Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝમાંને મારતા કપાતરના હાથ પણ ના કંપ્યા !

માંને મારતા કપાતરના હાથ પણ ના કંપ્યા !

Morbi photo
Share Now

કોરોનાના આ કપરા કાળમાં અત્યારે અનેક લોકો પારકાની સેવા કરવા આગળ આવ્યા છે ત્યારે હજુ અનેક લોકો પોતાના લોકો જ જાણે બોજ બની ગયા હોઈ તેવો વ્યવહાર કરી રહ્યા છે. મોરબીના કાંતિપૂર ગામે સગી માતાને માર મારતા કપાતરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તે કેવી કરુણતા..? જે માતાએ તેને જન્મ આપ્યો, લાડકોડથી ઉછેરી પગભર બનાવ્યો અને હવે ઘડપણમાં એ જ માતાને વહાલસોયા લાગતા પુત્રનો માર ખાવાનો વારો આવ્યો ? લોકો અત્યારની કપરી પરિસ્થિતિમાં પારકા લોકોની સેવા કરવા આગળ આવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ પૂરી પડી અનેક પ્રકારે સેવા કરી રહ્યા છે. તો કોરોનાના દર્દીઓને સારવાર માટે, તેના ભોજન માટે પોતાના ખર્ચે સેવા કરી માનવતા દાખવી રહ્યા છે. પણ કળયુગ તો કળયુગ કહવાય ને ! અમુક લોકો એવા પણ છે જે પારકાની તો ઠીક પોતાના જ સ્વજનોની સેવા કરવાની તો વાત જ દૂરની, ઘરમાં રાખીને ત્રાસ ગુજારી જીવવું પણ જોર બની જાય તેવી હાલત કરતા પણ અચકાતા નથી. મોરબીના કાંતિપુર ગામે પણ કંઇક આવું જ થયું ને!    

Morbi photo

આ ઘટના છે 20 દિવસ પહેલાની…જેમાં ભાઈઓની માથાકૂટ વચ્ચે માતા રંભાબેન પરમાર પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ભાઈઓ વચ્ચે તો સમાધાન પણ થઈ ગયું પણ માતાને માર મારવો કેટલો વ્યાજબી ? અંદાજીત 90 વર્ષના વૃદ્ધા ઓરડીમાં સુતા હતા ત્યારે એક મહિલા ત્યાં આવી અને માજીનો હાથ ખેંચી લઇ જવામાં આવ્યા. માજી જે ઘરમાં સુતા હતા ત્યાં જ આ વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ બેસીને ચા પી રહ્યા હતા. માજીને પણ ચા પીવી હતી પરંતુ ખેચીને લઈ જઈ રહેલા બહેને તેમને ચા આપશે તેવું જણાવી બળજબરીથી બહાર ખેચી ગયા હતા. બાજુના જ ઘરમાં રહેતા માજી રંભાબેનના પુત્ર મનસુખભાઈ દ્વારા ફળિયામાં જ માજીને નીચે પાડી દઈ તેમના પર જુલ્મ કરવામાં આવ્યું હતું. અને તેમને ત્માયાની ઓરડીમાં અંદર જવા કહી રહ્યા હતા. માજી તેમની ઉમર અને ત્રાસના કારણે જમીન પરથી ઉભા ન થઇ શકતા તેમના પુત્ર મનસુખભાઈએ ઘરમાંથી સાવરણી લઇ આવી માતાને સાવરણીથી માર માર્યો હતો. બાળપણમાં જે માતા પાસેથી ભરપુર પ્રેમ મેળવ્યો હતો તે જ માતાને આજે મારા મારતા આ કપતારના હાથ પણ કંપ્યા નહોતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈ વૃધ્ધ માતાને માર મારતા દિકરા પર ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

Morbi photo

‘હાથીના દાત ચાવવાના જુદા અને દેખાડવાના પણ જુદા’  આવી ઉક્તિઓ ખરેખર અવ જ કપુત્રો માટે બની હશે ને ! હજુ તો 2 દિવસ અગાઉ દેશભરમાં “મધર્સ ડે”ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘટનાના ત્રીજા જ દિવસે માતા પર આવો જુલમ ? દુનિયામાં દેખાડો કરવા ઘરની બહાર પિતૃકૃપા લખે છે અને માં પર ત્રાસ ગુજારવામાં આવે છે. આ છે અત્યારના કળયુગી કપાતર…

કહેવાય છે ને કે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય… પુત્રના ડરથી હોઈ કે પછી પુત્રપ્રેમમાં આવી તેમને બચાવવા માટે હોય, માજીએ તેમના પુત્ર દ્વારા ખુબ સારી રીતે સાચવવામાં આવે છે અને તેમના પર ત્રાસ પણ ગુજારવામાં નથી આવતો તેમ જણાવ્યું હતું.

Morbi photo કેવી મારી સેવા કરે, મને ખવડાવે, મને પીવડાવે…ખોટી એની બદનામી કરાય ?

 

ખોટી બદનામી કરે મારા દીકરાની, ના…ના…ના…એની ખોટી બદનામી ન કરાય 

 

વધુ સમાચારો માટે આ પણ જુઓ: માં -બાપ માટે સેવા કરતી મજબૂત મનોબળની મિસાલ ડૉ.અપેક્ષા

 

મધર્સ ડે ના ત્રીજા જ દિવસથી ૨૦ દિવસ પહેલાનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થયેલો વિડીયો તાલુકા પોલીસની જાણમાં આવતા પોલીસે આ કળિયુગી પુત્ર સામે અટકાયતી પગલાં પણ લીધા હતા. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવતા જાણવ મળ્યું હતું કે, મનસુખભાઈના ભત્રીજાએ રંભાબેનનો મોબાઇલથી વીડિયો બનાવી મનસુખભાઇ અને તેના પરિવારજનો ખાવાનું ન આપતા હોય કે યોગ્ય સંભાળ ન રાખતા હોય તેવુ બોલવા જણાવતો હતો. આ વીડિયો સામે આવતા મનસુખભાઇનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને વૃદ્ધ માતાને પહેલા પછાડી દઈ ઢસડી હતી બાદમાં સાવરણીથી માર માર્યો હતો.ઘટના સામેં આવ્યા બાદ તાલુકા પોલીસે આ કળીયુગી પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે તો ન્યાયિક પગલાં લીધા જ છે પરંતુ 181 અભયમ ટિમ દ્વારા પણ માજીને બચાવવા આગળ આવી તેમને વૃદ્ધાશ્રમ કે અન્ય સલામતીના સ્થળે લઇ જઈ મદદ કરવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment