Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝરહી રહીને રૂપાણી સરકાર જાગી અને હવે પેટ્રોલ,ડીઝલ અને વીજળીનાં ભાવ ઘટાડવા તૈયારી શરુ કરી

રહી રહીને રૂપાણી સરકાર જાગી અને હવે પેટ્રોલ,ડીઝલ અને વીજળીનાં ભાવ ઘટાડવા તૈયારી શરુ કરી

cm
Share Now

2022 આવી રહી છે ચુંટણીઓ અને આજ વાતને ધ્યાને રાખી હવે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ખાત મૂહર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કોરોનાના કપરા કાળમાં લોકો ઘંઘા વગરના થયા છે અને એમાં પણ મોધવારીએ માજા મૂકી છે ત્યારે પેટ્રોલ ડીઝલ અને વીજળી નાં વધતા ભાવથી લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે આ મોંધવારી નાં કારણે પ્રજા અને સરકારના પ્રતિનિધિ વચ્ચે સીધો જંગ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે અને એટલેજ હવે પ્રજા તેનો આપો ગુમાવે તે પહેલા સરકાર જાગી છે ભલે રહી રહી ને જાગી પણ હવે પેટ્રોલ ડીઝલ નાં ભાવ ઘટાડવા વિચારણા કરી રહી છે 

mondhvari

પેટ્રોલ-ડિઝલ-વિજળીમાં રાહત આપવા વિચારે છે રૂપાણી સરકાર

પેટ્રોલ-ડિઝલ ઉપર વેટ ઘટાડવા તૈયારી,પેટ્રોલ-ડિઝલ-વિજળીમાં રાહત આપવા વિચારે છે રૂપાણી સરકાર ફયુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50  રૂ.થી ઘટાડી 4 રૂપિયા થઇ શકે છે પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા દ્યણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50 થી ઘટાડી 4 રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ 2017 માં રાજય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા હતા.

petrol

હાલ પેટ્રોલ-ડીઝલ ઉપર 20 રૂપિયા વેટ અને 4 રૂપિયા સેસ છે તેમા દ્યટાડો કરવામાં આવી શકે છે. મહત્વનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા મોટા શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે. ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજયના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનાગઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જોવા મળ્યો હતો

આ પણ જુઓ : શું અંબરીશ ડેર જોડાશે ‘આપ’ માં ???

mondh

રાજયમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે નિયમો છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે,પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંદ્યવારોનો માર સમાન લાગી રહ્યો હતો. પરતું હવે રાજય સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડા થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડા ઘણા અંશે થોડી રાહત મળશે.જો કે ગઈ કાલે પેટ્રોલ ભાવ 93.11 રૂપિયા લિટર પહોંચી ગયો હતો જયારે ડીઝલનો ભાવ ૯૩.૭૭ પ્રતિ લિટરે પહોંચી ગયો હતો પરતું હવે તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાથી સામાન્ય પ્રજાને થોડા ઘણા અંશે રાહત મળી શકે છે.

vijali

અહિયાં જોવાત રાજકારણ સાથે જોડીએ તો જે કામ કોંગ્રેસ બરાડા પાડીને નથી કરી શકી તે કામ દિલ્હીના મુખ્યમંત્રી નાં 1 ચક્કરે કરી દીધું છે તેવું લાગી રહ્યું છે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment