Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
HomeUncategorizedઅવકાશીય ઘટનાનું રહસ્ય !

અવકાશીય ઘટનાનું રહસ્ય !

The mystery of the celestial phenomenon!
Share Now

ગઈકાલે રાતના આશરે નવેક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રોશનીના ચમકારા દેખાયા હતા. પશ્ચિમ ગુજરાતના જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, દ્વારકા સહિતના અમુક શહેરોમાં એક સાથે સીધી લીટીમાં 8 થી 10 તો ક્યાંક 6 થી 8 જેટલી લાઈટો દેખાઈ હતી. તો ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ભેદી ધડાકા પણ સંભળાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે લોકોમાં સપ્ત ઋષિમંડળ, ઉલ્કા, UFO, ઉડતી રકાબી કે પછી એલિયન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ધડાકો થવાનો અવાજ આવતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા અને આવો અવકાશી નજારો જોઈ લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

space

સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જોવા મળી ચમકતી લાઈટો

સોમવારની રાત્રે દેખાયેલા આ અવકાશી નજારાની હાલ ઈસરોમાં તપાસ ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં આપણને એ વાતની જાણ થઇ જશે કે ખરેખર આ ઘટના બની કેવી રીતે અને તેની પાછળનું કારણ શું છે. હાલ તો લોકોમાં અનેક વાતો ચર્ચાઈ રહી છે. જુનાગઢમાં આકાશમાં આગ જેવી લહેર ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મેવાસા, વંથલી, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર તથા અન્ય ગામોમા આ ચમકતી લાઈટો જોવા મળી હતી. આ લાઈટો ડાબીથી જમણી બાજુ ગોળ ગોળ ફરી રહી હતી. જેથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. સાથે જ અમુક વિસ્તારોમાં ભેદી ધડાકો સંભાળતા લોકોમાં ભય ફેલાયો હતો. લોકોમાં આ કોઈ એલિયન, UFO, કે ડ્રોનની પેનલ પણ હોય શકે તેવી ચર્ચા છે. તો અમુક લોકો આ ઘટનાને સપ્ત ઋષિ મંડળ કહી ધર્મ સાથે પણ જોડી રહ્યા છે.

scientist divdarshan સેટેલાઇટ હોઈ શકે : સ્પેસ સાયન્ટીસ્ટ દીવદર્શન પુરોહિત

વૈજ્ઞાનિકો આ ઘટનાને સેટેલાઈટ હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ આ ઘટના પાછળનું સાચું રહસ્ય શું છે તે હજુ પણ અકબંધ છે. જે જાણવા લોકો હવે અધીરા બન્યા છે તો સ્પેસ રીસર્ચ સેન્ટર પણ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. જો કે, સ્પેસ સાયન્ટીસ્ટ દીવદર્શન પુરોહિતે ગુરુદેવ વૈધશાળા વડોદરાથી અવકાશમાં બનેલી આ ખગોળીય ઘટનાનો ખુલાસો કર્યો છે. અમને જણાવ્યું કે, જે રાતે આકાશમાં રોશની જોવા મળી હતી એ ઘણા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ ઉલ્કા છે પરંતુ આ ઉલ્કાવર્ષા છે નહીં એવું સ્પષ્ટ કર્યું હતું..બીજી વાત એ કે પાકિસ્તાનના જાસૂસી વિમાન હોઈ શકે ભારતના વાયુદળના કોઈ વિમાન હોઈ શકે પરંતુ આ સંભાવનાઓ પણ નથી કારણકે એક પછી એક હોરિઝોન્ટલ લાઈનમાં આ દેખાઈ રહ્યું હતું…ત્રીજી વાતએ છે કે વાદળ ઘેરાયેલા હોઈ ત્યારે એ સેટેલાઇટ રેફલેક્સનને કારણે દેખાતી હોઈ છે પરંતુ ત્યાં વાદળ હતા નહિ એટલે એ રિફ્લેક્સન હોઈ શકે….ચોથી વાત એ કે સાથે અવાજ પણ સંભળાયો હતો અને એ ઉપલેટા વાળા વિસ્તારમાં સંભળાયો હતો તો એ ખનન અથવા તો સિસ્મોલોજિકલ નાનું કંપન આવ્યું હોઈ અને નેનો ધમાકો થયો હોઈ….પાંચમી વાત એ હોઈ શકે આ
અનઆઇડેન્ટીફાઇ ફલાયિંગ ઓબ્જેક્ટ એટલે કે UFO નથી …લાસ્ટ ઓપ્શન એ છે કે સ્પેશ કંપનીએ ઈન્ટરનેટના માધ્યમથી જોડવા ૧૦ હજાર સેટેલાઇટ લોન્ચ કર્યા છે જેમાંથી ૧ હજાર સેટેલાઇટ લોન્ચ કર્યા છે એટલે લાગી રહ્યું છે કે આ સેટેલાઇટ હોઈ શકે પરંતુ અત્યારે ઈસરોની તાપસ બાદ જ ખબર પડશે.


આ પણ જુઓ : પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન લોકો માટે ખુશ ખબર

સમાન એરબેસની માત્ર એરફોર્સની રૂટિન કવાયત : જામનગરના મામલતદાર જી.એમ. મહાવદિયા

આ ઘટના ખગોળીય છે કે નહી એ તો રીસર્ચ લોકો અનેક પ્રકારના ક્યાસ લગાવી રહ્યા છે. પ્રશાસન હજુ આ વાતે ક્લીયર નથી કે ખરેખર શું થયું છે. જો કે, જામનગરના મામલતદાર જી.એમ. મહાવદિયાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સમાણા ગામે જે એરબેઝ આવેલું છે ત્યાં અવારનવાર આવી કવાયત ચાલતી રહેતી હોય છે. અને તેના જ ભાગરૂપે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો. સાથે રોશનીના ચમકારા થતા લોકોમાં ભય મિશ્રિત કુતૂહલ સર્જાયું હતું. પરંતુ આ માત્ર એરફોર્સની રૂટિન કવાયત છે અને સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ જ તથ્ય નથી.

છેલ્લે ૨૦૧૯, ૨૦૨૦ અને હવે આ વર્ષે પણ બની : સિનિયર સાયન્ટિસ્ટ નરોત્તમ શાહુ

narotam shahu

આ ઘટના બાદ લોકો અનેક તર્ક-વિતર્ક લાગવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સીનીયર સાયન્ટીસ્ટ નરોત્તમ શાહુના જણાવ્યા મુજબ આ ઘટના કોઈ સેટેલાઈટ અવકાશમાં મોકલ્યા બાદ બની શકે. ધરતી પરથી 500 કિલોમીટર સુધી આ ચમકારા દેખાઈ શકે. આકાશમાં ૩૦૦૦ જેવી સેટેલાઈટ છે જે વરસાદ, નેવિગેશન , વાતાવરણની હિલચાલ સહિતની ઘટના દર્શાવે છે. અને આવી ઘટના અવાર નવાર બનતી હોય છે, જે છેલ્લે ૨૦૧૯, ૨૦૨૦ અને હવે આ વર્ષે પણ બની છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment