Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ‘‘ થકી ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્‍વમાં ગુજરાતનો ડંકો વગાડશે

‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ‘‘ થકી ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્‍વમાં ગુજરાતનો ડંકો વગાડશે

gujarat competition
Share Now

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી રાજકોટ જિલ્લા સંચાલિત “મોબાઈલ ટું સ્પોર્ટસ” અંતર્ગત રાજ્યકક્ષાની વાદન સ્પર્ધા-હાર્મોનિયમ હળવું સ્પર્ધાનું આયોજન હેમુગઢવી નાટ્યગૃહ ખાતે કરાયું હતું. જેનું દિપપ્રાગટ્ય વડે શ્રી જીજ્ઞેશભાઈ ટીલાવત, સંગીતકાર શ્રી રાજુભાઇ ત્રિવેદી અને શ્રી રવિભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ‘‘ કાર્યક્રમનો પ્રારંભ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવ્‍યો

mobile to sports આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ધર્મરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમય દરમિયાન પણ ગુજરાતનાં સાંકૃતિક વારસાનું જતન કરવાના ઉદે્યને પરિપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી મોબાઈલના માધ્યમથી કલાત્‍મક વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ‘‘ કાર્યક્રમનો પ્રારંભ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવ્‍યો છે. ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ‘‘ કાર્યક્રમ થકી કોરોના મહામારીના સમય દરમિયાન પણ કલાકારો પોતાની કલાને ઉજાગર કરવા પુરતી પ્રેક્ટીસ કરી શક્યા છે. ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્‍વમાં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પણ જુઓ : ફોન કરો, ફરિયાદ નોંધાવો

mobile to sports રાજયકક્ષાના આ “મોબાઈલ ટું સ્પોર્ટસ” કાર્યક્રમ અંતર્ગત વાદન સ્પર્ધા-હાર્મોનિયમ હળવું સ્પર્ધામાં સર્વ પ્રથમ દરેક જિલ્લામાં અલગ અલગ વય જુથ મુજબ ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૦ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા થનાર વાદક કલાકારોએ ઓનલાઈન એન્ટ્રી કરાવી હતી. આ કલાકારોની ઓનલાઈન સ્પર્ધા ૨૨-૦૯-૨૦૨૧ ના રોજ યોજાઈ હતી. જેમાં નિર્ણાયકો દ્વારા દરેક વય જુથમાં શ્રેષ્ઠ ૧૦ કૃતિઓ એમ કુલ ૪૦ વાદનકૃતિઓ પસંદ કરવામાં આવી હતી. આ ૪૦ વાદક કલાકારોની રાજ્ય કક્ષાની ઓફલાઈન સ્પર્ધા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હેમુગઢવી નાટ્યગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ભરના કલાકારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.સ્પર્ધકો દ્વારા ઉપસ્‍થિત મહાનુભાવો તથા સ્પર્ધાના નિર્ણાયકો સમક્ષ રાજયકક્ષાના કલાકારો દ્વારા મનમોહક અને સુમધુર વાદન કૃતિઓ રજુ કરાઈ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment