Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી જગતના તાતની દયનીય હાલત

‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી જગતના તાતની દયનીય હાલત

tree totally break cause of cyaclone
Share Now

 

તાઉતે વાવાઝોડાએ દરિયાયી વિસ્તારમાં તો ભારે કહેર મચાવ્યો હતો પરંતુ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ઉપલેટા પંથકમાં વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો જેના કારણે કેળનો પાક સંપૂર્ણ તબાહ થઇ ચુક્યો છે. થોડા દિવસો પહેલાં જ ગુજરાત પર જે રીતે વાવાઝોડાની આફત આવી હતી તેના પરિણામ સ્વરૂપે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારો અનેક ઘરો અને અનેક ખેતપેદાશોને ભારે નુકસાન કર્યું છે ત્યારે આવું જ નુકસાન રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ જોવા મળી રહ્યું છે. ઉપલેટા પંથકમાં બાગાયતી પાક એવા કેળાની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. આ નુકસાનીના વળતર માટે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને સરકાર પાસે સહાયની માંગ કરી છે. ઉપલેટા પંથકની અંદર અંદાજીત 100-125 વિઘાની અંદર ખેડૂતોએ કેળની ખેતી કરી હતી જેમાં હાલ ભારે નુકશાની જોવા મળી રહી છે.

farmers lost their everything

આ વર્ષે કુદરતે જગતના તાતને પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ

વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અમુક કેળ ઢાળી પડી છે તો અમુક તો જમીનદોસ્ત થઇ ગઈ છે, કેળમાં આવેલો મોલ પણ ખરી પડ્યો છે. ઉપરથી કાચા-પાકા કેળા વરસાદમાં પલળી જતા ખેડૂતોએ મોલને ફેંકી દેવો પડ્યો છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો, કેળની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું. ગયા વર્ષે લોકડાઉનના કારણે મહામહેનતે તૈયાર કરેલ કેળાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની કીમત ઉપજી નહોતી. ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નતું મળ્યું તો ક્યાંક ખેડૂતોને નુકસાની વેઠીને પણ નિકાસ કરવી પડી હતી. તો આ વર્ષે કુદરતે જગતના તાતને પડ્યા પર પાતું માતુ માર્યું છે. ખેડુતોએ મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલા મોલને વાવાઝોડાએ તહેસ-નહેસ કરી નાખ્યો છે અને ખેડૂતોને વધુ કર્જદાર અને દેવાદાર બનાવી દીધો છે. ત્યારે ખેડૂતોને એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અનુભૂતિ થઇ રહી છે.

આ પણ જુઓ: ગીર-સોમનાથ જિલ્લામાં વીજસેવાને પુન:સ્થાપન કરવાની કામગીરી

તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની માંગ

ગયા વર્ષે લોકડાઉનના કારણે મહામહેનતે તૈયાર કરેલ કેળાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી ન હતી, ઉપરાંત ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નહોતું મળ્યું. આથી ખેડૂતોએ સરકારને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે કારણકે પાકને નુકસાન થતા ખેડૂતો લાચાર બન્યા છે, ખાવાના પણ સાંસા પડી રહ્યા છે ત્યારે તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં એવી માંગ કરી છે.વાવાઝોડા પછી વડાપ્રધાન ખુદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સતત ગામડાઓની મુલાકાત લઇ રહ્યા છે અને લોકોને સાંત્વના પાઠવી રહ્યા છે.ત્યારે ઉપલેટા પંથકના બાગાયતી પાક એવા કેળની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાને કારણે નુકસાની થતા ખેડૂતોએ સરકારને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે તો સરકારે નુકસાની સામે સંવેદના દાખવી અને યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની પણ માંગ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment