Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
HomeUncategorized1991 ના સંકટ કરતાં પણ આગળનો રસ્તો વધુ ભયાવહ : મનમોહનસિંહ ઇકોનોમીને લઇ ચિંતિત

1991 ના સંકટ કરતાં પણ આગળનો રસ્તો વધુ ભયાવહ : મનમોહનસિંહ ઇકોનોમીને લઇ ચિંતિત

MANMOHAN ON ECONOMY
Share Now

દેશની અર્થવ્યવસ્થાને લઇ ચિંતિત છે તપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે … દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતા સૂરમાં કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત 1991માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકારે આ માટે તૈયાર રહે.

અત્યારે ખુશી મનાવવાનો ટાઈમ નથી

ECONOMY

BUSINESS STANDARD

મનમોહન સિહે એક વાતમાં કહ્યું કે છેલ્લા ત્રણ દશકોમાં જે પણ સરકાર આવી તેણે આ માર્ગનું અનુસરણ કર્યું અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અરબ ડોલર કરવામાં આવી. આ દુનિયાની બધી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આ સમયમાં 30 કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર નીકળ્યા અને કરોડો નોકરીઓનું સર્જન થયું. જેના કારણે ભારતમાં કેટલીય વિશ્વ સ્તરીય કંપનીઓ આવી અને આપણે વૈશ્વિક તાકાત બનીને બહાર આવ્યા. તેમણે એક બીજી વાતમાં એમ પણ કહ્યું કે “અત્યારે આનંદ અને મગ્નમાં રહેવાનો સમય નથી, પણ આત્મમંથન અને વિચાર કરવાનો સમય છે. એક રાષ્ટ્રની રીતે ભારતે પોતાની પ્રથમિક્તાઓને ફરી નિર્ધારીત કરવી પડશે. “

1991માં નરસિંમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાન હતા મનમોહન

ડો. મનમોહન સિંહ, જે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા, 1991માં નરસિંમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણાં પ્રધાન હતા અને 24 જુલાઈ 1991ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. આ ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરા થવા પ્રસંગે મનમોહનસિંહે શુક્રવારે ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

આ પણ જુઓ : ઓક્સિજનના અભાવે મૃત્યુ થયા છે ?

સુધારાને મહત્વપૂર્ણ ગણાવતા કોંગ્રેસના વખાણ કર્યા

30 વર્ષ પહેલા કોંગ્રેસે ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા. પાર્ટીએ દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું અને આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે.સિંહે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મેં કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે મળીને, સુધારાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી. તે મને ખૂબ આનંદ અને ગર્વ આપે છે કે છેલ્લા ત્રણ દાયકાઓમાં આપણા દેશની જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 30 કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા અને કરોડો નવી નોકરીઓનું નિર્માણ થયું હતું.

કોરોનાએ જિંદગીઓ અને રોજગાર છીનવી લીધા

મનમોહનસિંહે કહ્યું કે કોરોનાને કારણે સર્જાયેલ વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી હું ખૂબ જ દુખી છું. આરોગ્ય અને શિક્ષણના સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયા છે અને આ આપણી આર્થિક પ્રગતિની ગતિની સાથે જઈ શક્યા નથી. આટલી બધી જિંદગી અને નોકરીઓ ગુમાવી છે, એવું ન થવું જોઈતું હતું.

સરકારને સંકેતમાં જવાબદારી જણાવી

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે 1991માં મેં નાણાં પ્રધાન તરીકે વિક્ટર હ્યુગો (ફ્રેન્ચ કવિ)ના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે ‘પૃથ્વી પરની કોઈ શક્તિ તે વિચાર રોકી શકતી નથી, જેનો સમય આવી ગયો છે.’

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment