Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeસ્પોર્ટ્સભારતીય ટીમ પર હારનો ખતરો

ભારતીય ટીમ પર હારનો ખતરો

INDIAN WOMEN CRICKET TEAM
Share Now

ભારતીય મહિલા ટીમ ( Indian Women Team)હાલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે પેહલા બેટિંગ કરતા 396 રન ફટકાર્યા હતા. તેમાં કેપ્ટન હિથર નાઈટએ 95 રન બનવ્યા હતા, આ ઇનિંગમાં સોફિયાએ કેપ્ટનને સાથ આપ્યો હતો. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. દિપ્તીએ પણ 3 વિકેટ ઝડપી હતી. પણ ઇંગ્લેન્ડ દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારત પેહલી ઇનિંગમાં 231 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મ્રિતી મંદાના અને શેફાલી દ્વારા સારી શરૂઆત આપી હતી. સ્મ્રિતી મંદાનાએ 78 અને શેફાલીએ 96 રન ફટકાર્યા હતા.

167રનની ભારતની ઓપનિંગ પાર્ટનરશીપ

આટલી સારી શરૂઆત છતાં ભારત ફોલોઓનનો સામનો કરવો પડયો હતો. પ્રથમ ઇનિંગમાં ભારતની ઓપનિંગ પાર્ટનરશીપ 167ની રહી હતી. પરંતુ તે બાદ કોઈ પણ ખેલાડીએ રન બનાવ્યા નહતા. ભારતે માત્ર 64 રનમાં જ 10 વિકેટ ગુમાવી હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર સોફી એક્લેસ્ટને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં ભારતે પેહલી વિકેટ 29 રને જ ગુમાવી દીધી છે. અને તે બાદ શેફાલી અને દિપ્તીએ સારી પાર્ટનરશીપ કરી છે. શેફાલીએ માત્ર 68 બોલમાં 55 રન ફટકાર્યા છે. જયારે દીપ્તિ 18 રને રમી રહી છે.

હવે ભારતે બીજી ઇનિંગમાં સારો દેખાવ કરવો પડશે. તો જ ભારત હારથી બચશે. હજુ મેચમાં બે દિવસ બાકી છે. અને ભારત 82 રનથી પાછળ છે. ભારત હવે 82 રન બનાવીને ઇંગ્લેન્ડને વધારે રનનો ટાર્ગેટ આપવો પડશે. સાથે સાથે ભારતીય બોલરોએ શરૂઆતની વિકેટો ઝડપથી લેવી પડશે

 Indian Women Team

PC- TWITTER

ભારતે છેલ્લે 2014 ટેસ્ટ મેચ રમી

ભારત વિમેન્સ ક્રિકેટ( Indian Women Team) ટીમ સાત વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટ રમશે. ભારતે છેલ્લે 2014માં સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ સામે ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદ ભારત ટેસ્ટ મેચ રમી નથી.મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ સૌથી વધારે ટેસ્ટ મેચ રમી છે.બંને ખેલાડીએ 10-10 ટેસ્ટ મેચ રમી છે. બાકી 6 ખેલાડી માત્ર 1 જ ટેસ્ટ મેચ રમી છે. ભારતીય ટીમ નો મદાર મિતાલી અને ગોસ્વામી પર વધારે છે. ભારતીય ટીમની T-20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ ટેસ્ટ મેચ રમવાની છે. કૌરએ મેચોમાં સારો દેખાવ કરીને ભારતને જીત અપાવી છે. અને આ ટેસ્ટ મેચમાં પણ તેણે સારો દેખાવ કરવો પડશે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો તેમાં ભારતની સામે ઇંગ્લેન્ડનું પલડું ભારે જણાઈ રહ્યું છે. ભારત પાસે માત્ર 30 ટેસ્ટ મેચ રમી છે. જયારે ઇંગ્લેન્ડ 47 ટેસ્ટ મેચ રમી છે. જોક ભારત અને ઇંગ્લેન્ડ પેહલા પણ રમી ચૂક્યું છે.

આ પણ વાંચો:અલવિદા ફ્લાઈંગ શીખ

ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી વન ડે અને T-20 ક્રિકેટ રમી રહી છે. અને ભારતીય ટીમેં તેમાં સારો દેખાવ કર્યો છે. ટીમ 2020ના T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પોહચી હતી અને તેમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો. તે બાદ ભારત કોઈ સિરીઝ રમી નથી. છેલ્લા 15 મહિનામાં ભારતીય ટીમને કઈ ખાસ રમવાની તક મડી નથી.ભારત છેલ્લી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે

No comments

leave a comment