Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeઇતિહાસભારતની આઝાદીનો ટર્નીંગ પોઈન્ટઃ 8 August શરૂ થયુ હતુ ભારત છોડો આંદોલન

ભારતની આઝાદીનો ટર્નીંગ પોઈન્ટઃ 8 August શરૂ થયુ હતુ ભારત છોડો આંદોલન

Quit India Movement
Share Now

ON THIS DAY 8 AUGUST: આઠ ઓગસ્ટનો દિવસ ભારતના ઈતિહાસમાં ખુબ જ મહત્વપુર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભારત સહિત દુનિયાભરમાં અનેક ઘટનાઓ નોંધાઈ હતી. પરંતુ ભારતની આઝાદી માટે આજનો દિવસ ખુબ જ મહત્વપુર્ણ અને મુખ્ય દિવસ માનવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારતથી નિકાળવા માટે ઘણા અહિંસક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતુ અને 8 ઓગસ્ટ 1742 એ તેમણે ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. ( Quit India Movement )  જેના 5 વર્ષ બાદ આપણો દેશ આઝાદ થઈ ગયો હતો. ( ON THIS DAY 8 AUGUST )

 

Quit India Movement

Quit India Movement

ભારત છોડો આંદોલનને પગલે રેલવે સ્ટેશનો, ટેલિફોન કચેરીઓ, સરકારી ઇમારતો અને પેટા રોકાણ રાજની અન્ય જગ્યાઓ અને સંસ્થાઓ પર મોટા પાયે હિંસા થઈ. આમાં તોડફોડની ઘણી ઘટનાઓ બની હતી અને સરકારે આ હિંસાના કૃત્યો માટે ગાંધીજીને જવાબદાર ઠેરવ્યા હતા અને આંદોલનના તમામ અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ( Quit India Movement ) 

કરો અથવા મરો 
આ આંદોલનની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરી હતી. ( Mahatma Gandhi )  બાપુએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુંબઈ સત્રથી આ આંદોલનની શરૂઆત કરી હતી. કરો અથવા મરો આંદોલનમાં ગાંધી અને તેમના સમર્થકોએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ભારતને આઝાદી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ યુદ્ધના પ્રયાસોને ટેકો આપશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વખતે આંદોલન અટકશે નહીં. તેમણે તમામ કોંગ્રેસીઓ અને ભારતીયોને અહિંસા સાથે કરો અથવા મરો દ્વારા અંતિમ સ્વતંત્રતા માટે શિસ્ત જાળવવા કહ્યું.

અફઘાનિસ્તાન માટે પણ આજનો દિવસ ખુબ મહત્વનો દિવસ મનાય છે.

આ ઉપરાંત આજના દિવસે અફઘાનિસ્તાન માટે પણ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અફઘાનિસ્તાનથી રૂસી સેનાની વાપસીની શરૂઆત આજના દિવસથી જ થઈ હતી, એટલે કે 8 ઓગસ્ટ 1988 થી. આપને જણાવી દઈએ કે, અંદાજે 8 વર્ષ સુધી રૂસી સૈનિકો અહીં અહીં રહ્યા હતા.

જાણો દેશ-દુનિયાની 8 ઓગસ્ટ તારીખના ઈતિહાસથી જોડાયેલી અમુક મહત્વપુર્ણ ઘટનાઓ.

1549- ફ્રાંસ ઈંગ્લેન્ડના વિરૂદ્ધ કરી હતી યુદ્ધની જાહેરાત
1609- વેનિસની સીનેટે ગૈલિલિયો દ્વારા તૈયાર દૂરબીનનું નિરીક્ષણ કર્યું
1763- કેનેડા ફ્રાંસના અધિકારોથી આઝાદ થયો
1864- જિનેવામાં રેડ ક્રોસની સ્થાપ્ના થઈ
1876- થૉમસ આલ્વા એડિસનએ મિમિયોગ્રાફની પેટેંટ કરાવી હતી
1899- એ.ટી માર્શલે રેફ્રીજરેટરની પેટેંટ કરાવી હતી
1900- બોસ્ટમાં પહેલી ડેવિસ કપ શ્રૃંખલાની શરૂઆત કરાઈ
1908- શાસ્ત્રીય સંગીત ગાયિકા સિદ્ધેશ્વરી દેવીનો જન્મ
1919- બ્રિટને અફઘાનિસ્તાની આઝાદીની મંજૂરી આપી
1942- મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી
1947- પાકિસ્તાનએ પોતાના રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપી
1988- અફઘાનિસ્તાનમાં 9 વર્ષના યુદ્ધ બાદ રૂસી સેનાએ વાપસી શરૂ કરી
1988- આછ વર્ષ સુધી ચાલતા સંઘર્ષ બાદ ઈરાન અને ઈરાકની વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત
1990- ઈરાકના તત્કાલીન તાનાશાહ સદામ હુસૈને કુવૈતને કબજે લેવાની ઘોષણા કરી
2004- ઈટલીએ બોફોર્સ દલાલીના મામલે મુખ્ય આરોપી ઓટ્ટાવિયા ક્કાત્રોચીને ભારતને સોંપવાની મનાઈ કરી

આ પણ વાંચો- કુતરાઓ દ્વારા એક માસુમ પર હુમલો, બાળકે રસ્તામાં જ દમ તોડ્યો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment