Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeટ્રાવેલસાતકુંડાના ધોધ : આ ધોધ જોઇને કુદરતનો અભાર માનવાનું મન થાય!

સાતકુંડાના ધોધ : આ ધોધ જોઇને કુદરતનો અભાર માનવાનું મન થાય!

seven cold water spring
Share Now
પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. ગુજરાતના લોકોએ આવા ઝરણાં અનેક જોયા હશે, પરંતુ આજે sanએવા સ્થળની આપણે વાત કરવાના છીએ કે જ્યાં એક જ ડુંગર ઉપર સાત સાત ઝરણાં આવેલા છે. અને આ સાત ઝરણાં વર્ષોથી બારે માસ અવિરત વહ્યા જ કરે છે. આ સાત ઝરણા મહીસાગર (mahisagar) જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા છે. કુદરતી રીતે ગિરિકંદરાઓમાં રચાયેલા એક પછી એક ડુંગરો પરથી સાત કુંડમાં થઇ એક બાદ એક ધોધનો રમણીય નજારો એટલે  સાતકુંડાના ધોધ. આ ધોધ જોઇને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઇ જાય! આવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે.

મહીસાગર (mahisagar) જિલ્લાના સાતકુંડામાં કુદરતી ઝરણાંનો અદભુત નઝારો

 seven cold water spring are located in Mahisagar districtગુફામાં સાતકુંડીયા મહાદેવ પર પથ્થરો જળાભિષેક કરે છે. ડુંગર પરથી સાત પાણીના ઝરણાં ધરતી સુધી પહોંચે છે. મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડાથી આશરે 30 કિમીના અંતરે આવેલા સાતકુંડા, ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલ છે. લુણાવાડા તાલુકો ઉપરાંત પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકો પણ નજીક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે તેવું છે. ખાસ કરીને વર્ષાઋતુ તેના જોબન ઉપર હોય અને ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય, ત્યારે ઊંચાઇએથી પાણી ધોધ સાત ધોધ સાથે સાંત કુંડો માં થઈ ધરતી સુધી પહોંચે છે. 

કુદરતી સોંદર્યથી ભરપૂર અલ્હાદક નજારો અહીં જોવા મળે છે. કોઈને પૂછ્યા વગર ન પહોચી શકાય, તેવી રસ્તાની ભૂલભુલામણીમાં પણ સાતકુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતાં ધોધનો ખલ ખલ અવાજ સાંભળીને સ્વયંભૂ તે તરફ ખેંચી જાય છે. દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ  છે. ત્યાર બાદ બીજી તરફ થોડા પગથિયાં ચઢીને ઉપર જાવ એટલે છઠ્ઠી અને સાતમોમાં ધોધની વચ્ચે  પથ્થરોની હારમાળામાં વચ્ચોવચ  કુદરતી ગુફામાં શિવજી હનુમાનજી તેમજ ભૈરવ દાદા બિરાજમાન છે.

લીલીછમ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ

 seven cold water spring are located in Mahisagar district

મહીસાગર જીલ્લામાં (mahisagar) આવેલ સાત કુંડ પાસે ગુફામંદિરના શિવજી એટલે સાતકુંડીયા મહાદેવ. ગુફામાં બે શિવલીંગ અને માતાજી છે. દર્શનાર્થે ગુફામાં પ્રવેશો સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે. ને પવિત્ર શ્રાવણ માસ સહિત બારે માસ દર્શનાર્થીઓ શિવલીંગ પર જળભિષેક કરી મહાદેવની મહિમાનું ગુણગાન ગાતા હોય તેવું દ્રશ્ય દેખાય છે. ગુફાની બહાર થોડે દૂર નાની બીજી ગુફામાં પૌરાણિક મુર્તિના ભગ્ન અવશેષો પ્રાચીનકાળના સ્થળની ખ્યાતિની શાખ પૂરે છે. પ્રકૃતિની ગોદમાં બેસીને પાણીની સાથે લીલીછમ હરિયાળી નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે. અહીં પહોંચવાનો માર્ગ ઠેક ઠેકાણે તૂટી ગયેલ છે. તથા બેસવાની સુવિધા માટે બાંકડાઓ,ચા-પાણી નાસ્તો, શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થા જરૂરી હોવાથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા માટે સરકાર દ્વારા પ્રયાસો પણ હાથ ઘરવામાં આવ્યા છે 
temple in Mahisagar
પાણીના ધોધના અવાજ કારણે સ્વયંભૂ મૌનવ્રત પાળવું પડે અથવા બૂમો પાડી બોલવું પડે. કોઈના શબ્દો નહીં, અહીં કુદરત બોલે છે. જેમ ઉપર જઈએ તેમ કુદરતી કુંડ આવેલા છે. પ્રકૃતિની ગોદમાં બેસીને પાણીની સાથે લીલીછમ્મ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક ઔલોકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે! ઊંચાઇએથી પડતાં ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઇ જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફાગણ સુદ અગિયારસ જે આંબલી અગિયારસ તરીકે ઓળખાય છે તે દિવસે અહીં મેળો ભરાય છે. મહીસાગર (mahisagar) આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

પ્રચલિત લોકમાન્યતા

 seven cold water spring

આ સ્થળની વિશેષતા એ છે દુષ્કાળના વર્ષોમાં પણ પાણી સુકાતું નથી. સાત કુંડ સુધી પાણીની વહેણ નિરંતર વહે છે. પૃથ્વી પરનું અમૃત એટલે જળ અને તેની અછતના વર્ષોમાં નિરંતર અસ્ખલિત વહેતા રહેવાના કારણે કુદરતની કૃપા દ્રષ્ટિને પરિણામે અહીંની એક પ્રચલિત લોકમાન્યતા વધુ પ્રબળ બની છે. આ માન્યતા અનુસાર કોઈ માતા બાળકને જ્ન્મ આપ્યા પછી ધાવણ ન આવતું હોય, માતાના દૂધના પોષણ વગર કુમળું ફૂલ મૂરઝાતું હોય, તો આ સાતકુંડાના કુંડના પાણીમાં માતાનો બ્લાઉઝ પલાળી માતાને પહેરાવામાં આવે તો માં દૂધની અમૃતધારા શરૂ થઈ જાય છે. આસપાસના વિસ્તારની અનેક માતાઓ શ્રધ્ધાના બળે દર્શનાર્થે આવે છે.

કેટલાક લોકો વર્ષો પહેલા આ ગુફામાં ગયા…

 seven cold water spring are located in Mahisagar district

સાતકુંડમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા સાત કુંડા ખાતે ડુંગર ઉપર પાંડવોએ વસવાટ કર્યો હતો. ત્યાં તેમને પાણીની જરૂર હોવાથી સાત કુંડાના ડુંગર ઉપર પાણી માટે આયોજન રૂપી એક ગુફામાં પાણીથી ભરેલું તળાવની રચના કરી હતી. આ ઇતિહાસ ઈ.સ.પૂર્વે થી એક બાદ એક ઘરડા લોકો રટતા અને દોહરાવતા આવ્યા છે. ગુફામાં થઇને તળાવ સુધી પહેલાના સમયમાં જવાતું હતું, પરંતુ અત્યારે ત્યાં ગુફામાં જવું અશક્ય છે. ગુફા એટલી સાંકળી અને અંધારાથી ભરપૂર છે કે ત્યાં જવું જીવનું જોખમ છે. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલાક ઘરડા લોકો વર્ષો પહેલા આ ગુફામાં ગયા હતા. ત્રણ કલાક ગુફામાં સુતા સુતા આગળ નીકળયા બાદ સ્થાનિક લોકો દ્વારા તળાવની ઊંડાઈ પણ માપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાત ખાટલાના આણ એટલે સાત ખાટલાની દોરીઓ ઊંડી ગુફામાં ઉતારવામાં આવી હતી, પરંતુ તે ખાટલાની આણ પણ ઓછું પડ્યું તેટલું ઊંડું તળાવ ગુફામાં આવ્યું હોવાનું લોકોએ કહ્યું હતું.
આ સાત કુંડા સ્થળની અનોખી હારમાળા જે લોકોને ખુબ આકર્ષિત કરે  છે. રાજ્ય સહીત આંતર રાજ્યના લોકો આ રમણીય નજરો નિહાળવા માટે દૂર દૂરથી આ સ્થળ સુધી  આવે છે. અને સ્થળના અલાહદ્ક નજારાની મજા માણે છે. સાત કુંડા ખાતે આંબલી અગિયારસ ફાગણ સુદ અગિયારસ જે આંબલી અગિયારસ તરીકે ઓળખાય છે, તે દિવસે અહીં મેળો ભરાય છે. મહીસાગર (mahisagar) આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેરામણ રૂપી ઉમટી પડે છે .

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment