Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝપ્રેમ તો પ્રેમ : 7 બાળકોની માતાને પોતાના પુત્રના મિત્ર સાથે જ થયો પ્રેમ અને બાદમાં…

પ્રેમ તો પ્રેમ : 7 બાળકોની માતાને પોતાના પુત્રના મિત્ર સાથે જ થયો પ્રેમ અને બાદમાં…

Share Now

પ્રેમ તો પ્રેમ છે જે કોઇ પણ ને થઇ શકે છે. બ્રિટનમાં એક મહિલા સાથે જ એવુ થયુ છે. મહિલાને પોતાના પુત્રના મિત્ર સાથે જ પ્રેમ થઇ ગયો. ઇંગ્લેન્ડ (England)ના વેસ્ટ સસેક્સમાં રહેનારી મૈરીલિન બટિગિગે પોતાનાથી 29 વર્ષ નાના વિલિયમ સ્મિથ સાથે લગ્ન કર્યા છે. આ યુગલને લગ્નનાં 12 વર્ષ પુરા થયા છે અને બંને મેરેજ (Marriage) એનીવર્સરીની ઉજવણી કરી રહ્યા છે.

16 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો

મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથની પ્રથમ મુલાકાત વર્ષ 2006 માં થઇ હતી. તે સમયે મૈરીલિનની ઉંમર 45 વર્ષ અને વિલિયમ સ્મિથની ઉંમર 16 વર્ષ હતી.

પુત્રનો મિત્ર છે વિલિયમ

એક રિપોર્ટ મુજબ મૈરીલિન બટિગિગનો પુત્ર વિલિયમ સ્મિથનો ખાસ મિત્ર હતો. 2006 માં સૌથી પહેલા વિલિયમને ઘરે લઇ આવ્યો હતો. વિલિયમ વધુ વીડિયો ગેમ રમવા માટે પોતાના મિત્રને ત્યાં આવતો હતો અને તેની મુલાકાત ત્યાં તેના મિત્રની માં એવી મૈરીલિન સાથે થઇ હતી.

3 વર્ષ બાદ કર્યા લગ્ન

મુલાકાત કર્યા બાદ મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથ ધીરે ધીરે એક બીજાની નજીક આવ્યા અને બંનેની વચ્ચે એક નવો સંબંધ સ્થાપિત થયો. ત્યારબાદ બંનેએ વર્ષ 2009 માં લગ્ન (Marriage) કર્યા હતા.

લગ્નની વિરુદ્ધ હતા પરિજનો

મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથના પરિજનો આ સંબંધના વિરુદ્ધમાં હતા અને તેના પરિજનો નહતા ઇચ્છતા કે બંને લગ્ન (Marriage) કરે. લગ્ન (Marriage) કર્યા બાદ બંનેએ પરિજનો તરફથી કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત કેટલાક પરિજનોને ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. તેમ છતાં પણ બંનેએ એક બીજાનો સાથ ન છોડ્યો અને લગ્ન બાદ સાથે રહેવા લાગ્યા.

મહિલા 7 બાળકોની માતા

વિલિયમ સ્મિથ સાથેના લગ્ન (Marriage) પહેલા મૈરીલિન બટિગિગને 7 બાળકો હતા, પરંતુ લગ્ન (Marriage) બાદ પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખ્યો. બંનેની મુલાકાત કરાવનારા પુત્રને છોડીને મૈરીલિનની પોતાના કોઇ પણ પુત્ર સાથે વાતચીત થતી નથી. જ્યારે વિલિયન પણ લગ્ન (Marriage) પછી પરિવારના સંપર્કમાં નથી.

લગ્નના 12 વર્ષ પછી પણ પ્રેમ અતુટ છે

મૈરીલિન બટિગિગ અને વિલિયમ સ્મિથના લગ્ન (Marriage)ને 12 વર્ષ થઇ ગયા છે અને આજે પણ બંને વચ્ચે પહેલા જેટલો પ્રેમ દટેલો છે. વિલિયમ કહે છે કે મને ખબર છે કે અમારા બંને વચ્ચે કઇક ખાસ છે. તે પહેલા પણ મારી ડ્રીમ વુમન હતી અને આજે પણ છે. જ્યારે મીરીલિન કહે છે કે લોકોએ બહુ સંભળાવ્યા બાદ પણ અમે સાથે છીએ, કારણ કે અમે એકબીજાને સમજીએ છીએ.

સ્ટોરી પર ફિલ્મ બનાવશે

વિલિયમ સ્મિથ એક ફિલ્મ  પ્રોડ્યુસર છે અને આ કપલ હાલમાં પોતાની ફિલ્મ સ્ટોરી બનાવવાની તૈયારીમાં છે. ફિલ્મ બનાવવા માટે વિલિયમ ક્રાઉડ ફંડિંગ દ્વારા પૈસા એકઠા કરી રહ્યા છે. તેવુ કહેવુ છે કે પોતાની કહાનીને કે પોતાની રીતે જ દર્શાવવા માગે છે અને ઉંમરના અંતર ધરાવતા સંબંધને લઇને લોકોની વિચારધારા બદલવા માગે છે.

આ પણ વાંચો : 15 વર્ષથી મોટી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધએ દુષ્કર્મ નથી : અલ્હાબાદ હાઇકોર્ટ

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment