Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજંગલ પર ખતરો: તમારા ઘરમાંથી જ તમને કોઇ કાઢી મુકે તો?

જંગલ પર ખતરો: તમારા ઘરમાંથી જ તમને કોઇ કાઢી મુકે તો?

Save Forest
Share Now

કોરોનાની મહામારીએ લોકોને ઘણુ બધુ શીખવાડ્યુ છે, ખાસ કરીને એક શ્વાસની કિંમત છતાં લોકડાઉન ખુલતાની સાથે જ હતા ત્યાં ને ત્યાં પાછા આવી ગયા છે. ભારતમાં જંગલો ખુબ ઓછા બચ્યા ચે, એક બાજુ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે બીજી બાજુ આપણે વૃક્ષોનું મોટા પાયા પર નિંકદન કરીએ છીએ.

જીવન જીવવા માટે કરોડોના હિરા જરુરી કે ઓક્સિઝન ?

save-buxwaha-campaign-moved-online-may-due-pandemic

PC: Social Media

વાત થઇ રહી છે કોરોના પછી વૃક્ષોનું મોટા પાયા પર કરવામાં આવેલા નિંકદનને રોકવાની, મધ્યપ્રદેશના બક્સવાહામાં ( The Save Buxwaha Campaign )એક નિજી કંપનીએ હિરાની ખુદાઇ કરવાની પરમિશન મળી ગઇ છે. જે માટે કંપનીને 2.15 લાખ જંગલી વૃક્ષોને કટ કરવાનો અધિકાર પણ મળી ગયો છે.

જંગલ પર ખતરો

આ જંગલ પર ખતરો મંડળાઇ રહ્યો છે, પર્યાવરણ પ્રેમીઓએ આ જંગલના નિકંદન પર વિરોધ દર્શાવ્યો છે. તેમનું કહેવુ છે કે,આ નિકંદનથી પર્યાવરણ અને સ્થાનિય આદિવાસિઓને અપુરતી ક્ષતિ થશે. આ ક્ષેત્ર સિવાય પણ બુદેંલખંડ એરિયામાં પણ જલ સંકટ થશે.

સ્થાનિય આદિવાસિયોએ વિરોધ કર્યો

fOREST

pc: sOCIAL mEDIA

બુંદેલખંડના સ્થાનિય આદિવાસિયોએ પોતાના જીવન પર સંકટ દર્શાવ્યુ છે. રઆ જંગલના વૃક્ષોના નિકંદનને લઇને સ્થાનિય આદિવાસિઓએ એનજીટીમાં આ યાચિકા દાખલ કરી દીધી છે. એનજીટીના આ મામલામાં આગળની સુનાવણી 30 જુને થશે.

શું છે વિવાદ?

રાજ્ય સરકારે મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં એક નિજી કંપની (આદિત્ય બિરલા ગૃપની એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડ્સ્ર્ટી લિમિટેડ)એ બક્સવાહા જંગલમાં વૃક્ષોનું નિકંદન કરવાની અનુમતિ આપી દીધી છે. મળતી માહિતી મુજબ આ જંગલમાં હીરાની ખાણોનું ખોદકામ માટે 2 લાખ 15 હજાર 875 જેટલા વૃક્ષોનું નિંકંદન કરવામા આવશે.   

પર્યાવરણ પર પડશે અસર

આ જંગલના વૃક્ષો કાપવાથી 20 ગામડાના અને 8000 સ્થાનિય પર ભારે અસર પડશે, જે લકોનું જીવન જ જંગલ પર આશ્રિત હોય તેમન ફર્ક તો પડવાનો જ છે, પણ મોટી મોટી કંપનીઓને તેમના મોટા ફાયદા જ દેખાતા હોય છે, આ લોકોની પરિસ્થિતિ અને શું અસર પર્યાવરણ પર પડશે તેના વિશે થોડુ પણ વિચારતા નથી. પર્યાવરણને માનવીએ ઘણુ નુકશાન પહોંચાડ્યુ છે, આ સિવાય પણ આપણે નદીઓમાં ગંદકી કરી રહ્યાં છે, પોતાના સ્વાર્થ માટે માનવી જંગલો કાપી રહ્યાં છે, નદીઓમા કચરો ઠાલવી રહ્યાં છે, આ સિવાય ઓછુ હતુ તેમાં પણ પર્યાવરણે આપેલ પસુ પક્ષીઓ પર ક્રુરતા કરી રહ્યાં છીએ. પ્રાણીઓ પર ક્રુરતાના કેસ પણ વધી રહ્યાં છે.

Buxwaha: Has India's government not learnt lessons from COVID-19?

હવે ફરી એકવાર પર્યાવરણને સમજવાની જરુર છે, હજુ પણ આપણે જંગલોનું એક વૃક્ષનું મહત્વ નહી સમજીએ તો કોરોના જેવી મહામારીઓ ફરીને ફરી આવતી રહેશે અને વર્ષો સુધી લોકોએ આવા બીજા વાયરસ સામે પણ લડવુ પડશે.  જંગલ ના હોય તો વરસાદ પણ ઓછો પડે છે, પક્ષીઓ પશુઓ અને પ્રાણીઓનુ ઘર છીનવાઇ જાય છે. આ સિવાય સ્થાનિય આદિવાસિઓને પણ રોજી રોટી અને પત્તા,ફળ અને બીજ માટે જંગલ પર નિર્ભર હોય છે, જે જંગલ કાપ્યા બાદ નહી રહે. જે દુખની વાત છે.  

ગ્રામીણોએ આદિવાસિયોએ જંગલને બચાવવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે. જેના માધ્યમ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. Ngt નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ નિર્ણય પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. એનજીટીને જણાવવામાં આવ્યુ છે કે, રિયો ટિંટો એક્સપ્લોરેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક ઓસ્ટ્રેલિયા કંપનીના બક્સવાહા સંરક્ષિત વન, સરોગિયા ગામ અને બક્સવાહા ચહસીલ, છતરપુર જીલ્લામાં 2008 માં બંદર ડાયમંડ બ્લોકની શોધ કરી હતી. બાદમાં કંપનીએ આને મધ્યપ્રદેશ સરકારને આપી દીધી હતી. જે બાદ એક નીલામી દ્વારા બિરલા ગૃપની કંપનીને આનું ખોદકામ કરવાનો અધિકાર મેળવ્યો હતો.                         

આ પણ વાંચો: સાઉથના આ સુપરસ્ટાર એક્ટરને અચાનક કેમ અમેરિકા ભાગવુ પડ્યુ?

No comments

leave a comment