Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝગીત વાગતું રહ્યું અને અતુલભાઈ સંઘવીને Live દરમિયાન આવી ગયો એેટેક

ગીત વાગતું રહ્યું અને અતુલભાઈ સંઘવીને Live દરમિયાન આવી ગયો એેટેક

atul sanghvi accidental attack
Share Now

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટએટેક આવતા અવસાન થયું છે. ફેસબુક લાઈવ શરુ કર્યા સમયે એકદમ સ્વસ્થ જણાતા અતુલભાઈને ફેસબુક લાઈવ શરુ કર્યાની 1 મિનિટમાં તેમને હાર્ટ એટેક આવ્યો.

લાઈવ નિહાળી રહરેલા લોકોએ વ્યક્ત કરી ચિંતા

atul sanghvi

રાજકોટમાં ગત મધ્યરાત્રી એક અઘટિત બનાવ બન્યો જેમાં જાણીતા વકીલ અતુલભાઈ સંઘવી સોશિયલ મીડિયા પર ઓનલાઈન થઇ જૂના ગીત સંભાળતા હતા. એ દરમિયાન અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવતા તેઓ તરફડીયા મારવા માંડ્યા અંતે તેમણે દુનિયામાંથી વિદાય લીધી. એ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.

કરુણાંતિકા સર્જાઈ

અતુલભાઈ સંઘવી અવારનવાર ફેસબુક લાઈવ કરતાં. જેમાં તેઓ જૂના ગીતો સાંભળતા અને ગાતા જોવા મળતા. આવી જ રીતે તેમણે ગઈકાલે રાત્રે પણ ફેસબુક લાઈવ શરુ કર્યું. લાઈવ શરુ કર્યું ત્યારે તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. પરંતુ 1 મિનિટ થઈ ત્યારે અચાનક જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવે છે. અતુલભાઈને અસ્વસ્થ જોઈ તેમનો દીકરો ત્યાં પહોંચી જાય છે. તે કંઈ સમજે તે પહેલા જ તેઓ જમીન પર પડી જાય છે.

જુઓ વીડિઓ : લાઈવ એટેક 

દરરોજ સોશિયલ મીડિયામાં લાઈવ થતા હતા

social activist and lawyer

અતુલભાઈ 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થઇ જુના ગીતો સાંભળી આનંદ માણતા હતા. તેમનો જન્મ રાજકોટમાં તા.30/03/1961ના રોજ થયો હતો. રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલનું શિક્ષણ પ્રાપ્ત કરી સરકારી એ.એમ.પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી 1983થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા.ઉલ્લેખનીય છે કે તેઓ રાષ્ટ્રીય કૃત, સહકારી અને પ્રાઈવેટ બેન્કમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા.

કોરોના વોરિયર્ તરીકે પણ સન્માનિત થયા હતા

ગત વર્ષે લોકડાઉ દરમિયાન અઢી માસ સુધી પોલીસ કમિશનર અને બોલબાલા ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરિયાત મંદ લોકોને ભોજન પહોચાડ્યું હતું. તેમની આ સેવાઓને ધ્યાનમાં લઈને સામાજીક સંસ્થા દીકરાના ઘર દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા અતુલભાઈ રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમણે સિટી પોલીસ કર્મીઓ અને પરીવારના આશરે 10 હજાર લોકોના બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું

આ પણ વાંચો : પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પર તંત્રની લાપરવાહી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment