Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ

રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ

jayesh raddiya
Share Now

સોમનાથ ખાતે જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત અંતર્ગત નારી ગૈારવ દિવસની રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ. સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારના સૈાના સાથથી સૈાના વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લાકક્ષાના નારી ગૈારવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદીર ઓડીટોરીયમા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. ૩.૦૭ કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી જનજનના વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યા

jayesh raddiya આ તકે પ્રાસંગીક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બહેનોમાં રહેલા કૈાશ્લયનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાસન વ્યવસ્થાના પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય હોય છે. મુખ્યમંત્રીશ્રી જનજનના વિકાસ માટે સતત સઘન પરીશ્રમ કરી રહ્યા છે.

આ પણ વાંચો : બળાત્કારની ઘટનાઓ પર રાજનીતિ ????

રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ

પુર્વ બિજ નિગમ ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી મહિલાને માસીક રૂા. ૧૨૫૦ ની સહાય ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ છે.

મંત્રીશ્રીના હસ્તે વેરાવળ તાલુકાના-૫ અને સુત્રાપાડા તાલુકાના-૫ આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથની બહેનોને લોન સહાય ચેકનુ વિતરણ કરવામાં આવેલ હતું. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૫ અને શહેરી વિસ્તારમાં ૪૨ સ્વસહાય જુથને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમાર અને વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી પીયુશભાઇ ફોફંડીએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.જે.ખાચર દ્વારા શાબ્દીક સ્વાગત કરી સૈાને આવકાર્યા હતા. અંતમા કાર્યક્રમની આભારવિધિ ચીફ ઓફીસરશ્રી જતીન મહેતાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી નિમાવતે કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલ, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નગરપાલિકા-તાલુકા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment