Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝસિંહોરના આંગણે આવતીકાલે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નિરામય દિવસની ઉજવણી

સિંહોરના આંગણે આવતીકાલે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નિરામય દિવસની ઉજવણી

NIRAMAY DIN
Share Now

સિહોરના આંગણે માન. શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ગરીમામય ઉપસ્થિતિમાં નિરામય દિવસની ઉજવણી અંતર્ગત ટાઉનહોલ, શિહોર ખાતે તા.૧૨/૧૧/૨૧ ના રોજ મેગા મેડિકલ ચેકઅપ અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં લોકોને તબીબી સુવિધાઓનો લાભ મળશે.

૩૦ વર્ષથી મોટી ઉમરના લોકોને વિનામૂલ્યે સ્થળ પર તમામ રોગ ના નિદાન, સારવાર મળશે

SINHHOR ગુજરાત રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રી દ્વારા રાજયવ્યાપી નિરામય અભિયાન કાર્યક્રમ નો શુભારંભ તા : ૧૨-૧૧-૨૦૨૧ ના રોજ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ૩૦ વર્ષથી મોટી ઉમરના લોકોને વિનામૂલ્યે સ્થળ પર તમામ રોગ ના નિદાન, સારવાર, લેબોરેટરી સુવિધા, કાઉન્સેલિંગ સુવિધા સાથેના મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ટાઉન હોલ, શિહોર ખાતે તા. 12-11-2021 શુક્રવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આખરે દિવાળી બાદ ફડણવીસે બૉમ્બ ફોડ્યો, મલિકનું અંડરવર્લ્ડ કનેક્શન

નિરામયા કાર્ડ લોકોને અર્પણ કરવામાં આવશે

જેમાં મેડિકલ કોલેજ હોસ્પિટલ ભાવનગરના અને અને અન્ય હોસ્પિટલ ના વિવિધ રોગના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવશે, ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની કેન્સર નિદાન માટેની ખાસ સુવિધાયુક્ત વાનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે નિરામયા કાર્ડ લોકોને અર્પણ કરવામાં આવશે. હાલમાં જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, કિડની ના રોગ, પાન્ડુરોગ, જેવા દર્દીઓ કે જેમને હાલમાં સારવાર શરૂ હોય એ લોકોએ ફોલોઅપ માટે પણ આ કેમ્પનો લાભ અચૂક લેવો જોઈએે. કોવિડ રસીકરણ અને પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના – મા કાર્ડ ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

જરુરીયાતમંદ લોકો ને ઉપયોગી થવાના આશય થી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હોય વધુ મા વધુ લોકો ને રક્તદાન કરવા માટે અનુરોધ છે. દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે નિયમિત રીતે નિરામયા દિવસ ની ઉજવણી કરવામાં આવશે અને સ્ક્રિનિંગથી સારવાર સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જરૂરીયાત વાળા તમામ દર્દીઓ માટે તેમજ ટીબી ના શંકાસ્પદ દર્દીઓ માટે કેમ્પ ના સ્થળ પર જ વિવિધ લેબોરેટરી પરિક્ષણ અને એક્સ રે દ્વારા નિદાન ની વ્યવસ્થા કરવામાં આવશે. આ કેમ્પનો વધુમાં- વધુ લોકો લાભ લેવા માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment