Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeએન્ટરટેઈન્મેન્ટતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા મળશે નવા નટુકાકા ! કયા એક્ટરે ઘનશ્યામ નાયકની લીધી જગ્યા ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા મળશે નવા નટુકાકા ! કયા એક્ટરે ઘનશ્યામ નાયકની લીધી જગ્યા ?

natu kaka
Share Now

હાલના સમયમાં લોકો વરચે સોથી લોક પ્રિય સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં.ધણી લાંબી ચાલનારી આ પ્રથમ શો હશે કે જે હજુ સુધી પ્રખ્યાત જોવા મળે છે.ઘનશ્યામ નાયકનું (natu kaka)  3 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં અવસાન થયું હતું.ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઘણી જ લોકપ્રિય  બની રહી છે. આ સિરિયલ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. 2008થી શરૂ થયેલી આ સિરિયલના દરેક પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય બની રહ્યા છે. ગયા મહિને સિરિયલમાં નટુકાકાનું (natu kaka)પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયકનું અવસાન થયું હતું.તો આ સમાચાર સાંભળીને લોકો ઉદાસ જોવા મળ્યા હતા.તો હવે થી એક સમાચાર આવી રહ્યા છે. નટુકાકાનું પાત્ર નવો કલાકાર ભજવી રહ્યો છે.હોવાની વાત સામે આવી રહી છે.

સો.મીડિયામાં તસવીર થઇ વાઇરલ
સો.મીડિયામાં નવા નટુકાકાની (natu kaka)તસવીર વાઇરલ થઈ છે. જેમાં તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું છે કે તમે શું વિચારો છો? આ તસવીરમાં નવા નટુકાકા ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની ખુરશીમાં બેઠાં હોય તેવું જોવા મળી રહ્યું છે.. આ તસવીરમાં ઘનશ્યામ નાયકની પણ તસવીર સાથે શૅર કરવામાં આવી છે. આથી જ હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ જ કલાકાર હવે નટુકાકાનું પાત્ર ભજવશે.

natu kaka

આ પણ વાંચો: પ્રેમનું પ્રતિક પત્ની મંદિર…અજબ પ્રેમ કી ગજબ કહાની

સત્તાવાર પુષ્ટિ કરાઇ નથી
નવા નટુકાકાના (natu kaka) પાત્ર અંગે હજી સુધી સિરિયલના મેકર્સે  કે સિરિયલના નિર્ણાયક દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.આ તસવીર વાઇરલ થયા બાદ ચાહકો માની રહ્યા છે કે આગામી એપિસોડમાં નવા નટુકાકાનું પાત્ર જોવા મળશે.તો સાથે જ આ માત્ર અંદાજો લગવામાં આવી રહ્યો છે. તો સાથે જ હવે એ જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં નવા નટુંકાકા લોકોને કેટલા પસંદ આવે છે.

ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરે અવસાન પામ્યા હતા.
 ગયા વર્ષે ઘનશ્યામ નાયકને ગળાના ભાગમાં સાતથી આઠ કેન્સરની ગાંઠો નીકળી હતી. હોવાના અહેવાલ મળ્યા હતા.તો સાથે જ  ત્યારબાદ તેમણે રેડિએશન તથા કિમોથેરપી કરાવી હતી. તે સમયે ઘનશ્યામ નાયક (natu kaka) કેન્સર ફ્રી થઈ ગયા હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ છ મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરીવાર કિમોથેરપી લીધી હતી. મૃત્યુના બે દિવસ પહેલાં જ તેમની તબિયત ખરાબ થઈ હતી. અને પરિવારે તેમણે ઘરની નજીક આવેલી સૂચક હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તેમણે 3 ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.તેમની ઇરછા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની ઇરછા હતી કે તેઓને છેલ્લી વિધીમા મેકપ સાથે તેમની વિધી કરવામાં આવે અને તે જ રીતે તેમના પરિવાર દ્રારા વિધી કરવામાં આવી હતી. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment