શકિતની ભકિતનાં નવલા નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે. ભાવનગરના સંઘેડા પર બનેલા દાંડીયાની આજે પણ દેશ-વિદેશમાં સારી એવી બોલબોલા જોવા મળી રહી છે. પ્રવર્તમાન કોરોનાની મહામારીનાં કારણે ભાવનગર સંઘેડીયા બજારમાં દાંડીયાની હજુ સુધી ખરીદી નજરે ન પડતા વેપારીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.,. ત્યારે શહેરની સંઘેડા બજારમાં દાંડીયાની ખરીદી માટે ગ્રાહકોની ભીડ હજુ સુધી નજરે નહિ પડતા અને બજારો દિવસ દરમિયાન સુની સુની જોવા મળી રહી હોય જેથી વેપારીઓ ચિંતામગ્ન બની ગયા છે.
ભાવનગરનાં સંઘેડીયા બજારના દાંડિયાની માંગ દેશ વિદેશમાં
નવરાત્રીની નજીક આવી પહોંચ્યા છે તેમ છતા ભાવનગરની સંઘેડીયા બજારમાં જોઈએ તેવી ઘરાગી જોવા મળતી નથી. આમ તો મુખ્યત્વે બ્રહ્મક્ષત્રિય સમાજ આ લાકડાની વસ્તુઓની બનાવટ સાથે વર્ષોથી જોડાયેલ છે. જેઓ વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો વ્યવસાય પરંપરાગત રીતે કરી રહ્યો છે. લાકડાની વસ્તુઓ સંઘેડા પર ચડાવીને બનાવાતી હોય છે. જેથી આ સ્થળ સંઘેડીયા બજાર તરીકે ઓળખાય છે. ખાસ તો ભાવનગરનાં સંઘેડીયા બજારમાં જ લાકડાની વસ્તુઓ મળે છે. ખાસ કરીને નવરાત્રિ માં ઝુમવા માટે ના દાંડીયા તો અહીનાં વર્ષોથી પ્રખ્યાત છે. લાકડાના દાંડીયા પર લાખનાં કલર થી ફેન્સી લુક આપવામાં આવે છે. આધુનિક યુગ મુજબ કાળક્રમે લાકડાની વસ્તુઓની માંગ ઓછી થતા અને આ ધંધા માં બ્રહ્મક્ષત્રિય શ્રમિકો અન્ય ધંધા તરફ વળી ચૂકયા છે. પરંતુ પરંપરાને વળગીને તેમના વડવાઓએ કરેલ ધંધાને વળગીને આ સમાજના અમુક લોકો આજે પણ આ વ્યવસાય કરી રહ્યા છે.
આ પણ વાંચો : નવરાત્રીમાં ગરબે રમવા જતા પહેલા જાણી લો આ નિયમો, ગૃહ મંત્રીએ કરી જાહેરાત
ભાવનગરની બજારો પણ સુની જોવા મળી
આધુનિક યુગમાં પણ લાકડાના દાંડીયાની માંગ યથાવત રહી છે. ખાસ તો વિદેશી લોકો ભાવનગર આવે ત્યારે આ બજારની મુલાકાત અવશ્ય લેતા હોય છે અને નવરાત્રિમાં ઝૂમવા દાંડીયાની ખરીદી કરે છે. નવરાત્રિનાં દશ બાર દિવસ અગાઉ આ બજાર ખરીદી કરતા લોકોથી ભરચક જોવા મળે છે. પરંતુ કોવિડ-૧૯ ની મહામારીના કારણે લોકોને ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. ત્યારે હજુ સુધી સંઘેડીયા બજાર માં લોકોની દાંડીયાની ખરીદી દેખાણી નથી. જેથી નાના-મોટા વેપારીઓમાં નારાજગી છવાઈ જવા પામી છે. એક તરફ ત્રણેક માસ જેટલા સમયગાળામાં લોકડાઉન દરમીયાન અનેક ધંધાર્થીઓને નુકશાન થવા પામ્યુ છે. ત્યારે આ કોવિડ-૧૯ નાં કારણે આ વર્ષે ભાવનગરની બજારો પણ સુની જોવા મળી રહી છે.
દાંડિયાને સાગનાં લાકડામાંથી બનાવવામાં આવતા
પરંતુ કોરોના મહામારી ને લઇ હવે પરિસ્થિતિ બદલાઈ છે. અત્યારનું યુવાધન રાસ-ગરબાને વધુ પ્રાધન્ય આપતું હોવાથી નવરાત્રી ઉત્સવમાં દાંડિયાની જગ્યા હવે પ્રાચીન-અર્વાચીન અને અન્ય સ્ટેપોએ લીધી છે. આથી હવે દાંડિયાનો યુગ આથમી રહ્યો છે. તેમ દાંડિયાની માગ એકદમ ઘટી ગઈ છે. લોકો હવે ખાલી દેખાવ અને શોખ માટે તેમજ નાના બાળકોના હઠાગ્રહ માટે જ દાંડિયા ખરીદે છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન વિવિધ જ્ઞાતિ-મંડળો દ્વારા દાંડિયારાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ દાંડિયા રમવાનું ચલણ ઓછુ જોવા મળે છે. જો કે, નવરાત્રીમાં દાંડિયારાસ રમવાની પરંપરા ગ્રામ્ય વિસ્તાર માં હજુ જળવાયેલી હોવાથી ગામડાઓમાં આજે પણ દાંડિયાની બોલબાલા આજે પણ અકબંધ જોવા મળે છે. વધુમાં પહેલાના સમયમાં દાંડિયાને સાગનાં લાકડામાંથી બનાવવામાં આવતા હતા. જે હવે બાવળનાં લાકડામાંથી બનાવાય છે. દાંડિયા તૈયાર થયા બાદ તેને લાલ, પીળો, લીલો અને ડબલ સેડનો કલર કરવામાં આવે છે. જે દાંડિયાની જોડ રૂ.૩૦ થી ૧૦૦ માં વેચવામાં આવે છે. વધુમાં દાંડિયાની માગ ઘટતા હવે વેપારીઓએ પણ દાંડિયા બનાવવાનું ઓછું કરી દીધું છે તેમ તેમણે ઉમર્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt