Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝન્યુયોર્કમાં ભારતીય બિઝનેસમેનની હત્યાનો બનાવ

ન્યુયોર્કમાં ભારતીય બિઝનેસમેનની હત્યાનો બનાવ

kinsuk muder case
Share Now

અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ બહાર આવતી રહે છે. અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની ઘટનાને લીધે ચરોતર પંથકને શોકમય બની ગયું છે. ન્યૂયોર્ક પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી હત્યારાઓની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

murder case of gujrati in new york

news unique

રાત્રીના સમયે કર્યો હતો હુમલો

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણના ​​​​35 વર્ષીય ​​​​​​નવયુવાનની હત્યાનો મામલો બહાર આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક હરેશભાઈ પટેલ રાત્રિના સમયે સ્ટોર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, જે સમયે ત્યાં અશ્વેત યુવાનો આવ્યા અને કંઈક વસ્તુની માગણી કરી, જે બાબતે કિંશુક પટેલે સ્ટોર બંધ થઈ ગયાનું કહ્યું તો ઉશ્કેરાયેલા ઈસમોએ કિંશુક પટેલના માથામાં મોટી અને ગંભીર ઈજાઓ કરી હતી. એ બાદ હુમલાખોરોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા કિંશુકને સ્ટોરના સ્ટોર રૂમમાં બંધ કરી લૂંટ ચલાવી ફરાર થયા હતા.

પરિવારજનોને સ્ટોર પાસે લોહીથી લથબથતી હાલતમાં મળ્યો કિંશુક
મહત્ત્વનું છે કે આ સમયે ગંભીર ઈજાઓથી કણસતા કિંશુક પટેલ પાસેનો મોબાઇલ પણ હત્યારા લૂંટારાઓ લઈ ગયા હોઈ, તે ઘરે સંપર્ક પણ કરી શક્યો નહોતો. કિંશુક સમયસર ઘરે ન આવતાં તેના પિતાએ મામાનો સંપર્ક કરતાં મામા અને માસીનો દીકરો બન્ને સ્ટોર પર જોવા ગયા ત્યારે કિંશુક પટેલ સ્ટોર રૂમમાં અસહ્ય પીડાથી કણસતો હતો. ગંભીર ઈજાને લઈ ખૂબ લોહી વહી ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ રસ્તા પર જ તેનું મૃત્યુ થયું હતું.

આ પણ જુઓ : કોણે કરી ગોંડલના યુવાનની હત્યા…?

લૂંટારાઓને ઝડપવા ચક્રો ગતિમાન

kinsuk wedding

news unique

ન્યૂયોર્ક પોલીસે પણ તાત્કાલિક ધોરણે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી તેજ કરી હતી.સ્ટોર અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓને ઝડપવા ટીમો કાર્યરત કરી દીધી હોવાના અહેવાલ છે. હાલ ૨ આરોપીને ઝડપી પડ્યા. મહત્ત્વનું છે કે કિંશુક પટેલ 25 વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યો હતો. સૂઝબૂઝ અને વ્યાવસાયિક સાહસિકતાને પરિણામે 9 વર્ષના ટૂંકા ગાળામાં તેણે પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ઊભા કર્યા છે. 2015માં ધર્મજની રુચિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન આજે તેમને બે દીકરા છે, જેમાં એકની ઉંમર 4 વર્ષ છે, જ્યારે બીજો દીકરો માત્ર 6 મહિનાનો છે. મૃતક કિંશુક હરેશભાઈ મણિભાઈ પટેલ પરિવારનો એકનો એક દીકરો હતો.

આ ગમખ્વાર બનાવના સમાચાર ભાદરણ અને ધર્મજ ગામે પહોંચતાં મૃતક કિંશુક પટેલના સગાવહાલા અને મિત્રોને મળતાં અરેરાટી સાથે શોક પ્રસરી ગયો હતો. અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યાના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા હોઈ, અમેરિકન ગુજરાતીઓમાં રોષની લાગણી પ્રસરી છે.

પિતાએ એકનો એક વહાલસોયા પુત્રને ગુમાવ્યો

હરેશભાઈને સંતાનમાં એક પુત્ર કિંશુક અને એક પુત્રી સ્વાતિબેન છે. જેમાં સ્વાતિબેનનું લગ્ન થતા તેઓ હાલ કેનેડા ખાતે વસવાટ કરે છે. જયારે કિંશુક તેના માતા પિતા સાથે અમેરિકાના ન્યુયોર્ક સીટીમાં રહેતા હતા. થોડા સમય પહેલાં તેઓના માતાનું નિધન થયું હતું. કિંશુકનું લગ્ન વર્ષ 2015માં ધર્મજના રુચિકાબેન સાથે થયા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક સાડા પાંચ વર્ષ અને એક 7 મહિનાનો છે.

અશ્વેતોના ત્રાસથી વધતો રોષ

એક માહિતી અનુસાર, વર્ષ 2015માં એનઆરજી પર હુમલાના નવ બનાવ નોંધાયા હતા. વર્ષ 2016માં ત્રણેક હુમલાઓ નોંધાયા હતા. વર્ષ 2017માં મારામારીની ત્રણેક ઘટનાઓ નોંધાઈ હતી. બે-અઢી વર્ષ બાદ પુન: હુમલાની ઘટના બની છે.લોકોમાં ગુજરાતીઓના થતી હત્યાને કારણે રોષ જોવા મળ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment