Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / August 13.
Homeન્યૂઝTwitter ના નવા CEO ભારતીય મૂળના Parag Agrawal બન્યા, કોણ છે આ પરાગ અગ્રવાલ

Twitter ના નવા CEO ભારતીય મૂળના Parag Agrawal બન્યા, કોણ છે આ પરાગ અગ્રવાલ

Twitter
Share Now

પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે. અને 2017 થી CTO છે. નવા CEO પરાગ અગ્રવાલનું નામ જાહેર કર્યા પછી, Twitterના CTOએ કહ્યું કે હું સન્માનિત અનુભવ કરુ છું.Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સી (Jack Dorsey)એ સોમવારે રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી હતી. તેમના રાજીનામાના પત્રમાં જેક ડોર્સીએ જણાવ્યું હતું કે કંપનીમાં સહ-સ્થાપકથી CEO, પછી ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, વચગાળાના-CEO થી CEO સુધી લગભગ 16 વર્ષ કામ કર્યા પછી, મેં નક્કી કર્યું કે આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ (Parag Agarwal)અમારા CEO બની રહ્યા છે.થોડા જ સમયમાં તેઓ ટ્વિટરનો(Twitter) કાર્યભાર સંભાળી લેશે.

ટ્વીટરના(Twitter)નવા CEO પરાગ અગ્રવાલ વિશે

પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટરમાં જોડાયા હતા અને પછી ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા હતા. CTO તરીકે, પરાગ (Twitter)ની ટેકનીકલ વ્યૂહરચના અને સમગ્ર ઉપભોક્તા, આવક અને વિજ્ઞાન ટીમોમાં મશીન લર્નિંગ અને AIની દેખરેખ માટે જવાબદાર હતા.ટ્વિટર પહેલા, પરાગ અગ્રવાલે Microsoft, Yahoo અને AT&T લેબ્સ સાથે કામ કર્યું હતું.તેની સાથે જ પરાગ અગ્રવાલે કોમ્પ્યુટર સાયન્સ, IIT બોમ્બેમાં એન્જિનિયરિંગમાં બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો .અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. પણ કર્યું હતું.

આ પણ વાંચો: વ્લાદિમીર પુતિન આવશે ભારતના પ્રવાસે, PM મોદી સાથે કરશે મુલાકાત

પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ $1.52 મિલિયન 

Googleના પેરેન્ટ આલ્ફાબેટમાં સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટમાં સત્ય નડેલાથી લઈને IBMના અગ્રણી અરવિંદ કૃષ્ણ અને Adobe ખાતે શાંતનુ નારાયણ અને પરાગ અગ્રવાલ. વિશ્વની કેટલીક ટોચની ટેક કંપનીઓનું નેતૃત્વ કરતા ભારતીય મૂળના CEOની લાંબી યાદીમાં વધુ એક નામ ઉમેરવામાં આવ્યું છે.પરાગ આઇઆઇટી બોમ્બેથી સ્નાતક છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી કોમ્પ્યુટર સાઇન્સમાં ડોકટરની ડિગ્રી પણ લીધી છે. પરાગ અગ્રવાલ વર્ષ 2011થી ટ્વીટરમાં (Twitter)કામ કરી રહ્યા છે. એ સમયે કંપનીમાં એક હજારથી પણ ઓછા કર્મચારી હતા. એમણે 2017માં સીટીઓ(ચીફ ટેક્નોલોજી ઓફિસર)નું પદ પણ સાચવ્યું છે

અગ્રવાલ 2011માં ટ્વિટર (Twitter) સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ માત્ર ટ્વિટરમાં જ કામ કરી રહ્યા છે. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000 કરતાં ઓછી હતી. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી.

પરાગે આભાર વ્યક્ત કર્યો જેક ડોર્સીનો 

ટ્વિટરના CEO તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટર (Twitter)પર જેક ડોર્સીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે નિમણૂક કરીને તેઓ ખૂબ જ સન્માનિત થયાનું અનુભવી રહ્યા છે, અને ખુશ છે. તેમણે સતત માર્ગદર્શન અને મિત્રતા માટે ડોર્સીનો આભાર માન્યો હતો.હિન્દુસ્તાન ટાઇમ્સે PeopleAIના હવાલેથી પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ 1.52 મિલિયન એટલે કે 11,41,91,596 રૂપિયા જણાવી છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment