Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઑટો & ગેજેટ્સના હોઈ..! અમરેલીમાં બનશે વિમાન

ના હોઈ..! અમરેલીમાં બનશે વિમાન

naran kachhaliya poojan
Share Now

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયત્નો થી અમરેલી શહેરમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરનું યુનિટ સ્થપાશે

સરકારે એરો ફેયર ઇન્ક કંપની સાથે 150 કરોડના MOU કર્યા

સાંસદશ્રીએ ગત તા. 10.3.2021ના રોજ અમરેલી શહેર ખાતે કંપનીને જમીન ફાળવવા અને સત્વરે MOU કરવા મુખ્યમંત્રીશ્રી અને ઉડ્ડયન મંત્રીશ્રીને રજુઆત કરી હતી. અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી અમરેલી શહેર ખાતે આગામી ડિસેમ્બર-2021 સુધીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચર યુનિટ ઉભું થશે. આ માટે સાંસદશ્રીએ ગત તા. 10 માર્ચ, 2021ના રોજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજુઆત કરી એરો ફેયર ઇન્ક કંપનીને અમરેલી ખાતે જમીન ફાળવવા, જરૂરી સુવિધાઓ પુરી પાડવા થી લઇ સત્વરે MOU થાય તે માટે રજુઆત કરેલ હતી અને સાંસદશ્રીએ ગત તા. 28 મેં, 2021ના રોજ યુનિટનું ભૂમિપૂજન પણ કરેલ હતું.

Air plain making

  • સાંસદશ્રીની અસરકારક રજુઆતના અનુસંધાને સરકારશ્રીના એવિએશન વિભાગ દ્વારા એરો ફેયર ઇન્ક કંપની સાથે 150 કરોડના MOU કરવામાં આવ્યા છે.
  • પ્રાપ્ત વિગતોનુસાર આગામી ડિસેમ્બર-2021 સુધીમાં કંપની દ્વારા અમરેલી ખાતે યુનિટ ઉભું કરી દેવામાં આવશે અને ત્યારબાદ એરક્રાફ્ટનું ઉત્પાદન ચાલુ થશે.

કંપની દ્વારા અમરેલી ખાતે 2 સીટર અને 4 સીટર એરક્રાફ્ટ, એર એમ્બ્યુલન્સ અને હેલીકોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે તથા ફલાઇટ ટેસ્ટ અને MRO (પ્લેન સર્વિસીસ) પણ કરવામાં આવશે. જેનાથી અમરેલી જિલ્લામાં ઉડ્ડયન ક્ષેત્રે પ્રગતિ થશે.

જુઓ વિડીયો : અમરેલીમાં બનશે વિમાન


દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે, જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂૂર્ણ થાય એવી શક્યતા છે. ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. એની સાથે કંપની દ્વારા પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા અને ત્યાર બાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ પણ જુઓ : ગીરના સિંહ વિશ્વમાં થશે પ્રખ્યાત

અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે. આ કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ ઉપરોક્ત માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

naran kachhaliya Metting

આ સિવાય કંપની દ્વારા વિદેશની અન્ય 3 કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા તૈયાર થનારાં તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર કરવામાં આવશે.

1200થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે

કંપની દ્વારા અમરેલી ખાતે શરૂ કરવામાં આવી રહેલા પ્રોડક્શન યુનિટને કારણે એન્જિનિયરોની સાથે અન્ય એક્સપર્ટને તેમજ અન્ય ટેક્નિશિયનો સહિત 200થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે, જ્યારે એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment