Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝજસદણ વૈદ્યના મૃત્યુનું રહસ્ય

જસદણ વૈદ્યના મૃત્યુનું રહસ્ય

jasdan crime
Share Now

શું તમે કોઈ રોગથી પીડાવ છો? અને હા, તો પછી તમે જસદણ પાસે કોઈ વૃદ્ધ પાસેથી દવા મેળવી રહ્યા છો? તો મિત્રો જસદણ પંથકમાં જાવ તો થોડું ધ્યાન રાખજો. ત્યાં એક હનીટ્રેપ કરી અને લોકોને લૂંટવા વાળી ટોળકી ફરી રહી હતી. અને જો હજી પણ જસદણમાં જાવ તો, બચીને રેહજો,.. ત્યાં કંઈક અજીબો ગરીબ ઘટનાઓ થઇ રહી છે.

સૌરાષ્ટ્ર એટલે તમને ખબર છે એમ, દયા ભાવનાનું શહેર… ભોળા અને ભલા માણસો.. સેવા કરે અને મેવા મેળવે… ત્યારે ક્યારેક સેવા – મેવા નહિ પણ મોત આપે છે…. જસદણ તાલુકાના દેવપરા ગામની સીમમાં એક વૃદ્ધ રહે. નામ માવજીભાઈ મેરામભાઇ વાસાણી, જાતના કોળી, અને પોતે વૈદ્ય… એકલા રહીને લોકોની સેવા કરે અને ગુજરાન ચલાવે.. પોતાનો પરિવાર હતો, પરંતુ એ ગામની અંદર રહેતો… પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી – બંને પરણિત હતા.. ત્યારે માવજીભાઈ તો માત્ર જે લોકો દાજ્યા હોઈ. એ લોકોને મલમ લગાવી આપે અને લોકોની સેવા કરતા… ઘણો સમયથી આ કાર્ય થતું… દૂર દૂર થી લોકો આવતા…

Old aged man

વૃદ્ધનાં મોત બાદ અન્ય મહિલાઓ સાથે રહેતી:

માવજીભાઈના પત્ની 2012માં બીમારી સબબ મૃત્યુ પામ્યા હતા. બાદમાં 2015 માં તેમણે બીજી મહિલાને ઘરમાં બેસાડી હતી. પરંતુ તેનું પણ બે વર્ષ પહેલા બીમારી સબબ મોત નીપજતા તેઓ એકલા પડી ગયા હતા. બાદમાં બે મહિના પહેલા પાલીતાણાની એક મહિલા દવા લેવાના બહાને સંપર્કમાં આવી હતી અને વૃદ્ધ પાસેથી રૂ.2 લાખ ઉછીના લઈ ત્રણ-ચાર દિવસ સાથે રહી હતી. શું આ મહિલા છે કે બીજું કોઈ..? એ પહેલા જોઈએ તો, આમ માવજીભાઈ કોઠા સુજ વાળા વૈદ્ય કહી શકાય.. છતાં પણ લોકો માવજીભાઈને માની રહ્યા હતા…. હવે જોવાનું એ રહ્યું કે, માવજીભાઈ મલમ લગાવતા એમાં કોઈ બીજી નજર હતી…? આ બધું શું એક દેખાડો હતો…? તો માવજીભાઈને કેમ માર્યા ગયા…? કોનો હાથ છે….શું ઘટના છે…? જોઈએ… આ અહેવાલમાં….

મૃતક માવજીભાઇ દાજેલા લોકોને મલમ લગાવી નિઃશુલ્ક સારવાર આપતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા. જેની પાસે રાજલ ઉર્ફે રાજી ડોડીયા નામની મહિલા સારવાર માટે જતી હતી. અને વારંવાર મુલાકાત લઈને રાજલે બધું જાણી લીધું. વૃદ્ધ એકલો છે, અને માલ મિલકત વધારે છે. એ વાત પોતાના સાગરીતોને કરી. અને એક માસ્ટર પ્લાન બનવ્યો. જેમાં સાથે મળી કુલ 8 લોકોએ લૂંટ અને હત્યા માટે પ્લાન ઘડ્યો હતો. જે પૈકી 5 રાજસ્થાનના વતની, 2 પતિ-પત્નિ અને ધોળકાની મહિલા હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ નિવાસી પૂજા રઘુભાઇ સોલંકી ઉર્ફે પુજી મુખ્ય ભૂમિકા ભજવી પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

તો પછી આ માસ્ટર માઈન્ડ પૂજી ની રમત છે, રાજલ ની રમત છે, કે પછી સાથે રહેલા ખૂની બીજા રાજસ્થાનના માણસો છે..? આવો જોઈએ આ અહેવાલમાં….

જુઓ આ ઘટના 

આ કામના આરોપીઓ પૈકી આ ગુન્હાની માસ્ટર માઇન્ડ પુજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી જાતે દેવીપુજક તથા રાજલબેન ઉર્ફે રાજીબેન નામની સ્ત્રીઓ અગાઉ આ જગ્યાની રેકી કરેલ હતી.અને શરીરસુખનુ પ્રલોભન આપી બંને સ્ત્રી આરોપીઓએ મૃતકને લુંટી લેવાનુ ગુન્હાહીત કાવતરૂ રચ્યું. રાજલબેન અને તેનો પતિ મુળ કચ્છના અંજાર મુકામે રહેતા હતા. તેના મળતિયાઓ મુળ રાજસ્થાનના ઝુનઝુનુના ગુન્હેગારોને સાથે રાખ્યા હતા. મોકો જોઈને 8 લોકો જગ્યા પર પોહ્ચ્યા. પછી અચાનક સવારે કોઈ દર્દી ત્યાં મલમ લેવા માટે આવ્યા.. ત્યારે વૃદ્ધ માવજીભાઈ – દોરડા વડે બંધાયેલા, ખાટલા પર સુતા હતા. ત્યાં માવજીભાઈના ઘરેથી એમનો પુત્ર ત્યાં આવ્યો. ત્યારે વૃદ્ધનું મૃત્યુ થયું હતું…

SP balram Mina

આરોપીઓ એ વૃદ્ધને દોરડાથી બાંધી, મોઢામાં ટૂંપો આપ્યો કારણકે, વૃદ્ધનો આવાજ ના આવે. ઉપરથી મૂંઢ માર માર્યો….. અને પૂજીએ જે રીતે જાણ્યું હતું,એ બધો જ મૂળ માલ લઈને ત્યાંથી ફરાર થઇ ગયા… આતો વૃદ્ધના દીકરા ટિફિન આપવા માટે ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો, ત્યારે આવો જાણીયે પોલીસ પાસે શું વિગત છે..

મિત્રો તમારા પરિવાર જનો અથવાતો બીજા કોઈ ઓળખીતા લોકો… એકલા જીવન પસાર કરતા હોય. તમે ક્યાંય આવી રીતે ઊંટવૈદ્ય પાસે જતા હોય.. તો કોઈ પણ પ્રકારની લાપરવાહી રાખ્યા વગર.. સંપૂર્ણ તપાસ કરજો.. ત્યારબાદ જ આગળ વધજો… ત્યારે જોઈએ આ વૃદ્ધ માવજીભાઈના આરોપીઓને શું સજા મળે છે. હંમેશા અજાણતી ઘટનાઓથી રહો સતર્ક,જોતા રહો અમારી સાથે be એલર્ટ..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment