આફ્રિકાના આકાશનું રાજા. જેને The martial eagle કહેવામાં આવે છે. The martial eagle પૂરા આફ્રીકા ખંડનું સૌથી મોટું ઈગલ છે. The martial eagle મૂળનિવાસી ગરૂડ છે. બુટેડ ઈગલની પ્રજાતિમાં આવનારું આ ઈગલ ઉપસહારાના આકાશમાં જ્યારે મંડરાય છે ત્યારે બીજા જીવો પર મોત મંડરાય છે.
આ Polemaetus જીનસનું એકમાત્ર સભ્ય છે. બુટેડ ઈગલનું સૌથી મોટું અને સૌથી વધુ શક્તિશાળી ઈગલ. The martial eagle એક તકવાદી શિકારી છે. જે સ્તનધારીઓ, પક્ષીઓ અને સરીસૃપોને તેનો શિકાર બનાવે છે.
અવિશ્વસનીય શિકારનું કૌશલ્ય
આ ગરૂડની શિકાર કરવાની તકનિક સૌથી અલગ છે. આ ઈગલ ઉડતા-ઉડતા જ પોતાના શિકારને પકડે છે. The martial eagle પોતાની શાનદાર ઉડાન માટે જાણીતું છે.
The martial eagle આફ્રીકામાં આસાનીથી જોવા મળે છે. જે જગ્યા પર વધુ શિકાર હોય એવી જગ્યા પર આસાનીથી આ ગરૂડને જોઈ શકાય છે. માર્શલ ઈગલ શિકારમાં ફેંકોલિન,કોરી બસ્ટર્ડ, હરણ,વાનર, ઘરેલું બકરી સાથે સાપ અને ગરોળી સામેલ છે. 16થી 30 વર્ષ સુધી જીવિત રહેતા આ ગરૂડને તેની તેજી માટે ઓળખવામાં આવે છે.
ફેબ્રુઆરી અને નવેમ્બરમાં દક્ષિણ, મધ્ય અને પૂર્વ આફ્રીકામાં મેટિંગ કરે છે. મેટિંગ બાદ માદા માળામાં એક ઈંડુ મુકે છે. જેમાંથી 45થી લઈ 53 દિવસો સુધી બચ્ચું બહાર આવે છે. આ બચ્ચું 9થી 15 મહીનામાં સ્વતંત્ર થઈ જાય છે. અને ખુદ જ શિકાર કરવા લાગે છે.
આ પ્રજાતિમાં વિવિધ કારણોસર કેટલીક સદીઓથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. માર્શલ ઈગલએ વિશ્વની સૌથી સતાવેલા પક્ષીઓની પ્રજાતિઓમાંની એક છે. બકરી અને અન્ય પાલતુ પ્રાણીઓના શિકારને કારણે, ખેડૂતો અને અન્ય લોકો આ અદ્ભુત શિકારીને મારી નાખે છે.
આ પણ વાંચો : વાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ
ઘણા લોકો આફ્રિકામાં The martial eagleને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં, The martial eagle ને IUCN દ્વારા જોખમમાં મુકાયેલી સ્થિતિ સાથે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
જો કે આ અવિશ્વસનીય શિકારી પક્ષીને બચાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. પરંતુ The martial eagleની માનવ વસ્તીમાંથી ખોરાક શોધવાની આદત નષ્ટતાને આરે લાવીને મુકે છે. અદભુત શિકારી પક્ષીની વસ્તી હાલમાં માનવોને કારણે જોખમમાં મુકાઈ છે.
આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4