Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeન્યૂઝમોદી સાહેબે ગુજરાતની જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા એટલે જ જનતાને વિશ્વાસ છે – ગુજરાત સીએમ

મોદી સાહેબે ગુજરાતની જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા એટલે જ જનતાને વિશ્વાસ છે – ગુજરાત સીએમ

CM OF GUJRAT
Share Now

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અખબારી યાદીમાં જણાવે છે કે, વિક્રમ સંવત 2078ના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે સ્થાનિક કાર્યકરો સહિત સ્થાનિક રહિશો સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભાકામના પાઠવી હતી.

FUNCTION OF NEW YEAR

પેજ કમીટીના સભ્યો અને કાર્યકરોએ ભાજપની જીત નિશ્ચિત કરી – પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ

સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી સંબોધન કરતા જણાવ્યું કે પેજ કમિટીના કારણે તાપી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપણે જીતી શક્યા છીએ. પેજ કમીટીના સભ્યો અને કાર્યકરોએ ભાજપની જીત નિશ્ચિત કરી. શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાંવ્યું કે આપણે વિધાનસભાની બે બેઠકો અહીથી આપવાની છે. ભાજપના કાર્યકરો 182 બેઠકોની ચિંતા ન કરે દરેક કાર્યકર તેમના પેજની ચિંતા કરે તેમ આહવાહન કર્યુ હતું. કાર્યકરોને જણાવ્યું કે જે પેજ જીતશે તે બુથ જીતશે અને બુથ જીતશે તો વિધાનસભા જીતવામાં નક્કી સફળતા મળશે. ચૂંટણીના સમયે દરેક કાર્યકર પેજ પર વધુ ધ્યાન આપે, પેજ માથી દરેક મતદારનું મતદાન થાય તેનું ધ્યાન રાખવા ખાસ આગ્રહ કર્યો.

મને ભાજપના દરેક કાર્યકરની કામ કરવાની તાકાત અને સંગઠન પર વિશ્વાસ છે- શ્રી સી.આર.પાટીલ

શ્રી પાટીલ સાહેબે જણાવ્યું કે, મને ભાજપના દરેક કાર્યકરની કામ કરવાની તાકાત અને સંગઠન પર વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં આપણી જીત નક્કી છે પરંતુ એક એક મતદાર આપણો કાર્યકર્તા બને તેના માટે સૌ કાર્યકરો પ્રયત્નો કરે તેમ જણાવ્યું હતું. સૌ સાથે મળી સરકારની દરેક યોજનાઓને લોકો સુધી પહોંચાડી લાભાર્થીઓને લાભ અપાવવા કાર્યકરોને આહવાહન કર્યુ હતું. ભાજપ પાર્ટી એ બીજી અન્ય રાજકીય પાર્ટીઓ કરતા ઘણી અલગ છે. શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, નીતીથી સત્તા પ્રાપ્ત કરી જનતાની સેવા કરવાનો આપણો હેતું છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જરૂરિયાત મંદ લોકો માટે જુદી-જૂદી ઘણી યોજનાઓ બનાવી છે તે લાભ વધુમા વધુ લોકો સુધી પહોંચે તે માટે દરેક કાર્યકર કાર્ય કરે તે માટે આહવાહન કર્યુ. શ્રી સી.આર.પાટીલ સાહેબે ટકોર કરી કે માત્ર ભાષણો કરવાથી ચૂંટણી ન જીતાય. લોકોના દીલ સુધી પહોંચવુ પડે અને તે માટે સરકારની યોજનાનો લાભ આપવો જરૂરી છે. સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ દરેક કાર્યકર માટે સોમવાર અને મંગળવારે મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તમને મળી તમારા પ્રશ્નોનું નિવારણ લાવે તેવી સુંદર વ્યવસ્થા કરી છે તે બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો.

મારો સ્વભાવ ઠંડો છે હું 20-20 મેચ રમવા વાળો નથી – સીએમ

CM OF GUJARAT સ્નેહમિલન કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી અને પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબની કાર્યપદ્ધતીના વખાણ સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, શ્રી સી.આર.પાટીલ સાહેબ નાનામા નાના કાર્યકરની ચિંતા કરે છે. રાજયના જુદા જુદા વિસ્તારમાં જઇ દરેક કાર્યકરને મળી તેની રજૂઆત સાંભળી તેના પ્રશ્નોનો નિકાલ કરવા હંમેશા તત્પર હોય છે. સાથે હળવા અંદાજમા જણાવ્યું કે મારો સ્વભાવ ઠંડો છે હું 20-20 મેચ રમવા વાળો નથી.

આ પણ વાંચો : ગુજરાત ડ્રગ્સ કેસને લઈને જીતુભાઈ વાઘાણીએ NCP નેતા નવાબ મલિકને પડકાર ફેંક્યો

તમારે ત્યા બેઠેલો વ્યકિત આજે સી.એમ બન્યો છે એટલે કાર્યકરોની મુશ્કેલી મને ખબર છે એટલે કોઇ કાર્યકરને મુશ્કેલી નહી પડે- શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, તમારે ત્યા બેઠેલો વ્યકિત આજે સી.એમ બન્યો છે એટલે કાર્યકરોની મુશ્કેલી મને ખબર છે એટલે કોઇ કાર્યકરને મુશ્કેલી નહી પડે તેમ કાર્યકરોને વિશ્વાસ સાથે જણાવ્યું . ભાજપના દરેક કાર્યકરમાં હરિફાઇ હોય એ માત્ર કામ કરવાની હોય અને ભાજપમા દરેક કાર્યકર એક પરિવારની ભાવના રાખી જનતાની સેવા કરે છે. આદિવાસી વિસ્તારમાં ભાજપે ઘણા વિકાસના કામો કર્યા છે અને ક્ષિક્ષણ, રોડ-રસ્તા, વિજળી, પાણી અને કૃષિ ક્ષેત્ર વધારે સારા કામ કરી આદિવાસી ભાઇ-બહેનોને વધુ સારી સુવિધા આપવા સરકાર હંમેશા કટીબદ્ધ છે. સંગઠન અને સરકાર સાથે મળી રાજયના દરેક સમાજ અને પ્રજાના વિકાસના કાર્યો સાથે કામ કરી ગુજરાતમાં વિકાસની યાત્રા ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. શ્રી પાટીલ સાહેબે સહકાર ક્ષેત્રમાં પણ ડંકો વગાડયો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા છે અને એજ કારણ છે કે જનતા આપણા પર વિશ્વાસ મુકે છે.

અનેક મંત્રીઓ, કાર્યકરો રહ્યા હાજર

સ્નેહ મિલન કાર્યક્ર્મમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા, રાજયના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી મોહનભાઇ, માજી મંત્રીશ્રી કાંતિભાઇ ગામીત, જિલ્લા પ્રમુખશ્રી ડો.જયરામભાઇ ગામીત, જિલ્લા પ્રભારીશ્રીઓ અશોકભાઇ ધોરાજીયા ,શ્રીમતી ડિંપલબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, પરેશભાઇ વસાવા, સુભાષભાઇ પારઘી, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન નરેશભાઇ પટેલ સહિત જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ અને નાગરિકો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment