Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝપારસીઓનું નવું વર્ષ-પતેતી

પારસીઓનું નવું વર્ષ-પતેતી

pateti
Share Now

પારસીઓનું નવું વર્ષ

આજે પતેતી એટલે કે પરસીઓનુ નવુ વર્ષ છે. પારસી સમાજ આજના દિવસે નવા વર્ષને દિવાળીની જેમ ઉજવતો હોય છે. “પતેતી” ને “નવરોઝ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરંપરા લગભગ 3000 વર્ષો પહેલા શરૂ થઈ હતી, અને આજદિન સુધી તે વિશ્વભરના પારસી સમુદાય દ્વારા મનાવવામાં આવે છે.

Celebration of Pateti

pinterest

‘દુધમાં સાકરની જેમ ભળી ગયા’

પારસીઓ માટે એક મશહૂર કહેવત “દૂધમાં સાકરની જેમ ભળી ગયા” ગુજરાતમાં પ્રસિદ્ધ છે. આશરે આજથી 1350 વર્ષ પહેલા ઈરાનમાં વિધર્મીઓના ત્રાસના કારણે પારસી સમાજના કેટલાક લોકો દરીયાઈ માર્ગે ભારતમાં આવ્યા હતા. તેઓ પોતાના ધર્મનુ રક્ષણ કરવા માટે તેમની પવિત્ર અગ્નિ સાથે સૌપ્રથમ ભારતના દિવ બંદરે ઈ.સ. 766માં ઉતર્યા હતા. જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યા હતા. ત્યારબાદ દિવ પર પોર્ટુગીઝોએ હુમલો કર્યો તે બાદ પારસીઓ ઈ.સ. 758માં દરીયાઈ માર્ગે ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. આ સમયે તે વિસ્તારમાં જાદી રાણા નામના રાજાનુ રાજ હતું. પારસીઓના વડાએ ત્યાં રોકાવા માટે રાજા પાસે સંદેશો મોકલ્યો હતો. ત્યારે રાજાએ તેની બદલામાં દુધથી ભરેલો છલોછલ પ્યાલો પાછો મોકલીને કહ્યુ હતું કે, રાજ્યમાં ક્યાય જગ્યા બચી નથી તેથી હું દિલગીર છું. આ જોતા પારસી સમાજના લોકોએ દુધમાં સાકર ભેળવી જે ધીરે ધીરે ઓગળી ગઈ, અને કહ્યું હતું કે, દૂધમાં સાકરની જેમ ભળી જઈશુ. આ જોતા રાણા ખુશ થઈને તેમને રાજ્યમાં પ્રવેશવાની મંજુરી આપી હતી.

Celebration of Pateti

vtv gujarati

પારસીઓ ઈરાનથી લાવ્યા હતા પવિત્ર અગ્નિ 

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા. તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ગુજરાતમાં ઉદવાડામાં, સુરતમાં, નવસારીમાં છે તો બીજી મુંબઈમાં પણ એખ આથશ બહેરામ છે. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. આ અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે. પારસી સમાજ ફાસ્લિસ, કાદિમ્સ અને સહેન્સાહિસ એમ ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો હતો. તેમાંથી ફાલ્સિસ લોકો વંસતઋતુના પ્રથમ દિવસે નવરોઝની ઉજવણી કરે છે, જે રાજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. બાકીના બે સંપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે એક જમશેદી નવરોજના દિવસે અને બીજા ભારતમાં જ્યારે આવ્યા તે દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત-રીવાજો સાથે ભળી ગયા છે, તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે.

પતેતી એટલે પશ્ચાતાપ કરવો 

Celebration of Pateti

blazonsart

આજે પતેતીનો પાવન પર્વ છે અને પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે. પતેતી નવી શરૂઆતની નિશાની છે અને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોકો સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને તેમના પાપ માટે ક્ષમા મેળવવા અગ્નિ મંદિરની મુલાકાત લે છે અને લોકો તેમના ઘરને સાફ કરે છે અને સજાવટ પણ કરે છે, પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને અગ્નિ મંદિરની મુલાકાત લે છે મીટિંગ અને શુભેચ્છા પછી, લોકો વિવિધ વાનગી બનાવે છે જેમાં મગની દાળ, પુલાવ અને સાલી બોટી જેવા વિશેષ ભોજનનો આનંદ માણતા હોય છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

આ પણ વાંચો : શ્રાવણ માસમાં દરરોજ 4500 શિવલિંગ બનાવી તેનું થાય છે વિસર્જન 

Celebration of Pateti

moneycontrol

પારસી લોકોનું ભારતીય ઇકોનોમીમાં મહત્વનું સ્થાન 

ભારતીય ઈકોનોમીમાં પણ પારસી સમાજમાંથી આવતા કેટલાક લોકોનુ મહત્વનુ સ્થાન રહેલુ છે. જેમાં દિગ્ગજ લોકોમાં રતન ટાટા, જમશેદજી ટાટા, દાદાભાઈ નવરોજી, ડો. હોમી ભાભા, ડો. સાયરસ પૂનમવાલા જેવા લોકોનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment