Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટઅમિતાભની ‘ઝુંડ’ના OTT રાઇટ્સ 33 કરોડ રૂપિયામાં વેચાયા

અમિતાભની ‘ઝુંડ’ના OTT રાઇટ્સ 33 કરોડ રૂપિયામાં વેચાયા

Jhund
Share Now

અમિતાભની ‘ઝુંડ’ના OTT રાઇટ્સ 33 કરોડ રૂપિયામાં વેચાયા, સ્ટોરી મહારાષ્ટ્રની હોવાથી અહીં થિયેટર ખૂલ્યાં પછી રિલીઝ થશે.

  • સુપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુલે ‘ઝુંડ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે
  • આ ફિલ્મ મહારાષ્ટ્રના ફૂટબોલ કોચ વિજય બારસેની બાયોપિક છે

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ ફિલ્મની થિયેટરમાં રિલીઝ પર હજુ સસ્પેન્સ છે. ફિલ્મના OTT રાઈટ્સ 33 કરોડ રૂપિયામાં વેચાયા હોવાના ન્યૂઝ છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે જો મહારાષ્ટ્રનાં થિયેટર ખૂલવામાં વધારે મોડું થશે તો ‘ઝુંડ’ ફિલ્મ ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ શકે છે. આની પહેલાં અમિતાભ બચ્ચનની ગુલાબો સિતાબો OTT પર રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ હતી. આ અઠવાડિયું બોલિવૂડ માટે નવી આશાઓ લઈને આવ્યું છે. અક્ષય કુમારની બેલબોટમ રિલીઝ થઈ છે. એ પછી અમિતાભ-ઇમરાનની ‘ચેહરે’ ફિલ્મ 22 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

Zund

મહારાષ્ટ્રમાં થિયેટર બંધ છે, તેલંગાણા ઉપરાંત અન્ય રાજ્યોમાં થિયેટર 50% ક્ષમતા સાથે જ ખૂલ્યાં છે. ફિલ્મનોના થિયેટર બિઝનેસમાં મહારાષ્ટ્રનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ફિલ્મની કમાણીનો આશરે 25% ભાગ મહારાષ્ટ્રમાંથી જ આવે છે. બેલબોટમ અને ચેહરેના મેકર્સે મહારાષ્ટ્રની કમાણીને છોડવાનો નિર્ણય કર્યો અને ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરી રહ્યા છે, પરંતુ ‘ઝુંડ’ માટે આ શક્ય નથી. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટના ડિરેક્ટર નાગરાજ મંજુલે ‘ઝુંડ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના ફૂટબોલ કોચ વિજય બારસેની બાયોપિક છે. આ જ કારણે ફિલ્મની 25% નહીં પણ એનાથી વધારે કમાણી ખાલી મહારાષ્ટ્ર કરી શકે છે. સ્ટોરી, ડિરેક્ટર અને કોમર્શિયલ એંગલને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને મહારાષ્ટ્રના દર્શકો સિવાય દેશના અન્ય ભાગમાં રિલીઝ કરવાનો કોઈ ફાયદો નથી.

OTTનો રસ્તો ખુલ્લો છે

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના આઇકોન છે, બોલિવૂડમાં સ્પોર્ટ્સ બાયોપિક ઘણી સારી ચાલે છે. નાગરાજ મંજુલેની ‘સૈરાટ’ ફિલ્મ મરાઠી સિનેમામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. એટલું જ નહીં, આ ફિલ્મ આખા દેશમાં જોવાઈ. એ પછી ફિલ્મની હિન્દી રિમેક ‘ધડક’ બની. એમાં જાનવી કપૂર અને ઇશાન ખટ્ટરે ડેબ્યુ કર્યું હતું. ‘ઝુંડ’ના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે, પરંતુ કોમર્શિયલ વાયેબિલિટી પણ મહત્ત્વની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 20 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મના OTT રાઈટ્સ 33 કરોડ રૂપિયામાં વેચીને મેકર્સે કોમર્શિયલ રિસ્ક દૂર કર્યું છે.

ફિલ્મ રિલીઝનો કોઈ નિર્ણય લીધો નથી

ફિલ્મ ‘ઝુંડ’ના એક પ્રોડ્યુસર સંદીપ સિંહે જણાવ્યું હતું કે અમે ચેહરેનો રિસ્પોન્સ જોઈશું. મહારાષ્ટ્રમાં થિયેટર ખૂલે એની પણ આતુરતાની રાહ જોઈ રહ્યા છીએ. ફિલ્મ થિયેટરમાં ક્યારે રિલીઝ કરવાની છે કે પછી ડાયરેક્ટ OTT પર રિલીઝ કરવાની છે, આનો નિર્ણય પછી થશે.

આ પણ જુઓ : कंगना की कार्बन कॉपी

ફિલ્મને સમજનારા ‘ઝુંડ’ની રાહ જોશે

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ અને પ્રોડ્યુસર ગિરીશ જોહરે જણાવ્યું હતું કે જે લોકો ફિલ્મનાં આર્ટ, સ્ટોરી અને ક્રિએટિવિટીને સમજે છે તેઓ ‘ઝુંડ’ની રાહ જોશે. નાગરાજ મંજુલેનું કામ દર્શકો સૈરાટમાં જોઈ ચૂક્યા છે. આ ફિલ્મ થિયેટર માટે જ બની છે. આજની સ્થિતિમાં ‘ઝુંડ’ના મેકર્સ ‘બેલબોટમ’ અને ‘ચેહરે’નો રિસ્પોન્સ જોશે. આશા છે કે અઠવાડિયાંના અંત સુધીમાં કોઈ નિર્ણય લેવાઈ જશે.

સપ્ટેબર પહેલાં રિલીઝ થઈ શકે છે

‘ચેહરે’ ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિતે જણાવ્યું કે, અમે ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ કરીશું. અમને આશા છે કે, મહારાષ્ટ્રમાં પણ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાંમાં થિયેટર ખોલવાની પરવાનગી મળી જશે. જો આવું થશે તો અમારો બિઝનેસ સારો થશે.

‘ઝુંડ’ માત્ર કમર્શિયલ નથી, અન્ય ઘણું મહત્ત્વ ધરાવે છે

  • વિજય નામ અમિતાભની ખાસ ઓળખ છે. ‘ઝુંડ’ સ્લમ ફૂટબોલ કોચ વિજય બારસેની બાયોપિક છે. તેમાં અમિતાભ ફરીથી વિજય બન્યા છે.
  • ફિલ્મ લવર્સમાં ‘ઝુંડ’ની રાહનું એક કારણ નાગરાજ મંજુલે પણ છે. તેમની ફિલ્મ દેશ-વિદેશમાં લોકોને ગમી હતી. હવે તેઓ ‘ઝુંડ’ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યા છે.
  • અમિતાભ જેવા એક્ટરને સારા ડિરેક્ટર મળે એટલે ચાર ચાંદ લાગી જાય. આ ફિલ્મ બિગ બી માટે એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.
  • કેરેક્ટર માટે અમિતાભની તૈયારીઓ આજે પણ વખાણવા જેવી છે. તેમણે આ ઉંમરે ફૂટબોલની બધી ટેક્નિક વિજય બારસે પાસેથી શીખી. ટીવી પર કલાકો સુધી ફૂટબોલ જોઇને નાનામાં નાની વસ્તુ શીખી.

Zund

બધા બાળકો નોન એક્ટિંગ બેકગ્રાઉન્ડનાં છે

ફિલ્મમાં ફૂટબોલ ટીમના દરેક બાળકો નોન એક્ટિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બધા મિડલ ક્લાસ ફેમિલીના છે અને અલગ-અલગ જગ્યાએ કામ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં આજે પણ મોટા-મોટા એક્ટર અમિતાભની સામે નર્વસ થઈ જાય છે, પણ આ છોકરાઓ સાથે એક્ટિંગ કરાવવું એકદમ સરળ હતું. બિગ બીએ આ છોકરાઓ સાથે ડાયરેક્ટ શૂટિંગ નથી કર્યું, એ પહેલાં તેમની સાથે સમય પસાર કર્યો. તેમની સાથે રમ્યા, જમ્યા અને ઘણી બધી વાતો કરી. બધાએ સાથે મળીને ફૂટબોલ પ્રેક્ટિસ કરી. આ રીતે તેમનું પણ કોન્ફિડન્સ લેવલ વધી ગયું.

બોક્સ ઓફિસ કે OTT, અમિતાભની ફિલ્મ સ્પેશિયલ હોય છે

અમિતાભ આજે પણ બોલિવૂડના સૌથી વ્યસ્ત કલાકાર છે. તેમની લાસ્ટ ફિલ્મ ગુલાબો સિતાબો OTT પર આવી હતી. તેમની એક્ટિંગનો ચારેકોર ચર્ચા થઈ. આની પહેલાં તેમની ફિલ્મ બદલા પણ સુપરહિટ રહી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સારો બિઝનેસ ના કરી શકી. હવે ‘ચેહરે’ ફિલ્મમાં પણ અમિતાભ હોવાથી ફિલ્મ સફળ થાય તેની જવાબદારી તેમના પર છે. દર્શકો તેમની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment