Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝસુરતના મેયર 10 વર્ષીય કેનવિશાનું સ્વપ્ન કરાવશે પૂર્ણ

સુરતના મેયર 10 વર્ષીય કેનવિશાનું સ્વપ્ન કરાવશે પૂર્ણ

Share Now

સુરતના મેયર(Mayor) હેમાલિબેન બોઘાવાળાનું એક પ્રશન્સનીય કાર્ય સામે આવ્યું છે.જેમાં એમને એક એવી અનાથ બાળકીને દત્તક લીધી છે,જેની માતા કોરોનામાં અને પિતા કેન્સરમાં મૃત્યુ પામ્યા છે.આજે એ બાળકી તેના નાના નાની સાથે રહે છે.આ બાળકીનો તમામ ખર્ચ અને ભણતરની જવાબદારી હેમાલિબેને દત્તક લઈ પોતાને માથે ઉઠાવી છે.

hemali boghawala

10 વર્ષની બાળકીની વાતો સાંભળી મેયર ભાવુક થઈ ગયા

સુરત મહાનગર પાલિકા દ્વારા કતરગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શહેરના મેયર(Mayor) હેમાલીબેન બોઘાવાળા અને મનપાના શાસકો સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લેવા કતારગામ વિસ્તારમાં પોહચ્યા હતા.જ્યાં બાળકો સાથે ભોજન કાર્યક્રમ હતો.જ્યાં સુરતના મેયર(Mayor) હેમાલી બેન બોઘાવલાની 10 વર્ષની કેનવિશા નામની બાળકી બેઠી હતી.આ બાળકી અન્ય બાળકીઓ કરતા બોલવામાં ખૂબ ચપળ અને હોશિયાર હતી.મેયર(Mayor) મેડમ દ્વારા આ બાળકી સાથે અનેક વાતચિત કરવામાં આવી.જે સાંભળી મેયરનું દિલ ભરાય આવ્યું હતું. બાળકીની સ્પષ્ટ અને ધારદાર વાતો સાંભળી મેયરે(Mayor) દત્તક લઈ લેવાનો નિર્ણય બનાવી લીધો.

આ પણ વાંચો : જમ્મુમાં પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં બાળકીનું મનોબળ અડગ

સુરતના મેયર(Mayor) હેમાલીબેન બોધાવાલા બાળકી સાથે વાત કરતા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે 10 વર્ષીય કેનવિશાના માથેથી માતા પિતા બંનેનો આશરો છીનવાઈ ગયો છે.છતાં આ બાળકી પોતાની હિંમત હારી નથી.હેમાલીબેનને બાળકીએ વાતચીતમાં જણાવ્યું કે તેણીને મોટી થઈ કલેકટર બનવાની ઈચ્છા છે.મેયરે વધુમાં તેની માહિતી પૂછતાં ખબર પડી કે કેનવિશાના પિતા દિનેશ ભાઈ પરમાર 3 વર્ષ પહેલાં કેન્સરમાં અને માતા નૂપુરબેન ગત વર્ષે કોરોનામાં મૃત્યુ પામતા બાળકી અનાથ થઈ ગઈ હતી.ત્યાર બાદથી આ બાળકી તેના નાના નાની સાથે રહે છે.

mayor

પિતાનું સપનું પૂરું કરવા બાળકીની કલેક્ટર બનવાઈ છે ઈચ્છા

બાળકીની વાત સાંભળી શહેરના મેયરનું દિલ અને આંખ ભરાઈ આવી હતી.ભોજન લેતી વેળાએ કરુંણ દ્રશ્ય સર્જાય ચૂક્યું હતું.કરણ કે બાળકી જે રીતે જવાબ આપતી હતી તે જોઈ સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા.જી હા બાળકીના સ્વપ્ન મેયર કરતા પણ ઉંચા જોવા મળ્યા હતા.બાળકીની વાતો સાંભળી હળવા અને રમૂજ કરાવવા હેમાલિબેને પૂછ્યું મને તું ઓળખે છે.ત્યારે દીકરીએ સ્પષ્ટ અને નિખાલસ પણે ના પાડી દીધી હતી.હું મેયર છું તું મેયર(Mayor) બનશે ત્યારે 10 વર્ષની દીકરીનો જવાબ સાંભળી સૌ કોઈ સ્થબ્ધ રહી ગયા.બાળકીએ કહ્યું મારે મેયર નથી બનવું, મારે કલેક્ટર બનવું છે.મારા પિતાની ઈચ્છા હતી હું કલેક્ટર બનું.આજે તે નથી મારી સાથે પણ હું તેમની ઈચ્છા પૂર્ણ કરીશ..

બાળકીની ઈચ્છા પૂરી કરવા મેયરે દીકરીને લીધી દત્તક

10 વર્ષની કેનવિશા સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી ગુરુકુલ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે.માતાપિતાનો આશરો છીનવાઈ જતા તે આજે તેના નાના નાની સાથે રહે છે.નાના નાની પોતાની પૌત્રીનો ખર્ચો ઉઠાવી રહયા છે.ત્યારે 10 વર્ષની દીકરીની ઉજ્જવળ કારકિર્દી બની રહે, તેનું સ્વાસ્થ્ય ,અને ભણતર વ્યવસ્થિત થઈ રહે માટે આ બાળકીને મેયરે તુરંત જ દત્તક લેવાના વિચાર કરી નિર્ણય કરી લીધો હતો.

મેયર બાળકીના દત્તક પાછળ પાલિકામાંથી એક પણ રૂપિયો વાપરશે નહીં.

આજે સમાજમાં કેનવીશા જેવા અનેક બાળકો કોરોના કાળમાં પોતાના માતા કે પિતા ગુમાવી ચૂક્યા છે.જરૂર છે તેમને માટે માનવતા ભર્યા સાથ-સહકારની. હાલ સુરતના મેયર(Mayor) હિમાલી બોઘાવલાએ કેનવિશાની આરોગ્યલક્ષી અને અભ્યાસને લગતી તમામ આર્થિક જવાબદારી પોતે પોતાના ખર્ચે સંભાળવાનું બીડું ઝડપ્યું છે.જેમાં પાલિકાનો એક પણ રૂપિયાનો વપરાશ થશે નહીં. આ સાથે તેમણે કેનવિશાની કલેકટર બનવાની એક સ્વપ્નની ઉડાનને શિખરે પહોંચાડવા એક સારો પ્રયાસ હાથ ધર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment