જો કે આમાં કેટલું સત્ય છે તે કોઈને ખબર નથી. આથી તે એક રહસ્ય બનીને રહી ગયું છે.

આ પણ વાંચો : મહામારીએ દુનિયાના 60% લોકોની ઊંઘ કરી હરામ

The Great Wall of China

image credit : nationalgeographic.org

  • આ સિવાય આ દિવાલ અન્ય અચરજ પમાડે તેવા ફેક્ટસ જોવા જઈએ તો આ ગ્રેટ વોલ( The Great Wall of China )નો લગભગ 1/3 ભાગ ટ્રેસ વિના ગાયબ થઈ ગયો છે.
  • બાડલિંગ એ તેનો સૌથી વધુ જોવાયેલ વિભાગ છે (2001 માં 63,000,000 મુલાકાતીઓએ તેની મુલાકાત લીધી હતી). અને મે અને ઓકટોબરના પ્રથમ અઠવાડિયામાં મુલાકાતીનો પ્રવાહ દિવસ દીઠ 70,000 સુધીનો હોય છે.
  • બાડલિંગ અને જ્યુઓંગ પાસની ગ્રેટ વોલની સરેરાશ ઊંચાઇ 7.88 મીટર છે અને સૌથી વધુ સ્થાન 14 મીટર ઉંચાઈએ છે.
  • ગ્રેટ વોલ એ સતત લાઇન નથી. બાજુની દિવાલો, ગોળ દિવાલો, સમાંતર દિવાલો અને દિવાલો વગરના વિભાગો છે (ઊંચા પર્વતો અથવા નદીઓ તેમાં અવરોધ બનાવે છે). કીન વંશમાં (ઈસુના જન્મ પૂર્વે 221—206) ગ્રેટિનસ ચોખાના લોટનો ઉપયોગ ગ્રેટ વોલની ઇંટોને બાંધવા માટે કરવામાં આવતો હતો.
  • સાંસ્કૃતિક ક્રાંતિ (1966–1976)દરમિયાન ઘરો, ખેતરો અથવા જળાશયો બનાવવામાં ઘણી ગ્રેટ વોલની ઇંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  • ચાઇના તેમજ વિશ્વભરનાના તમામ પ્રવાસીઓ માટે ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના’ જોવાનું એક આકર્ષણ છે. આથી દરેક પ્રવાસ પ્રેમી વ્યક્તિએ ચીનના આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment