Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝકોરોનાને માત આપી

કોરોનાને માત આપી

upleta corona warrior
Share Now

ઉપલેટાના એક એવા વ્યક્તિ કે જેને કોરોના એવી રીતે માત અપી છે કે સૌ કોઈએ તેમની પ્રેરણા લેવી જોઈએ.

પહેલું સુખ તે જાતે નર્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં રહેતા એક વ્યક્તિ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી ને કેવી રીતે માત આપી જે વાત સાંભળીને સૌ કોઈએ તેમની પ્રેરણા લેવી જોઈએ એવી ઘટના સામે આવી છે. ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના નારણભાઈ બારૈયા કે જેઓ થોડા દિવસ પહેલા કોરોના વાયરાની ઝપેટમાં આવ્યા હતા,ત્યારે તેમની હાલત ખુબ જ નાજુક થઈ ગઈ હતી અને ડૉકટરોએ પણ રજા આપી દીધી હતી. સારવાર દરમિયાન પોતાની માનસિક સ્થિતિને કાબુમાં રાખી હિંમત દાખવી અને આ દર્દીએ સારવાર ઘરે લેવાનું નક્કી કરી અને હિંમત સાવચેતી અને સતર્કતા રાખવી અને અતિ નાજુક સ્થિતિમાંથી પણ સંપૂર્ણ સ્થિતિ તરફ જાતે પહોંચી ગયા છે.

વેપારીઓનો અવાજ સરકારની સામે : અધકચરું લોકડાઉન ના ચાલે !

આ દર્દીનું કહેવું છે કે હોસ્પિટલની અંદર તેમને સારવાર લેવાને બદલે ઘરે જે થાય અને જેવું કુદરતે ધાર્યું હશે તેવું થશે એમ સમજીને ઘરે આવી ઘરે સારવાર ચાલુ કરી પરિવાર અને પોતે હિંમત દાખવી મન મક્કમ કરી અને આજે ગંભીર અને નાજુક પરિસ્થિતીમાંથી કોરોના ને મહાત આપી ઘરે સાજા થઈ ગયા છે.

poster of corona warriors

આ ઘટના માટે સૌ કોઈને પ્રેરણા લેવી જોઈએ ત્યારે. ત્યાંના પુર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયાએ પણ આશ્વાશન આપ્યું હતું અને સાથે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડિયા પણ શુભેચ્છા રૂપી આશીર્વાદ આપ્યા હતા. અને મુખ્ય વાત એ કે કોરોનાથી સાજા થયેલા દર્દી નારણભાઈ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અનુભવ કહ્યા હતા.

pravinbhai ex MLA

pravinbhai Ex MLA

ત્યારે  પ્રવીણભાઈ માકડિયા (પૂર્વ ધારાસભ્ય) શું કહી રહ્યા છે…કહેવાય છે કે કોઈ પણ બીમારી કે તકલીફમાં માત્ર દવાથી જ સાચો થવાય છે એવું જરૂરી નથી દર્દીને પણ પોતે હિંમત રાખવી જોઈએ અને બિમારીથી અને તકલીફથી જાતે હિંમત દાખવી અને બિમારી સામે લડી અને બીમારીને હરાવી સ્વસ્થ થવા માટેની હિંમત જોઈએ ત્યારે આવી કોરોના મહામારી ને પણ હિંમત દાખવી અને આજે અડીખમ ઉભા છે.

president upleta panchayat

vinodbhai president of upleta panchayat

ત્યારે વિનોદભાઈ ચંદ્રવાડીયા (પ્રમુખ, ઉપલેટા તાલુકા પંચાયત) શું કહી રહ્યા છે. હાલ વૈશ્વિક મહામારી કોરોના ને કારણે સૌ કોઈ લોકો હિંમત હારી જતા હોય છે અને કોરોના મહામારી નિયા જંગને પણ હારી જતા હોય છે ત્યારે આવા હિંમત દાખવનાર લોકોને કારણે ઘણા લોકો આજે પણ બચી જાય છે તેમના એક ઉત્તમ ઉદાહરણ દેખાઈ રહ્યું છે અને લોકોએ પણ કોરોના મહામારી સામે લડવા ની હિંમત દાખવવી જોઈએ જેથી કરીને આ મહામારી ની સામે પણ જીત મેળવી અને સાજા થઇ સ્વસ્થ થઇ શકાય છે.

corona patient

narayanbhai corona patient

ત્યારે નારણભાઈ બારૈયા (કોરોનાથી સાજા થયેલ દર્દી)
આ સાથે સૌ કોઈ લોકોને પણ તેમણે અપીલ કરી છે કે કોરોના મહામારી સામે ડરવાની જરૂર નથી બસ જરૂર છે તો સાવચેત રહેવાની અને હિંમત દાખવવાની જો કોરોના દર્દી હકારાત્મક વિચાર અપનાવી હિંમત દાખલ છે અને મારી સામે જેટલી વધારે કાળજી રાખશે અને સતર્કતા રાખશે જેટલું જલ્દી કોરોના સામે જંગ જીતી શકશે અને દેશ અને દુનિયામાં પણ કોરોના સામેની જંગમાં સહભાગી બની મહામારીને ખતમ કરવા માટે ભાગીદાર બનશે.

આ વાત પરથી આપણને એ જાણવા મળે કે, કોઈ પણ મહાન રોગ આવે ત્યારે હિંમત ન હારવી જોઈએ અને મનથી ખુબ મજબુત રેહવું જોઈએ. જેના કારણે આપણા મનની શક્તિ જ રોગને ૮૦% જેટલો કાબુમાં રાખશે. રોગની સૌથી મોટી દવા આપણા મગજ પરથી મળી શકે છે. જેટલા આપણે મગજથી મજબુત હોય એટલા રોગમાંથી જલ્દીથી બહાર નીકળી શકીયે.ત્યારે આ ઘટના મુજબ કહી શકાય કે, કોરોના વાયરસની ગમે એટલી દવા કરી લ્યો, અઢળક પૈસા ખર્ચો પરંતુ જો તમે પોતે પ્રબળના હોય તો, મોંઘી દાટ દવાઓ પણ કઈ કામમાં આવતી નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment