ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(jhansi ki rani) ઝાંસી રાજ્યની રાણી હતા. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશી વારાણસીમાં થયો હતો. અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ હતું. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ. પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી હતી.
તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયા હતા, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી(jhansi ki rani) બન્યાં હતા. તેઓ વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ (jhansi ki rani)રાખવામાં આવ્યું હતું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું હતું.સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી હતી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.
અંગ્રેજ સાથે રાજનીતિ
લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા.ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો.જેને લઇને અનેક વિવાદો સર્જાયા હતા. તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને અદાલતમાં મુકદમો દાખલ કર્યો હતો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો હતો.
અંગ્રેજી અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો હતો. અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ હતું.આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ હતું.પણ રાણી લક્ષ્મીબાઈએ (jhansi ki rani)કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
ઝાંસીનું યુદ્ધ
શહીદીનો તે સમય
તલવારે તેમના માથાને એક આંખ સાથે અલગ કરી દીધું અને રાણી શહીદ થઇ ગઇ. કહેવામાં આવે છે કે શરીર છોડતા પહેલા તેણે પોતાના સાથીઓને કહ્યું કે તેના શરીરને અંગ્રેજોનો હાથ પણ ન સ્પર્થવો જોઇએ. તેમના મૃતદેહને બાબા ગંગાદાસની શાળાના સાધુ, ઝાંસીના પઠાન સેના દ્વારા શાળામાં લાવવામાં આવ્યો અને ત્યાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. રાણીના શૌર્યને જોઇને ખૂદ હ્યુરોઝે પણ લક્ષ્મીબાઇને (jhansi ki rani) વખાણ કર્યા છે.કેનિંગનો રિપોર્ટ અને અન્ય સૂત્રો અનુસાર કહેવાય છે કે રાણીને યુદ્ધ સમયે ગોળી લાગી હતી. જે બાદ તે વિશ્વસનીય સૈનિકો સાથે ગ્વાલિયર શહેરના હાલના રામબાગથી નૌગજા રોડ પર આગળ વધી સ્વર્ણ રેખા નદી તરફ આગળ વધી.
નદીના કિનારે રાણીનો ઘોડો અટવાઇ ગયો. રાણીએ બીજી વખત પ્રયાસ કર્યો, પરંતુ ઘોડો અટવાઇ રહ્યો હતો. ગોળી લાગવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને તે બેભાન થવા લાગી હતી.રાણીના શરીર છોડવાની તારીખ પર એક મત જોવા મળતો નથી.ક્યાંક આ તારીખ 17 જૂન કહેવાય છે, તો ક્યાંક 18 જૂન.રાણી લક્ષ્મીબાઇ(jhansi ki rani) બલિદાન દિવસ મનાવવાનો ઉલ્લેખ 18 જૂને વધુ મળે છે. પરંતુ સત્ય તો એ છે કે તેમના બલિદાનના કદે તારીખને હંમેશા માટે નાની બનાવી દીધી હતી.