ભારત હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને નોટિંઘમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. જેમાં પ્રથમ ઇનિંગ્સ રમતા ઇંગ્લેન્ડ (England)ની ટીમ માત્ર 183 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમે (Indian team) મેચની શરૂઆત કરતા ટીમના ઓપનર રાહુલ અને રોહિત શર્મા (Rohit sharma)એ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને મજબુત સ્કોર સુધી પહોંચાડ્યુ હતુ. રોહિત શર્મા (Rohit sharma)ના આઉટ થતાની સાથે જ વિકેટ પડવાનું શરૂ થયુ હતુ. ત્રીજા દિવસની રમતના અંતે ભારતના અંતિમ ખેલાડીએ પણ ભારતીય ટીમ (Indian team)ને મજબુત સ્થિતિએ પહોંચાડવામાં મદદ કરી હતી.
ત્રણ ખેલાડીએ ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી
ભારતીય ટીમ (Indian team)ની પ્રથમ ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ ટીમની મુશ્કેલી વધારી દીધી છે. આ ત્રણ ખેલાડીઓએ ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ સામે દટી દિવાલની જેમ ઉભા રહ્યા હતા. જો તમે આ મેચને નિહાળી ન હોય તો કોઇ સમસ્યા નહીં. અહીં આ આર્ટિકલનું વાંચન કરતા જ તમને ખ્યાલ આવશે કે ટીમના ત્રણ ખેલાડીઓએ ઇંગ્લેન્ડ (England) માટે કેવી મુસીબત ઉભી કરી છે.
લીડમાં મહત્વની ભૂમીકા
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Indian team)નો સ્કોર એક સમયે 205 રન હતો તે સમયે ટીમની લીડ માત્ર 20 થી 30 રન પર જ પહોંચી શકે તેવુ લાગી રહ્યુ હતુ. તે જ સમયે ભારતીય પુછડીયાઓએ શાનદાર રમત દાખવતા ભારતને 95 રનની મજબુત લીડ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમીકા ભજવી છે.
ત્રણ ખેલાડીએ 48 રન બનાવ્યા
રવિન્દ્ર જાડેજા સાથે બેટિંગ કરતા જસપ્રીત બુમરાહે 28, મોહમ્મદ શમીએ 13 અને મોહમ્મદ સિરાજે 7 રન ફટકાર્યા હતા. આ ત્રણેય બેટધરોએ 48 રન બનાવી અને ભારતીય ટીમની લીડ મજબુત કરી હતી. જે રીતે આ ટેસ્ટ મેચમાં લાગી રહ્યુ છે કે અંતિમ દિવસે આ લીડ ભારતીય ટીમ (Indian Team)ના ખાતમાં સોના જેવુ કામ કરી શકે છે જ્યારે ઇંગ્લેન્ડ (England) ટીમ માટે મુશ્કેલી બની શકે છે.
ઇંગ્લેન્ડ ખાતે નવો રેકોર્ડ સ્થાપ્યો
ભારતના 9,10 અને 11 નંબરના ખેલાડી (Player)ઓએ ઇંગ્લેન્ડ ખાતેના રેકોર્ડમાં સુધાર લઇ આવ્યા છે. 2018 ના પ્રવાસે ભારતીય ટીમ (Indian team)ના 9,10 અને 11 ના ખેલાડીઓએ 20 રન નોંધાવ્યા હતા. જ્યારે હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં એકલા બુમરાહે જ 28 રન નોંધાવી અને ઇંગ્લેન્ડ માટે મુશ્કેલી ઉભી કરી છે.
ભારતીય ટીમ મજબૂત સ્થિતિએ
મહત્વનું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો ત્રીજા દિવસની રમતમાં ભારતને 95 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ રમતા 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ (Indian team) બેટિંગ કરવા મેદાન પર ઉતરતા 278 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત તરફથી ઓપનર રાહુલ અને રોહિત શર્માએ એક સારી શરુઆત અપાવી હતી, પરંતુ રોહિત શર્મા આઉટ થતાની સાથે જ એક બાદ એક વિકેટ પડવાની શરૂ થઇ હતી. રોહિત બાદ ચેતેશ્વર પુજારા 4, વિરાટ કોહલી 0, અજિંક્ય રહાણે 5 રન પર આઉટ થઇ અને પેવેલિયન પરત ફર્યા હતા.
ઇંગ્લેન્ડ ટીમનું બોલિંગ આક્રમણ
મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં ઝડપી રન બનાવવાની રમતમાં ઋષભ પંત 25 રન બનાવી આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી અને ભારતીય ટીમ (Indian team)ને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ શમી, બુમરાહ અને સિરાજે મળીને 48 રન બનાવી ભારતના સ્કોરને મજબુત સ્થિતિએ પહોંચાડ્યો છે. ઇંગ્લેન્ડ ટીમના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો જેમ્સ એન્ડરસને 4 જ્યારે સૌથી વધુ રોબિન્સને 5 વિકેટ લઇ ભારતીય ટીમ (Indian team)ને ઓલ આઉટ કરી હતી.
ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ
ભારતીય ટીમ (Indian team)માં રાહુલે સૌથી વધારે 84 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓલરાઉન્ડરની ભૂમીકા ભજવનારા રવિન્દ્ર જાડેજાએ 53 રન બનાવ્યા હતા. આ તકે જો પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ ટીમ (England team)નો સફાયો કરવામાં ભારતીય બોલિંગ આક્રમણમાં બુમરાહે સૌથી વધુ 4 વિકેટ મેળવી છે જ્યારે શમીએ 3, ઠાકુરે 2 અને સીરાજને એક વિકેટ લેવામાં સફળતા સાંપડી હતી.
આ પણ વાંંચો : રવિન્દ્ર જાડેજા થયો આ દિગ્ગજોની યાદીમાં સામેલ
Android: http://bit.ly/3ajxBk4