Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeકહાનીદ્વાપર યુગનો ચમત્કારિક વડ….જેને આવે છે માત્ર ત્રણ પતા .કર્ણ અને કૃષ્ણ સાથે જોડાયેલો છે ઇતિહાસ!

દ્વાપર યુગનો ચમત્કારિક વડ….જેને આવે છે માત્ર ત્રણ પતા .કર્ણ અને કૃષ્ણ સાથે જોડાયેલો છે ઇતિહાસ!

vad
Share Now

સુરત જેને ગુજરાતની(gujrat) ઔદ્યોગિક રાજધાની પણ કહેવાય છે..વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલી સુરત નગરી એક ઐતિહાસિક કહાનીની સાક્ષી છે..આ કહાની છે દ્વાપર યુગની..અને અહી આવેલા આ ચમત્કારીક તીન પત્તી વડનીજે દ્વાપર યુગથી આજ સુધી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો છે…આ વડ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે…અને તેની કહાની દાનવીર કર્ણ સાથે જોડાયેલી છે..તેમને લાગશે કે આ કોઈ વિશાળકાય વડ હશે…પરંતુ હકિકત કાંઈક અલગ જ છે…દ્વાપર યુગથી આ વડ આટલો નાનો કેવી રીતે હોઈ શકે…અને માત્ર ત્રણ પાન શા માટે? તેમને જાણીને નવાઈ લાગશે કે તાપી નદી કિનારે આવેલી અશ્વીનીકુમાર નામના સ્થળ પર વડને માત્ર ત્રણ જ પાન આવે છે..અને જ્યારે ચૌથા પાનની કુંપળ ફૂટે તો એક પાન ખરી પડે છે.તાપી પુરાણમાં પણ આ તીન પત્તીવડનો ઉલ્લેખ છે….

શું છે આ વડ પાછળનો ઇતિહાસ (history)

મહાભારતનો યૌદ્ધા અને દાનવીર તરીકે ઓળખાતા કર્ણ સાથે જોડાયું છે આ તીન પત્તી વડનું રહસ્ય….મહાભારતમાં કૃષ્ણ અને પાંડવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.કર્ણ કૌરવોના પક્ષમાં યુદ્ધ લડ્યા હતા…પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી યુદ્ધ લડી રહેલા અર્જૂને આખરે કર્ણનો વધ કર્યો..અંતિમ સમયે કર્ણએ ભગવાન શ્રી કૃષ્ણ સામે એક ઈચ્છા વ્યક્ત કરી..કર્ણની ઈચ્છા હતી કે તે કુવારી માતાનો પુત્ર હોવાથી તેને અંતિમવિધી પણ કુવારી ધરતી પર કરવામાં આવે..પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ આ કુવારી ધરતની શોધમાં નિકળ્યા હતા..પરંતુ તેમને ક્યાં આ પવિત્ર સ્થળ ના મળ્યું..ચારધામની યાત્રા બાદ તેઓ સુરત તાપી કિનારે પહોંચ્યા..આખરે સુરત તાપી નદી કિનારે આવેલા આ અશ્વિનીકુમાર નામના સ્થળ પર માત્ર એક સૌય જેટલી જમીન મળી..જમીન મળ્યા બાદ પણ કર્ણ ઈચ્છા વ્યક્ત કરી કે વર્ષો બાદ લોકો તેને કેવીરીતે ઓળખશે..ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વરદાન આપ્યું કે આ જગ્યા પર એક વડ ઉગશે…જેને માત્ર ત્રણ પત્તા જ આવશે..અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક હશે

vadઆ પણ વાંચો :મૂછાળા ભગવાન શ્રી રામ જેની સાથે જોડાયો છે આઝાદીનો ઈતિહાસ

જગ્યાએ એક અનોખો સંયોગ

આ જગ્યાએ એક અનોખો સંયોગ પણ રચાયો છે…અશ્વિની અને કુમાર બંને સૂર્યુ પુત્ર હોવાથી કર્ણના ભાઈ હતા..જ્યારે તાપી પણ સૂર્ય પુત્રી હોવાથી કર્ણની બહેન હતી…કર્ણને પણ ત્યાંજ અંતિમવિધી માટે જગ્યા મળી હતી…મહાભારતના આટલા વર્ષો બાદ પણ આ વડની ઉંચાઈમાં વધારો થયો નથી..ના તેને ક્યારેય ચોથું પાન જોવા મળ્યું છે..આજે પણ તેને માત્ર ત્રણ પાન જ આવે છે..તાપી નદી કિનારે આવેલી આ પવિત્ર જગ્યા કળિયુગમાં આસ્થાનું કેન્દ્ર બની છે…આજે પણ અનેક શ્રદ્ધાળુ અહી આવે છે..જ્યાં તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.અહી અને ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકો સંશોધન માટે આવે છે…માત્ર ત્રણ પાન આવવા તે વૈજ્ઞાનિક રીતે શક્ય નથી…પરંતુ તેની પાછળ એક દિવ્ય રહસ્ય છુપાયું છે..જ્યાં આજે પણ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment