Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝStock Market: આફ્રિકન નવા કોરોના વેરિયન્ટની અસર, ભારતીય શેરબજાર ધડામ

Stock Market: આફ્રિકન નવા કોરોના વેરિયન્ટની અસર, ભારતીય શેરબજાર ધડામ

share bazaar
Share Now

કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ફરીથી આખી દુનિયા એલર્ટ થઈ ગઈ છે. ઘણાં દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા ત્યારે ફરી એક નવા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે. આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે અને ત્યાંની લેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે અત્યાર સુધીમાં 30 વખત સ્વરૂપ બદલી દીધું છે તેથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા, બ્રિટન-યુકે-ઈઝરાયલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ભારતે સાઉથ આફ્રિકાથી આવતા લોકો માટેના નિયમો કડક કર્યા છે.આ નવા લક્ષ્ણો વાળા કોરોનાને લઇને ભારતના શેરબજારમાં (Stock market) ભારે અસર જોવા મળી છે.

53 દેશોમાં એલર્ટ જાહેર કરાયું

કોરોનાના નવા વેરિયન્ટના કારણે આખી દુનિયા એલર્ટ થઈ ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, એક અંદાજ પ્રમાણે 53 દેશોમાં આગામી વસંત સુધીમાં કોરોના વાયરસની મહામારીના કારણે વધુ સાત લાખ લોકોના મોત થવાની શક્યતા છે. ભારતે પણ દરેક રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. ગુરુવારે WHO કોવિડના નવા વેરિયન્ટથી પ્રભાવિત દેશોથી આવતા લોકોના કડક સ્ક્રીનિંગ માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશથી ભારત આવતા દરેક લોકોના ફરજિયાત પણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે ઉપરાંત રેપિડ ટેસ્ટિંગ ઉપર પણ ભાર આપવામાં આવશે.

share bazaar

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂતોના આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ

આફ્રિકન નવા કોરોના વેરિયન્ટને લઇને સેન્સેક્સમાં મોટો ઘટાડો

શેરબજારની (Stock market)શરૂઆત પહેલા પ્રી-ઓપન સેશનમાં જ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બજાર ખુલ્યું ત્યારે તે 720 પોઈન્ટની આસપાસ ઘટીને 58,075.93 પોઈન્ટ પર ખુલ્યું હતું. જ્યારે ગુરુવારે સેન્સેક્સ ઉછાળા સાથે 58,795.09 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન શેરબજાર (Stock market)1500થી વધુ પોઈન્ટ તૂટીને 57,251.52 પોઈન્ટ પર પહોંચી ગયું હતું.સવારના ટ્રેડિંગમાં સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી માત્ર ડૉ. રેડ્ડીઝના શેર જ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે મારુતિ સુઝુકીના શેરમાં લગભગ 2.5%નો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જો કે, પાછળથી તે ઘટીને 3.7% થઈ ગયો અને તેનાથી પણ વધુ 3.92%નો ઘટાડો ટાઈટનના શેરમાં જોવા મળ્યો.અતિયાર સુધીમાં સેન્સેક્સ 1687 પોઈન્ટ તૂટ્યો અને 509 નિફ્ટી પોઈન્ટ તૂટ્યો હોવાની વાત સામે આવી રહી છે.

ભારતીય શેરબજારમાં(Stock market) ભયાનક ધોવાણ

સેન્સેક્સમાં 1687 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે.BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 57,107 પર બંધ છે.જેની સાથે નીફ્ટીમાં સૌથી મોટા ધોવાણથી અફડાતફડી જોવા મળી રહી છે.NSE ઈન્ડેક્સ નીફ્ટીમાં 509 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે.નીફ્ટી 17,026ની સપાટી પર રહ્યો બંધ રહ્યો હતો.જેની સાથે જ નવા કોવિડ વેરિઅન્ટથી માર્કેટમાં  ડર ફેલાયો જોવા મળી રહ્યો છે.વિદેશી રોકાણકારોએ અંધાધૂંધ વેચવામાં આવ્યા હતા શેર.તો  જેના કારણે ફાર્મા સિવાય તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.શેરની જો વાત કરવામાં આવે તો ઈન્ડસઈન્ડ બેન્ક 6.21 ટકા ઘટી 899.50 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.36 ટકા ઘટી 1110.80 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.35 ટકા વધી 4746.50 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.35 ટકા વધી 19255.00 પર બંધ રહ્યો હતો.

ઘટાડાના ત્રણ કારણ 

નવો કોવિડ વેરિયન્ટ
દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાઈરસનો નવો વેરિયન્ટ મળ્યો છે. જેમાં વેરિયન્ટ બહાર આવ્યા પછી ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે નિર્દેશ બહાર પાડ્યો છે કે ભારત આવતા તમામ ઈન્ટરનેશનલ મુસાફરોની સઘન કોરોના તપાસ કરવામાં આવે તેવી ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે.

 FII સેલિંગ
NSEની પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરએ ઘરેલુ સ્ટોક્સમાં 2300.65 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. આ વેચાણ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ખરીદીથી વધુ છે.જેને લઇને  વેચાણે રોકાણકારોના ઉત્સાહને પણ ઘટાડ્યો છે.

એશિયન માર્કેટમાં પણ ઘટાડાનું વલણ

એશિયાઈ બજારોમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કેઈ 225માં 2 ટકાથી વધુ નબળાઈ છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં 1 ટકાથી વધુ ઘટાડો છે. તાઈવાન વેટેડ, કોસ્પી અને શંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકાનાં બજાર ગુરુવારે બંધ  જોવા મળ્યા હતા, જોકે આગામી દિવસમાં આવનારા મોંઘવારી ડેટા પર સૌની નજર છે.તેની સાથે જ આજ સવારથી જ આફ્રિકન નવા કોરોના વેરિયન્ટની અસર, ભારતીય શેરબજાર ધડામ જોવા મળી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment