Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આ વસ્તુઓનું ધુમ વેચાણ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આ વસ્તુઓનું ધુમ વેચાણ

Share Now

તાલિબાનના કબજા બાદ લોકો ડરથી અફઘાનિસ્તાન (Afghanistan)છોડવા મજબુર બન્યા છે. જ્યારે કોઇ પણ ઓપ્શન નહીં રહેતા લોકોને ત્યાં રહેવુ ફરજીયાત થયુ છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)રહેતા લોકો હાલમાં ખરીદી કરી રહ્યા છે. તેનુ કારણ શોખ નહીં. પરંતુ તાલિબાનનો ખોફ છે.

એક રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન (Afghanistan )માં પાઘડી (Turban)અને હિજાબ (Hijab)ની કિંમત ઝડપથી વધી રહી છે. ગત્ત 15 ઓગષ્ટના રોજ કાબુલ પર તાલિબાને કબજો કર્યા બાદ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે કે તેને શખ્ત પાબંધીઓ સાથે રહેવુ પડશે. તેની સીધી અસર એ તમામ કિંમત પર પડી રહ્યો જે તાલિબાન શાસનમાં લોકોનો જીવ બચાવવા માટે કામ આવશે. એ છે હિજાબ અને પાઘડી.

તાલિબાને ગત્ત સમયે શરિયા કાયદો લાગુ કર્યા બાદ પુરૂષો માટે પાઘડી અને મહિલાઓ માટે હિજાબ પહેરવુ ફરજીયાત કરી નાખ્યુ હતુ. આ વખતે પણ આ નિયમ થવાની આશંકાને પગલે લોકોએ હિજાબ અને પાઘડીની ખરીદી શરૂ કરી છે. જેના પગલે આજે તેના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

તાલિબાન પર ભરોસો નહીં

કાબુલ (Kabul)ના એક દુકાનદારે સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પહેલા રોજ 5 હિજાબ વહેંચાતા હતા. પરંતુ તાલિબાન (Taliban)ના કબજા બાદ આજે રોજ 15 થી 20 વહેંચાઇ રહ્યા છે.

 હિજાબની માગમાં વધારો

અન્ય એક દુકાનદાર સાથે વાતચીત કરતા તેને જણાવ્યું કે, ભાવમાં પણ વધારો થયો છે. પહેલા હિઝાબ (Hijab)1 હજાર અફઘાની (અફઘાનિસ્તાનની કરન્સીનું નામ)માં વહેંચાતો હતો. પરંતુ હવે તેનો ભાવ 1200 અફગાની થઇ ગયો છે. પહેલા 6 થી 7 હિજાબ (Hijab)વહેંચાતા હતા તે આજે રોજ 20 વહેંચાઇ રહ્યા છે.

પાઘડીની માગમાં પણ વધારો

આવો જ મામલો પાઘડી (Turban)ઓમાં પણ સામે આવ્યો છે. કાબુલ (Kabul)માં પાઘડી વહેંચનારે જણાવ્યું કે, પાઘડીની કિંમત ક્વોલિટીની હિસાબથી 300 થી લઇને 3000 અફઘાની સુધી હોઇ શકે છે. પહેલા હુ ઓછામાં ઓછી 6 પાઘડી વહેંચતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રોજ 30 પાઘડી વહેંચાઇ રહી છે.

કાબુલ (Kabul)માં લોકો એ વાતને માની રહ્યા છે કે હવે તે પાઘડી ફરી પહેરવાની શરૂ કરી ચુક્યા છે. કાબુલ સિટી વિસ્તારના સ્થાનિકે જણાવ્યું કે, હું પહેલા ટોપી પહેરતો હતો. પરંતુ હવે પાઘડી પહેરવી પસંદ કરુ છુ. જોકે એવુ કરવા માટે મને તાલિબાને મજબુર નથી કર્યો.

બુરખાના ભાવમાં 10 ગણો વધારો

આ પહેલા તાલિબાન (Taliban)ના કબજાના એક અઠવાડીયામાં જ બુરખા (Veil)ના ભાવ 10 ગણા વધ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ સ્થાનિક કે જેના ઘરમાં એક કે બે બુરખા છે તે હવે પોતાની બહેન અને મા સાથે શેર કરે છે. સ્થાનિકનું કહેવુ છે કે જો તેની પાસે બુરખો નહીં હોય તો તેને ખુદને ઢાંકવા માટે બેડશીટ અથવા કોઇ કપડાનો ઉપયોગ કરવો પડશે.   

આ પણ વાંચો: અફઘાનિસ્તાન : 3 જિલ્લા તાલિબાનના ચુંગાલમાંથી મુક્ત, હુમલામાં 300 આતંકી ઠાર!

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment