Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝધર્માંતરણ મામલામાં સીએમ યોગીએ આપ્યા તપાસના આદેશ : આરોપીઓ પર લાગશે NSA

ધર્માંતરણ મામલામાં સીએમ યોગીએ આપ્યા તપાસના આદેશ : આરોપીઓ પર લાગશે NSA

cm yogi directs action on religion conversation
Share Now

ધર્માંતરણના મામલામાં યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે…ધર્માંતરણ મામલે સખ્ત કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે….ઉત્તર પ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન રેકેટનો પર્દાફાશ થતા જ પ્રદેશની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ અપાયા છે કે એજન્સીઓ આ મામલાના મૂળ સુધી જાય અને તેમાં જે પણ સામેલ હોય તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે.

દોષિતો પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવવામાં આવે

યૂપી એટીએસે ધર્માંતરણ અભિયાન ચલાવનાર 2 મૌલાના મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીરની લખનૌથી ધરપકડ કરવામાં આવી છે. બન્ને દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં રહેતા હતા. દેશભરના 1 હજાર લોકોને લાલચ આપીને ધર્માંતર કરાવવાના એટીએસના આ ખુલાસા ભાદ સમગ્ર આરોપીએ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા છે કે જે લોકોને લાલચ આપીને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો મામલામાં એટીએમસે ધરપકડ કરી છે તેમની ઉપર એનએસએ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત યોગીએ તમામ આરોપીઓની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે

શું છે આખો મામલો?

અત્રે જણાવવાનું કે હાલમાં જ ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ધર્મપરિવર્તન રેકેટનો ખુલાસો થયો છે. નોઈડા પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી ત્યારબાદ એટીએસની મદદથી આ મામલે કાર્યવાહી કરાઈ. યુપી એટીએસએ આ મામલે આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીની ધરપકડ કરી છે.

આ રીતે પકડાયા આરોપી

આ કેસની તપાસ 2 જૂને ગાઝિયાબાદની મસૂરી પોલીસે શરુ કરી હતી. ડાસના દેવી મંદિરમાં ઘૂસવાના મામલામાં સેવાદારોએ વિપુલ વિજયવર્ગીય અને તેના સાળા કાસિફને પકડી પોલીસને સોંપ્યા હતા. તેમની પાસેથી કેટલીક સર્જિકલ બ્લેક મળી હતી. જેમાં જાણવા મળ્યું કે તે કપ થેરાપી સાથે જોડાયેલો મામલો છે. જેના કારણે મામલો એટીએસને સોંપવામાં આવતા બન્નેની પુછપરછ કરવામાં આવી તો વિપુલનો ધર્મ પરિવર્તન કરી તેના લગ્ન કાસિમની બહેન સાથે કરાવવાની વાત સામે આવી હતી. આ બાદ એક પછી એક નામ સામે આવ્યા.

આ પણ જુઓ : UPમાં થયેલ ધર્મ પરિવર્તનની ઘટના પાછળ ISI નો હાથ

ધર્માતરણના મામલામાં આઈએસઆઈનું ફંડિગ

ધર્માતરણના મામલામાં લખનૌના બે લોકોની ધરપકડ પર યુપી એટીએસએ કહ્યું કે આની પાછળ આઈએસઆઈનું ફંડિગ છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ધર્મપરિવર્તન દેશની જનસંખ્યા સંતુલન બગાડવાના હેતુથી કામ થઈ રહ્યું છે.

પોલીસ સૂત્રોને આ મામલે વિદેશી ફંડિંગ અને અનેક લોકોના સામેલ હોવાની જાણકારી પણ મળી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ લોકો મૂક બધિર બાળકોને ધર્માંતરણનો શિકાર બનાવતા હતા અને સાથે સાથે મહિલાઓને પણ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું.

6થી વધારે રાજ્યોમાં ચાલી રહ્યુ છે રેકેટ

એટીએસની શરુઆતની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને કેરળમાં આ રેકેટનું મોટું નેટવર્ક છે. આ રેકેટના માધ્યમથી તમામ રાજ્યોના 1 હજારથી વધારે લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યાના દસ્તાવેજ મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં લોકો નોઈડા, વારાણસી, કાનપુર, મથુરા, ગાજિયાબાદ અને અન્ય જિલ્લામાં સક્રિય હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment