Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝટોક્યોમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાને હરિયાણા સરકાર આપશે 4 કરોડ રૂપિયા સહિત…

ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાને હરિયાણા સરકાર આપશે 4 કરોડ રૂપિયા સહિત…

Share Now

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતના રેસલર રવિ દહિયાએ સિલ્વર મેડલમાં જીત હાંસિલ કરી છે. પુરુષના 57 કિલો રેસલિંગ સ્પર્ધાના ફાઇનલમાં હરિયાણાના રવિએ મેચને પોતાના કબ્જે કરી અને 7-4 થી જીત મેળવી છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલે જાહેરાત કરી છે કે પ્રદેશના રમત ગમતના નિયમ અનુસાર સિલ્વર મેડલ જીતવા પર રવિને 4 કરોડ રુપિયા, ક્લાસ વન નોકરી અને પ્લોટ ફાળવશે. આ સાથે રવિના ગામમાં આધુનિક સુવિધાઓ સાથેનું ઇન્ડોર સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે.

રવિ ઓલિમ્પિક (Tokyo Olympic)ના ઇતિહાસમાં મેડલ જીતનાર પાચમો ખેલાડી બની ગયા છે. અત્યાર સુધી રેસલિંગમાં કોઇ પણ ખેલાડી ગોલ્ડ મેડલ નથી જીતી શક્યો. એક માત્ર અભિનવ બિન્દ્રા જ ભારતીય છે જેને ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તો આ પહેલા ભારતીય કુસ્તીબાજ દીપક પૂનિયા આજે ગુરુવારે બ્રોન્ઝ જીતવાથી ચૂકી ગયો હતો. 86 કિલોગ્રામ પ્લે-ઓફમાં છેલ્લી 10 સેકન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

બે હોકી ખેલાડીઓ  માટે પણ ઇનામી રકમની જાહેરાત

ઉલ્લેખનિય છે કે આજે ગુરૂવારે ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક (Tokyo Olympic) ગેમ્સની પુરુષ હોકી સ્પર્ધામાં ભાગ લેનાર ભારતીય ટીમમાં હરિયાણાના બે ખેલાડીઓ સામેલ હતા. સીએમ મનોહર લાલ ખટ્ટરે આ બંને ખેલાડીઓને પણ 2.5 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું હતુ કે, હરિયાણા સરકાર તરફથી ભારતીય પુરુષ હોકી ટીમમાં સામેલ હરિયાણાના બંને ખેલાડીઓને અઢી-અઢી કરોડ રૂપિયા  સાથે રમતગમત વિભાગમાં નોકરી અને પ્લોટ આપવાની જાહેરાત કરું છું.

41 વર્ષ પછી મેડલ જીત્યો

ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતની પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ એક ઐતિહાસિક જીત કહી શકાય, કારણ કે ૧૯૮૦ પછી એટલે કે ૪૧ વર્ષ પછી પહેલી વખત ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ૧૯૮૦માં રમાયેલી મેચ વખતે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જર્મનની પુરુષ હોકી ટીમને ભારતીય ટીમે (Indian Men’s Hockey Team) ૫-૪  થી હરાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં પીએમ મોદીએ જીત બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 

આ પણ વાંચો : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment