Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeનેચર & વાઈલ્ડ લાઈફગાંડી ગીરના સિંહ વિશ્વમાં થશે પ્રખ્યાત

ગાંડી ગીરના સિંહ વિશ્વમાં થશે પ્રખ્યાત

Lions of Gir
Share Now

ગીરના સિંહો હવે જોવા મળશે વિદેશમાં

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહો હવે વિદેશમાં પણ જોવા મળશે. કેમ કે હવે સિંહોને અલગ અલગ રાજ્ય અને વિદેશમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ કેવડીયાના વિકાસ માટે અલગ-અલગ રાજ્યોમાંથી અલગ-અલગ પ્રાણીઓને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી 40 સિંહોને આપવામાં આવશે.

Lions of Gir

જુનાગઢ એશિયાનું એકમાત્ર બ્રીડીંગ સેન્ટર

જુનાગઢ એશિયાટીક સિંહોનું એકમાત્ર બ્રિડિંગ સેન્ટર છે જેમાં અત્યાર સુધીમાં 400 થી પણ વધારે સિંહબાળનો જન્મ થયો છે અને તેમાં અલગ-અલગ રાજ્યો અને દેશોમાં સિંહ આપીને તેની સામે અલગ-અલગ પ્રાણીઓ સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. હાલ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 71 જેટલા સિંહ છે જેમાં 24 નર 35 માદા છે. ચાલુ વર્ષે 14 જેટલા સિંહ બાળનો જન્મ પણ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં થયો છે. સક્કરબાગ ઝૂમાંથી અત્યાર સુધીમાં મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ દિલ્હી તેલંગાણા આંધ્રપ્રદેશ કેરળ ઝારખંડ ઓરિસ્સા કર્ણાટક જેવા રાજ્યોમાં સિંહોને મોકલવામાં આવ્યા છે ઉપરાંત અન્ય પાંચ જેટલા દેશોમાં પણ એશિયાટીક સિંહો અને આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત મોકલવામાં આવ્યા છે.

Lions of Gir

જુઓ વિડીયો : ગીરના સિંહ વિશ્વમાં થશે પ્રખ્યાત


સિંહોના બદલે વિદેશમાંથી અન્ય પ્રાણી-પંખીઓ લવાશે

એશિયાટીક સિહો આપવાના બદલે હરણ, બાયસન, ગેંડા, હિપો જેવા પ્રાણીઓ અને વિદેશી પક્ષીઓને અહી લાવવામાં આવ્યા છે ત્યારે આ આદાન-પ્રદાનમાં 40 જેટલા સિંહો આપવા સામે સિંહ પ્રેમીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને જંગલનો રાજા ગણાતા સિંહની સામે તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓને લાવવામાં આવે ત્યારે આ સિંહની ગરિમા પણ ક્યાંક ઓછી થતી હોય તેવું સિંહ પ્રેમીઓ માની રહ્યા છે અને જો આવું જ કરવું હોય તો સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડી લેવાની જે વાત ચાલી રહી છે તેને પણ મંજૂરી આપી દેવી જોઈએ. તેવી સિંહ પ્રેમીઓ કહી રહ્યા છે.

Lions of Gir

સિંહ પ્રેમીઓમાં નારાજગી

એશિયાટિક સિંહ એક માત્ર જુનાગઢના જંગલમાં વસે છે જે આપણી સંસ્કૃતિ છે. તેનો સારી રીતે ઉછેર કરવો અને તેની જાળવણી કરવી આપણી ફરજ છે. પરંતુ આપણા દેશમાં નવા પશુ-પક્ષીઓ આવે, તેને લોકો જાણે તે માટે દરેક પ્રકારના જીવો અહી હોય તે પણ ખુબ જરૂરી છે. ત્યારે દેશો-દેશો વચ્ચે આવી લેતી-દેતી ચાલતી હોય છે. ત્યારે આપણી ધરોહર સમાં સાવજોને વિદેશમાં મોકલવામાં આવતા સિંહ પ્રેમીઓ નારાજ જોવા મળી રહ્યા છે.

Lions of Gir

gujarati webduniya

જુઓ આ વિડીયો : “ઝૂ” માં સિંહનું સંવર્ધન

જાણો સિંહ વિષે વાત

એશિયાઇ સિંહ બિલાડી વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. એશિયાટિક સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાત આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે. સિંહ સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. આજ કારણ છે કે ભેજ વાળા વાતાવરણમાં સિંહો માનવ વસ્તી તરફ વધુ જોવા મળતા હોય છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ 23 વર્ષ છે. પુખ્ત વયના સિંહનું વજન 190 કિલોગ્રામ અને તેમની લંબાઈ 180- 205 સેન્ટિમીટર સુધી હોય શકે છે, જયારે સિંહણનું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160- 185 સેન્ટિમીટર સુધી હોય શકે છે. તેનું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી દોડી શકે છે. ઘણી પ્રાચીન સભ્યતાઓના અવશેષોમાં સિંહના ચિત્રો મળી આવ્યા હોવાને કારણે એવું પણ માનવામાં આવે છે કે સિંહોની આ જાતિ હજારો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment