Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઇતિહાસનેતાજીના મોતનું રહસ્ય હજુ અકબંધ! પ્લેન ક્રેસમાં નિધન અંગેનો કોઇ રેકોર્ડ જ નથી

નેતાજીના મોતનું રહસ્ય હજુ અકબંધ! પ્લેન ક્રેસમાં નિધન અંગેનો કોઇ રેકોર્ડ જ નથી

Share Now

આજે 18 મી ઓગસ્ટના રોજનો ઇતિહાસ નેતાજી સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) સાથે સંકળાયેલો છે. આ દિવસે એટલે કે 18 ઓગસ્ટ 1945 ના રોજ સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose) એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ ઘટના જાપાન અધિકૃત ફોર્મોસા (હાલના તાઇવાન) માં બની હતી. તાઈપેઈની એક હોસ્પિટલ (Hospital)માં તે જ દિવસે સાંજે તેનું નિધન (Death) થયું હતુ.

સુભાષ ચંદ્ર બોઝના પરિવારના સભ્યો સહિત ઘણા લોકો આ અહેવાલ સામે વાંધો ઉઠી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે કોઈ વિમાન (Plane) દુર્ઘટના સર્જાઇ નથી, પરંતુ સુભાષ ચંદ્ર બોઝ સોવિયત સંઘ પહોંચી ગયા હતા. ઘણા લોકો એમ પણ માને છે કે તે ભારત આવ્યા અને અહીં વેસ બદલી અને રહેવા લાગ્યા હતા. સુભાષ ચંદ્ર બોઝના નિધન અંગે કોઈ દાવો તો ન કરી શકીએ. પરંતુ તે સમયગાળા દરમિયાન વિશ્લેષકો શું કહે છે.

બીજા વિશ્વયુદ્ધનો અંત

બીજું વિશ્વયુદ્ધ જુલાઈ 1945 ના અંતની નજીક હતું. તે સમયે જર્મની (Germany)એ શરણાગતિ સ્વીકારી હતી અને જાપાન (Japan) પણ એ જ માર્ગ પર હતું. તે દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) સિંગાપોર (Singapore)માં હતા. બ્રિટિશ દળ મલાયા ટાપુ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. અમેરિકન વિમાનો રાત-દિવસ બોમ્બમારો ચલાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં નેતાજીના ચીફ ઓફ સ્ટાફ જે. આર. ભોંસલે સૂચવ્યું કે તે સિંગાપોર છોડવાની તૈયારી કરે.

3 ઓગસ્ટના રોજ સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose)ને જાપાનથી એક કેબલ મળ્યો. કેબલ મુજબ, સિંગાપોરમાં રહેવું જોખમથી મુક્ત નહોતું. બોઝને સાઇગોન પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. સાઇગોન તે સમયે જાપાન (Japan)ના નિયંત્રણ હેઠળ હતું. 10 ઓગસ્ટના રોજ સમાચાર સામે આવ્યા કે અમેરિકા (America)એ હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યા છે. સુભાષ ચંદ્ર બોઝ ત્યારબાદ પણ સિંગાપોરમાં રહ્યા. જ્યારે આખરે 16 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવ્યું કે જાપાને બિનશરતી શરણાગતિ સ્વીકારી હતી, ત્યારે સુભાષ ચંદ્ર બોઝે તેના કેટલાક સાથીઓ સાથે સાઇગોન જવાનું નક્કી કર્યું.

લગભગ તમામ ઐતિહાસિક દસ્તાવેજો 16 ઓગસ્ટ સુધીની ઘટનાઓને સમર્થન આપે છે. પરંતુ 16 ઓગસ્ટની સવારે, જ્યારે સુભાષ ચંદ્ર બોઝને જાપાનના આત્મસમર્પણના સમાચાર મળ્યા, ત્યારથી લઇને 17 ઓગસ્ટની બપોર સુધીની ઘટનાઓ પર જુદા જુદા મંતવ્યો છે.

16 ઓગસ્ટ

ઇતિહાસકાર જોયસ ચેપમેને એક પુસ્તક લખ્યું છે. તે અનુસાર, 16 ઓગસ્ટના રોજ સુભાષ ચંદ્ર બોઝ સિંગાપોર (Singapore)થી સાઇગોન વિમાન દ્વારા નિકળ્યા હતા. સાઇગોન પહોંચતા, તે દક્ષિણપૂર્વ એશિયામાં જાપાની સૈન્યના વડા ફીલ્ડ માર્શલ હિસાઇચી તેરાચીને મળ્યા હતા. તેને સોવિયત સંઘ જવા માટે વિમાન (Plane)ની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. સુભાષ ચંદ્ર બોઝ સોવિયતને બ્રિટિશ વિરોધી માનતા હતા. તેણે વિચાર્યું કે ત્યાં બેઝ બનાવીને તે બ્રિટીશ રાજ સામે મોરચો ખોલી શકે છે.

તેરાચીએ ટોક્યોમાં જાપાનના ઈમ્પિરિયલ જનરલ હેડક્વાર્ટર (IGHQ) ને એક મેસેજ મોકલ્યો અને પરવાનગી માગી. પરંતુ IGHQ એ પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. IGHQ એ કહ્યું કે જાપાને સુભાષ ચંદ્ર બોઝને ઘણી મદદ કરી હતી જ્યારે સોવિયત યુદ્ધમાં જાપાનનો વિરોધ કરી રહ્યા હતા, તેથી સુભાષ ચંદ્ર બોઝ માટે સોવિયેતમાં જવું યોગ્ય રહેશે નહીં. તેમ છતાં, તેરાચીએ 17 ઓગસ્ટ 1945 ની સવારે ટોક્યોની ફ્લાઇટમાં સુભાષ ચંદ્ર બોઝ માટે બેઠકની વ્યવસ્થા કરી દીધી હતી.

અન્ય ઇતિહાસકારો મુજબ સુભાષ ચંદ્ર બોઝે 17 ઓગસ્ટના રોજ સિંગાપોર છોડ્યું હતું. અહીં તેમણે INA ને વિખેરી નાખવાનો અંતિમ આદેશ જારી કર્યો કે, દિલ્હી પહોંચવાના ઘણા રસ્તાઓ છે, જો કે દિલ્હી અમારું અંતિમ લક્ષ્ય છે.

સાઇગોનથી આગળ

17 ઓગસ્ટના રોજ બપોરની આસપાસ, સાઇગોન એરપોર્ટ પર મિત્સુબિશી કી-21 વિમાન તેમની રાહ જોઈ રહ્યું હતું. તેનું કોડ નામ ‘સૈલી’ ​​હતું. અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે કેટલાક અન્ય લોકો પણ સુભાષ ચંદ્ર બોઝ સાથે જશે. જેમાં કર્નલ હબીબુર રહેમાન,  એસએ અય્યર, મેજર આબિદ હસન અને ત્રણ અન્ય લોકોનો સમાવેશ થાય છે. પરંતુ જાણવા મળ્યુ કે વિમાનમાં માત્ર એક જ વ્યક્તિની સ્પેશ છે. સુભાષ ચંદ્ર બોઝના કહેવા પર વધુ સીટ (Seat)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ સુભાષ ચંદ્ર બોઝે તેમની સાથે જવા માટે કર્નલ હબીબુર રહેમાનને પસંદ કર્યા. લગભગ 2 વાગ્યે વિમાન સાઇગોનથી 13 લોકોને લઈને ઉડાન ભરી હતી.

રસપ્રદ બાબત એ છે કે જાપાને શરણાગતિ સ્વીકારી હતી, તેમ છતાં આ વિમાન (Plane)ઉડાન ભરી શક્યુ કારણ કે જ્યારે જાપાનના સમ્રાટ હિરોહિતોએ રેડિયો પર યુદ્ધવિરામની જાહેરાત કરી, ત્યારે તેમણે શરણાગતિ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. તેના કારણે, જાપાનના કબજાવાળા વિસ્તારોમાં ઘણા લોકો યુદ્ધની સ્થિતિ વિશે મૂંઝવણમાં હતા. તેના કારણે જાપાની વાયુસેનાને થોડા દિવસોનો સમય મળ્યો અને આ વિમાનને ઉડવાની પરવાનગી મળી.

પ્લેન ક્યાં જઈ રહ્યું હતું?

એક્સિસ પાવર્સની નિશ્ચિત હાર જોઈને, સુભાષ ચંદ્ર બોઝ એક વર્ષ પહેલાથી ચીન (Chine)અને સોવિયતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાપાનના હસ્તક્ષેપને પગલે, સોવિયેત સાથે કોઈ સંપર્ક થઇ રહ્યો નહોતો. તેથી, એક યોજના બનાવવામાં આવી હતી કે નેતાજી સાઇગોનથી ટોક્યોની ફ્લાઇટમાં મંચુરિયામાં ઉતરશે. ત્યારે મંચુરિયા પર જાપાનનો કબજો હતો, પરંતુ સોવિયેત દળો તેની તરફ આગળ વધી રહ્યા હતા. આવી સ્થિતિમાં નેતાજીને લાગ્યું કે મંચુરિયા પહોંચ્યા બાદ સોવિયેત સત્તાવાળાઓનો સંપર્ક થઈ શકે છે.

વિમાન દુર્ઘટના

આજ રોજ જ 18 ઓગસ્ટ 1945 ના રોજ, વિમાન તાઇહોકૂ, ફોર્મોસા (હવે તાઇપેઇ, તાઇવાન) પહોંચ્યું. વિમાને અહીં બે કલાક રોકાણ કરવાનું હતું. તે દરમિયાન, વિમાન (Plane)નું ફ્યુઅલ ભરવામાં આવ્યું હતું અને બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે વિમાને ફરીથી ઉડાન ભરી હતી. વિમાને ઉડાન ભરતા જ અચાનક જોરદાર ધડાકો થયો. ત્યારબાદ નજરે જોનારાઓએ કહ્યું કે, પ્લેનની ડાબી બાજુએ આવેલા પ્રોપેલરની એક પંખો અચાનક તૂટી ગયો, ત્યારબાદ તેને નિયંત્રણ ગુમાવતા પડી ગયુ હતુ.

વિમાન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી હતી કર્નલ હબીબુર રહેમાન, જે આ અકસ્માતમાં બચી ગયા હતા, બાદમાં તેમને કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝ સંપૂર્ણપણે જ્વાળાઓમાં ઘેરાયેલા હતા. કર્નલ રહેમાન અને અન્ય મુસાફરો (Passengers)એ તેને લાગેલી આગને બુઝવવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તેનુ શરીર આગની ઝપેટમાં આવી ગયુ હતુ. એરપોર્ટ પર હાજર લોકોએ એમ્બ્યુલન્સની મદદથી સુભાષ ચંદ્ર બોઝ અને અન્ય મુસાફરોને તાઇહોકુના દક્ષિણમાં નાનમોન સૈન્ય હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

ઇતિહાસકારનું કહેવુ છે કે સુભાષ ચંદ્ર બોઝને હોસ્પિટલ (Hospital) ખસેડ્યા બાદ કેટલીક કલાકો તેઓ ભાનમાં હતા. તે દરમિયાન તેમની સારવાર શરૂ થઇ ગઇ હતી. પરંતુ ત્યારે જ તેની હાલાત ગંભીર હતી. જેના પગલે તે કોમામાં જતા રહ્યા હતા. ત્યારબાદ ગણતરીની કલાકોમાં રાત્રે 9 થી 10 કલાકની વચ્ચે તેમનુ નિધન થયુ હતુ.

સુભાષ ચંદ્ર બોઝની અસ્થિ

આ ઘટના સર્જાયાના બે દિવસ બાદ 20 ઓગષ્ટના રોજ તાઇહોકુમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 23 ઓગષ્ટ 1945 ના રોજ સ્થાનિક સમાચાર એજન્સીએ સુભાષ ચંદ્ર બોઝના નિધન (Death)ની જાહેરાત કરી હતી. 7 ડિસેમ્બરના રોજ જાપાની અધિકારીઓ તેની અસ્થિઓ લઇને ટોક્યો (Tokyo)ખાતે પહોંચ્યા હતા. જ્યાં અસ્થિઓને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના અધ્યક્ષ રામ મૂર્તિને સોંપી દીધી હતી. 14 સપ્ટેમ્બરના રોજ ટોક્યોમાં એક સ્મારક સેવાનું આયોજન કરવામાં આવ્યુ, ત્યારબાદ સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose)ની અસ્થિઓના કળશને ટોક્યોની રેંકોજી મંદિરમાં રાખવામાં આવી. આજે પણ તેની અસ્થિઓ તે મંદિરમાં છે.

2016 માં ભારત સરકારે સુભાષ ચંદ્ર બોઝના નિધન સાથે જોડાયેલી ફાઇલને સાર્વજનીક કરી. તેમાંથી એકના જણાવ્યાં અનુસાર ભારતીય ખુફિયા એજન્સીઓને સુભાષ ચંદ્ર બોઝનું જીવીત અને રૂસમાં હોવાનો શક હતો. 2017 માં આરટીઆઇ હેઠળ પુછેલા સવાલના જવાબ આપતા જણાવ્યું કે નેતાજીનું નિધન 1945 ના વિમાન દુર્ઘટનામાં થયુ હતુ. તેથી કહી શકાય કે ભારત સરકારના ઇતિહાસમાં આજ સાચો ઇતિહાસ (History) છે. 2020 માં નેતાજીની પુત્રી અનિતા બોઝે ભારત સરકાર પાસે માગ કરી હતી કે નેતાજીની અસ્થિઓ ભારત (India) ખાતે લઇ આવાવામાં આવે. જેથી તેનો ડીએનએ (DNA) ટેસ્ટ કરી તમામ અફવાઓ પર રોક લગાવી દેવામાં આવે.

આ પણ વાંચો: સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, જેમણે માઇકલ ઓડવાયરને ગોળી મારી

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment