Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeકહાનીછેલ્લા 100 વર્ષથી ગામની વસ્તીમાં નથી થયો વધારો , કુટુંબ નિયોજનની મિસાલ એક ગામ!

છેલ્લા 100 વર્ષથી ગામની વસ્તીમાં નથી થયો વધારો , કુટુંબ નિયોજનની મિસાલ એક ગામ!

dhanera
Share Now

વિશ્વમાં વધતી વસ્તી સૌથી મોટી સમસ્યા છે…તેમાં પણ ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો દેશ છે…ત્યારે દેશનું એક એવું ગામ જ્યાં 1922થી અત્યાર સુધી વસ્તી વધારો સ્થિર છે..મતલબ છેલ્લા 97 વર્ષથી ગામની વસ્તીની સંખ્યામાં કોઈ જ વધારો નથી થયો…ગામમાં વસ્તી ક્યારેય વધતી નથી.,.અને તેનું મુખ્યકારણ છે .ગામના તમામ પરિવાર દેશહિતને ધ્યાનમાં રાખી પરિવાર નિયોજન અપનાવ્યું છે..દિકરીઓની આશા રાખતા લોકો માટે પણ આ ગામ એક મિશાલ છે…કેમકે ગામમાં કેટલાય એવા પરિવાર છે જેમને માત્ર બે દિકરીઓ જ છે..તેમ છતાં પરિવાર નિયોજન અપનાવી લીધું હતું.એક  એવું ગામ અથવા તો એક શહેરની પોતાની એક ખાસિયત  ધરાવે છે…પરંતુ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના ધનોરા ગામ પોતાની ખાસ વિશેષતાના કારણે દેશ માટે એક મિશાલ બન્યું છે. 97 વર્ષમાં ગામની વસ્તી સંખ્યા ક્યારેય 1700થી આગળ નથી વધી…શુ છે તેની પાછળની રોચક કથા

શું છે તેની પાછળ  રોચક કહાની

વર્ષ 1922માં ધનોરા ગામમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું…જેમાં કસ્તુરબા ગાંધી હાજર રહ્યા હતા..તે સમયે કસ્તુરબા ગાંધીએ ગામને સુખી રહેવા માટે નારો આપ્યો…કસ્તુરબા ગાંધીની વાત ગામ લોકોએ પથ્થરની લકીર માની લીધી…અને ગામના તમામ લોકોએ પરિવાર નિયોજનની પ્રથા શરુ કરી હતી.વર્ષ 1922 પછી ધનોરા ગામના લોકોમાં પરિવાર નિયોજનને લઈ જબરદસ્ત જાગૃતિ આવી હતી…લગભગ તમામ પરિવારોએ એક અથવા બે બાળકોનો નિર્ણય કરી લીધો…અને ધીરેધીરે ગામની વસ્તી સ્થિર થવા લાગી હતી…પુત્રની આશાએ પરિવાર વધારવાના કુરિવાજને પણ આ ગામે અલિવાદ કર્યો…એક થવા તો બે દિકરીઓના જન્મ બાદ પણ પરિવાર નિયોજન અપનાવી લીધું હતું…ગામમાં એવા અનેક પરિવાર છે…જેમને માત્ર બે દિકરીઓ જ છે…અને તેઓ ઘણા ખુશ છે કે તેઓએ દેશહિત માટે યોગદાન આપ્યું હતું.દિકરી હોય કે પછી દિકરી પરંતુ બે બાળકો બાદ પરિવાર નિયોજનથી અહી નસબંધીનો આંકડો પણ અન્ય ગામડાઓથી ઘણો વધારે છે..દિકરા-દિકરીનો ભેદભાવ માનસિક્તા ધનોરા ગામમાં ક્યાંય જોવા નથી મળતી.ધનોરા ગામના( village) આસપાસના અનેક એવા ગામ છે જેમનો વસ્તી વધારો 50 વર્ષ પહેલા ધનોરા ગામથી અડધી હતી..પરંતુ આજે આ ગામડાઓમાં 4થી પાંચ ટકાનો વસ્તી વધારો છે, પરંતુ ધનોરા ગામનીવસ્તી આજે પણ માત્ર 1700થી ઓછી છે…ગામમાં આરોગ્ય વિભાગના કાર્યકરનું કહેવું છે કે તેઓએ ક્યારેય ગામ લોકોને પરિવાર નિયોજન માટે નથી કહેવું પડ્યું

dhanera

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

ધનોરા ગામ ( village) નિયોજન માટે ખુદ એક બ્રાન્ડ એમ્બેસેડર

ભારત અને વિશ્વ સામે ધનોરા ગામ પરિવાર નિયોજનની એક મિશાલ છે..તેમ છતાં આ ગામને વસ્તી નિયંત્રણ માટે એક પણ સન્માન અથવા તો એવોર્ડ અત્યાર સુધી નથી અપાયો..જો કે પ્રશાસન ખુદ આ ગામને દેશ માટે પ્રેરણા સ્ત્રોત માને છે..જે લોકો એમ કહે છે ગ્રામિણ વિસ્તારમાં જનસંખ્યા નિયંત્રણ અને દિકરીઓના જન્મને લઈ જાગૃતિની કમી હોય છે…તે લોકોએ એક વખત ધનોરા ગામની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ…અને અહીના લોકો સાથે મુલાકાત કરી પરિવાર નિયોજન સમજવું જોઈએ…સરકાર કોઈ જાહેરાત કરે કે ના કરે…પરંતુ ધનોરા ગામ પરિવાર નિયોજન માટે ખુદ એક બ્રાન્ડ એમ્બેસેડર છે..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment