Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
HomeઇતિહાસRBI : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક સમયે પાકિસ્તાન માટે પણ છાપી હતી નોટ

RBI : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક સમયે પાકિસ્તાન માટે પણ છાપી હતી નોટ

RBI
Share Now

ભારત પાકિસ્તાનના ભાગ માટે જ્યારે સિરીલ રેડક્લિફે એક ડ્રોઇંગ પેપર પર પેન્સિલ ચલાવી દીધી હતી તો આંખના પલકારા સાથે જ ભારતના બે ભાગલા પડી ગયા હતા. આજે ભારત પાકિસ્તાનની સીમાને રેડક્લિફના નામથી ઓળખવામાં આવે છે. હકીકતમાં જે અંગ્રેજ રેડક્લિફે ભાગલાની રેખા ખેંચી તે ક્યારેય ભારત આવ્યો નહતો. ભાગલા બાદ પાકિસ્તાન (Pakistan)માં ખાસ સંસાઘન નહતા. તેવા સમયે ભારતે પાકિસ્તાનને પુરી મદદ કરી હતી. આજે આપણે એવી મદદની વાત કરીશુ, જેમાં ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પાકિસ્તાન માટે નોટ છાપવાનું કામ કર્યુ હતુ. આ વાત ઓગષ્ટ 1947 થી સપ્ટેમ્બર 1948 વચ્ચેની છે. ભાગલા વખતે પાકિસ્તાનની પાસે કોઇ સંસાધનો નહતા. તેથી ભારતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પાકિસ્તાન માટે નોટ છાપવાનું કામ કરી પુરી રીતે મદદ કરી હતી.

પાકિસ્તાનને કરી હતી મદદ

એક મીડિયા રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન માટે સેન્ટ્રલ બેંક (Central Bank)બની રહી નહતી. ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે ભારત અને પાકિસ્તાન માટે રિઝર્વ બેંક જ સ્ટેટ બેંકનું કામ કરશે. હકીકતમાં રિઝર્વ બેંક ભારતમાં પહેલેથી જ છે. તેમ છતા તેને કોઇ પણ જાતની ખચકાટ વિના પાકિસ્તાન (Pakistan)ની મદદ કરી હતી.

આ પણ વાંચો: L&Tનો MF કારોબાર ખરીદશે HSBC: રીપોર્ટ

સ્ટેટ બેંક પાકિસ્તાનની વેબસાઇટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને આરબીઆઇ (RBI)ની સર્વિસનો દિલથી સ્વીકાર કર્યો હતો. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને (SBP)આગળ લખ્યુ છે કે, વર્ષ 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલાના સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બંને દેશ માટે સેન્ટ્રલ બેંકનું કામ કર્યુ હતુ. ભાગલાના તુરંત બાદ પાકિસ્તાનમાં કોઇ સેન્ટ્રલ બેંક બનાવવી સહેલી નહતી. તેથી ઇમરજન્સી સમયે પાકિસ્તાનમાં કરન્સીના સર્ક્યુલેશનનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યુ હતુ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને (SBP)આગળ લખ્યુ કે, અવિભાજિત હિન્દુસ્તાનના ગવર્નર જનરલે 14 ઓગષ્ટ 1947 ના પાકિસ્તાન ઓર્ડર, 1947 જાહેર કર્યો. આ આદેશમાં કહેવામાં આવ્યુ કે જ્યાં સુધી પાકિસ્તાનમાં કોઇ સેન્દ્રલ બેંક ન બને, ત્યાં સુધી આરબીઆઇ (RBI)જ કરન્સી સાથે જોડાયેલા કામ સંભાળશે.

આ આદેશ મુજબ 30 સપ્ટેમ્બર 1948 સુધી રિઝર્વ બેંકને ભારત અને પાકિસ્તાન માટે કોમન ઓથોરિટી બનાવવામાં આવી હતી. આ રીતે 30 સપ્ટેમ્બર 1948 સુધી આરબીઆઇએ પાકિસ્તાનને તમામ રીતે નાણાકીય જરૂરીયાતો પુરી પાડી હતી અને રૂપિયા પૈસાનો ઇન્તજામ કર્યો હતો.

આરબીઆઇએ આ દેશો માટે નોટ છાપી

ઇન્ટરનેટ પર આરબીઆઇ (RBI)એ છાપેલી એવી ઘણી નોટ મળી છે જેમાં એક તરફ લખ્યુ છે રિઝર્વ બેંક તો બીજી બાજુ ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાન અથવા પાકિસ્તાન સરકાર લખ્યુ છે. પ્રથમ નજરે નોટોના એવા ફોટો તમને ચોંકાવશે, પરંતુ એ હકીકત છે ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી એ પણ જાણ થાય છે કે આરબીઆઇ ન માત્ર પાકિસ્તાન પરંતુ ખાડીના ઘણા દેશો જેવા કે, યુએઇ (UAE), ઓમાન (Oman)અને બહરીન માટે પણ કરન્સી નોટ છાપી હતી. આ ટ્રેન્ડ 1967 સુધી ચાલ્યો અને ખાડી દેશ 1967 સુધી ભારતીય રૂપિયાનો ઉપયોગ કરતા રહ્યાં હતા.

આરબીઆઇ (RBI)ના ઇતિહાસમાં એ વાત પણ છે કે, તેને એક વર્ષ સુધી પાકિસ્તાન માટે નોટ છાપી હતી. લાહોરમાં રિઝર્વ બેંકની ઓફીસ હતી જે બાદમાં બંધ થઇ ગઇ હતી.

પાકિસ્તાનમાં નોટની છાપણી ક્યારે શરૂ થઇ

પાકિસ્તાનમાં સૌથી પહેલા ઓક્ટોબર 1948 માં નોટો છાપવાની શરૂ થઇ હતી. આ તમામ નોટ 5, 10 અને 100 રુપિયાની હતી. નોટોને છાપવાની જવાબદારી લંડનની કંપનીને આપવામાં આવી હતી. સ્ટેટ ઓફ પાકિસ્તાનની પ્રથમ નોટ 2 રૂપિયાની હતી. તે સાથે જ પાકિસ્તાન સરકારે પણ 1 રૂપિયાની નોટ બહાર પાડી. આ મામલો 1949 નો છે. 1953 માં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને નોટ બહાર પાડવાનો અધિકાર પોતાની પાસે લઇ લીધો. બાદમાં 2,5,10 અને 100 રૂપિયાની નોટ બહાર પાડી. જોકે વર્ષ 1980 સુધી પાકિસ્તાન સરકાર (Pakistan Government) 1 રૂપિયાની નોટ બહાર પાડતી રહી.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment